પાલનપુરના આ વ્યક્તિનું શરીર અચાનક બની ગયું મેગ્નેટનું, શરીર પર ચોંટી જાય છે ચમચા, ચમચી, રીમોટ, સિક્કા, ડોક્ટરો પણ ચોંકી ઉઠ્યા

કોરોના મહામારી ફેલાયા બાદ ડોક્ટરોને પણ આશ્ચર્ય થાય તેવા અનેક કિસ્સા સામે આવી ચુક્યા છે. તેમાં વધુ એક વધારો થયો છે. ગુજરાતની એક એવી વ્યક્તિની વાત તાજેતરમાં સામે આવી છે કે જેનું શરીર અચાનક જ ચુંબક સમાન બની ગયું છે. છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્ર સહિતના અનેક રાજ્યોમાંથી આવી ઘટનાઓ સામે આવી રહી છે કે જેમાં લોકોના શરીર પર અચાનક વસ્તુઓ ચોંટવા લાગી છે. આવી જ એક ઘટના હવે ગુજરાતમાં પણ સામે આવી છે.

પાલનપુર : આશ્ચર્યજનક સત્યઘટના! શરીર પર ચોંટવા લાગ્યા સિક્કા, મોબાઇલ, વાસણો, તબીબો પણ ચોંકી ઉઠ્યા
image source

આ ચુંબક મેન ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના છે. અહીંયાના પાલનપુરમાં રહેતા એક વ્યક્તિના શરીર પર અચાનક જ લોખંડ, સ્ટીલ જેવી ધાતુની વસ્તુઓ ચોંટવા લાગી છે. આ વસ્તુઓ એવી રીતે આ વ્યક્તિના શરીર પર ચોંટી જાય છે જેમ કે તે ચુંબક હોય. આ વાત સામે આવ્યા બાદ વાયુવેગે સમગ્ર પંથક અને રાજ્યમાં ફેલાઈ ચુકી છે. લોકમુખે હવે ચર્ચા શરુ થઈ છે કે એક વ્યક્તિના શરીરમાં અચાનક ચુંબક જેવી શક્તિ આવી ગઈ છે.

image source

શરીર ચુંબક સમાન બની ગયું હોય તે ઘટના બની છે. પાલનપુર શહેરમાં રહેતા નવીનભાઈ રાવલ સાથે. આ ઘટના રાતોરાત બનતા નવીનભાઈનો પરીવાર પહેલા તો આશ્ચર્યમાં મુકાયો અને હવે આ આશ્ચર્ય ચિંતા બની ચુક્યું છે. 63 વર્ષીય નવીનભાઈના શરીર પર વસ્તુઓ ચોંટવા લાગી છે તે વાત ત્યારે સામે આવી જ્યારે તેઓએ જાણ્યું કે જ્યારે તેઓ સુઈને જાગ્યા ત્યારે તેમના છાતિના ભાગે કેટલાક સિક્કા ચોંટી ગયા છે. તેમને તે સમયે તો લાગ્યું કે હશે કંઈક પરંતુ જ્યારે તેમણે તે સિક્કા ઉખાડ્યા તો તેમને ચુંબક જેવો અનુભવ થયો.

image source

આ વાત નવીનભાઈએ તેમના પરીવારના સભ્યોને કરી કે તેમના છાતીના ભાગે વસ્તુ ચોંટી જાય છે. ત્યારબાદ પરીવારના સભ્યોએ સત્ય શું છે તે જાણવા વસ્તુ તેમના શરીરની નજીક રાખી તો ખરેખર ચુંબક સાથે ચોંટી જાય તે તમામ વસ્તુ તેમના શરીરે ચોંટી જતી હતી. આ જોઈ પરીવારના સભ્યો અને આસપાસના લોકો પણ અચરજમાં મુકાયા હતા. આ વાત વાયુવેગે ફેલાતા તેઓ મેગ્નેટ મેન તરીકે ઓળખાઈ રહ્યા છે.

આ સ્થિતિ જોઈ ડોક્ટરો પણ ચોંકી ઉઠ્યા છે. આખરે નવીનભાઈના શરીરમાં આવું કેમ થાય છે તે જાણવા માટે તેમનું સીટી સ્કેન કરાવવાનું નક્કી કર્યું. પરંતુ હાલ જે રીતે તેમના શરીરમાં ફેરફાર થયા છે તે જોઈ તેમને સીટી સ્કેનમાં તકલીફ થઈ શકે છે તેથી હાલ તેમનું સીટી સ્કેન કરવામાં આવ્યું નથી. જો કે તેમને શરીરમાં અન્ય કોઈપણ પ્રકારની તકલીફ થઈ નથી રહી.

image source

નવીનભાઈ પણ કોરોનાની રસીના બંને ડોઝ લઈ ચુક્યા છે પરંતુ તેમનું અને તેમના પરીવારનું કહેવું છે કે રસીના કારણે આ સ્થિતિ નથી સર્જાઈ, તેની પાછળ અન્ય કોઈ કારણ હોય શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : News 18 ગુજરાતી)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!