ગુજરાત માટે આગામી 5 દિવસ ભારે: દક્ષિણ ગુજરાતમાં જમાવટ કરી મધ્ય અને ઉત્તર તરફ આગળ વધ્યું ચોમાસું, જાણો અમદાવાદમાં ક્યારે આવશે વરસાદ

રાજ્યમાં આવનાર ૫ દિવસ દરમિયાન વરસાદી વાતાવરણ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના નવસારી, વલસાડ, દીવમાં ભારે વરસાદ પડવાની આગાહી જાહેર કરવામાં આવી છે, ત્યાં જ સૌરાષ્ટ્ર વિસ્તારમાં સામાન્ય વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવ્યા મુજબ, ગુજરાત રાજ્યમાં આવેલ અમદાવાદ શહેરમાં તા. ૧૫ જુન, ૨૦૨૧ મંગળવારના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે. જયારે ગુજરાત રાજ્યના કચ્છ વિસ્તારમાં ચોમાસાની ઋતુ શરુ થવામાં મોડું થઈ શકે છે.

image source

ગુજરાત રાજ્યના વલસાડ શહેરમાં બુધવારના રોજ ચોમાસાની ઋતુનો વિધિવત પ્રવેશ થઈ ગયો છે. ઓરિસ્સા રાજ્યના દક્ષિણ ભાગમાં સક્રિય થયેલ વરસાદી સિસ્ટમના લીધે દક્ષિણ ગુજરાત રાજ્યના વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં ભારે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

image source

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યા મુજબ, આવનાર પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આવેલ વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત રાજ્યમાં મોટાભાગે ભરૂચ, ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, આણંદ, રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, દીવ, પોરબંદર અને અમરેલી જેવા શહેરોમાં વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

image source

હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ માહિતી મુજબ, ગુજરાત રાજ્યમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં આવનાર પાંચ દિવસ દરમિયાન વરસાદની ઋતુ ચોમાસાની શરુઆત થવાની કોઈ સંભાવના જણાવવામાં આવતી નથી. આજ રોજ વલસાડ, નવસારી શહેરોમાં સારા પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે. જયારે આજ રોજ તા. ૧૧ જુન, ૨૦૨૧ શુક્રવારના રોજ ગુજરાત રાજ્યના અમરેલી જીલ્લામાં આવેલ રાજુલા તાલુકામાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો હતો.

image source

આ વર્ષે ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા લાગુ કરવામાં આવેલ આગાહી કરતા ૬ દિવસ વહેલા ચોમાસાની ઋતુની શરુઆત થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

image source

આ વર્ષે દેશમાં ચોમાસાની ઋતુની શરુઆત દક્ષિણ ભારતમાં આવેલ રાજ્યોના કેટલાક વિસ્તારોમાં ચોમાસાની શરુઆત થઈ ગઈ છે જેના પરિણામ સ્વરૂપ હવે ગુજરાત રાજ્યમાં પણ આવનાર પાંચ દિવસ દરમિયાનના સમયગાળામાં ચોમાસાની ઋતુની શરુઆત થવાની સંભાવના દેશના હવામાન વિભાગ દ્વારા છ દિવસ પહેલા વરસાદની ઋતુની શરુઆત થવાની શક્યતા વ્યક્ત કરી દેવામાં આવી છે. તેમ છતાં ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરુઆત થઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *