આ મહિલા PSI અધિકારી આખા ભારતમાં છવાયા, જે લાશને કોઈ સ્પર્શ નહોતું કરતું એને ખભા પર લઈને 2 કિમી ચાલ્યાં

સામાન્ય રીતે જ્યારે ખાખીની કોઈ ખરાબ વાત સામે આવે તો સૌ કોઈ બોલ બોલ કરે છે અને વાયરલ કરતાં જોવા મળે છે. પણ સારી વાતો લોકોને શેર કરવી જાણે ન ગમતી હોય એવું લાગી રહ્યું છે. પણ હાલમાં જે કિસ્સો સામે આવ્યો એ ખરેખર અદ્ભૂત છે અને લોકો આ જોઈને અભિભૂત થઈ ગયા છે. આંધ્રપ્રદેશમાં એક મહિલા સબ-ઇન્સ્પેક્ટરે માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તો આવો જાણીએ કે આખરે આ મહિલાએ એવું શું સરસ કામ કર્યું છે.

image source

તો વાત કઈક એમ છે કે ગ્રામીણ વિસ્તારમાં એક લાવારીશ લાશ હતી અને ગામમાંથી કોઈ જ તેને સ્પર્શ કરતાં પણ રાજી નહોતું. બધા જ લોકો ગભરાઈ રહ્યા હતા, ત્યારે આ મહિલા સબ-ઇન્સ્પેક્ટરે એને પોતાના ખભા પર લઇને બે કિલોમીટર સુધી ચાલ્યાં અને માત્ર ચાલ્યાં એટલું જ નહીં. પણ એના અંતિમસંસ્કાર પણ પોતાના હાથે જ કર્યા હતા આ જોઈને સૌ કોઈના આંખમાથી પાણી નીકળી ગયા હતા અને લોકો ભાવ વિભોર થતા જોવા મળ્યા હતા. આ વાત છે શ્રીકાકુલમ જિલ્લાના કાસીબુગ્ગામાં ફરજ બજાવતાં મહિલા સબ-ઇન્સ્પેક્ટર કે. શ્રીષાની.

image source

મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો શ્રીષા રુટિન ફરજ બજાવતા હતા અને સાથે સાથે જે તેણે આ કામ કર્યું જે હવે દરેક તેમની પ્રશંસા કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી. કૃષ્ણા રેડ્ડીએ પણ યુવા પોલીસ અધિકારીના માનવતાવાદી પગલાની પ્રશંસા કરતું એક ટ્વીટ કર્યું છે જે હવે વાયરલ થઈ રહ્યું છે. ઓફિશિયલ ડ્યૂટીથી એક પગલું આગળ વધીને કોઈ લાવારીશ લાશના અંતિમસંસ્કાર કરવા એ બતાવે છે કે આપણા દેશના દરેક પોલીસકર્મચારીઓ પોતાની અંદર માનવતાનાં મૂલ્યોને જાળવી રાખે છે એવું ગૃહ રાજ્યમંત્રી જી. કૃષ્ણા રેડ્ડીએ ટ્વીટમાં કહ્યું હતું. આ સાથે જ હવે આ સ્ટોરી ખુબ વાયરલ થઈ રહી છે અને લોકો સુધી પહોંચી રહી છે. તેમલ પોલીસ અધિકારીઓ પણ આમાંથી પ્રશંસા લઈ રહ્યા છે અને લેવી જ જોઈએ. તેમજ વાત વાયરલ થતાં આંધ્રપ્રદેશના પોલીસ ચીફ ડી. ગૌતમ સવાંગે યુવા પોલીસ અધિકારીના કામને વધાવી લીધું છે.

ઘટના વિશે વાત કરીએ તો શ્રીકાકુલમ જિલ્લાના કાસીબુગ્ગા મ્યુનિસિપાલિટીના આદિવિકોટ્ટુરું ગામના એક ખેતરમાં એક લાવારીશ લાશને લોકોએ જોઈ હતી, પરંતુ કોઈપણ વ્યક્તિ એની પાસે જવાની હિંમત કરી ન કરી. કોઈએ જણાવ્યું હતું કે તે ઈસમ લોકો પાસેથી ખાવાનું માગીને પોતાનું પેટ ભરી રહ્યો હતો. તે મૂળ રૂપે ક્યાંનો રહેવાસી હતો એ કોઈ જાણતું ન હતું. પણ જ્યારે મહિલા સબ-ઈન્સ્પેકટર શ્રીષાને આ ઘટનાની જાણકારી મળી કે તેઓ તરત જ ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. ત્યાં તેમણે જોયું કે લાશના અંતિમસંસ્કાર તો દૂર, પણ લોકો એની પાસે જવાથી પણ ગભરાઈ રહ્યા હતા.

image source

એક તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે લોકો દુર ભાગે એના કારણમાં એવું પણ બની શકે કે કોરોનાના સંક્રમણના ડરને કારણે લોકો આવું કરી રહ્યા હતા. આ જોયા પછી શ્રીષાએ લલિતા ચેરિટેબલ ટ્રસ્ટની મદદથી એ લાશના અંતિમસંસ્કાર કરવાનું નક્કી કર્યું. શ્રીષા લાશને પોતાના ખભા પર રાખીને બે કિલોમીટર સુધી ચાલીને પોતે જ એના અંતિમસંસ્કાર કર્યા હતા. હવે દરેક જણ આ મહિલા યુવા પોલીસ અધિકારીના વખાણ કરી રહ્યા છે અને સ્ટોરી વાયરલ થઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત