VIDEO: 6 હજાર ફૂટ કરતાં પણ વધારે ઉંચાઈએ ઝૂલામાં ઝૂલી રહેલી બે મહિલા ગઈ સીધી નીચે, છતાં પણ બચી ગઈ

તમે કોઈ દોરડાં કે સાંકળનાં સહારે હજરો ફૂટ ઉંચા લટકી રહ્યાં હોવ અને અચાનક તે આધાર તુટી પડે તો શું હાલત થાય? જે વિચારીને પણ ડર લાગે તેવું હાલમાં હકીકતમાં બન્યું છે. આ કિસ્સો સામે આવતા બધાનાં હોશ ઉડી ગયા હતા. આ ઘટનાં રશિયામાંથી સામે આવી છે. અહી 6,300 ફૂટ ઉંચાઈ પર આવેલા ખડકના કાંઠે લગાવેલા એક ઝૂલામાંથી બે મહિલાઓ પડી ગઈ હતી. આ આ બન્ને મહિલાઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. એક અહેવાલ મુજબ તે રશિયન રિપબ્લિકના દાગેસ્તાનમાં સુલક કેન્યોન ઉપર એક ઝૂલા આવેલો હતો અને તેની એક સાંકળ તૂટી ગઈ હતી જેથી આ આખી ઘટના બની હતી.

6 हजार फुट की ऊंचाई पर झूला झूल रही थीं महिलाएं, हवा में जाते ही अचानक टूटी जंजीर और फिर हुआ कुछ ऐसा - देखें Shocking Video
image source

તે બંને ચટાંનથી નીચે પડી ગઇ હતી અને તેમને ઈજા પણ થઈ હતી. સદનસીબે તે ચટાંનની બહાર સ્થિત એક નાનું લાકડાનું પ્લેટફોર્મ હતું જેના પર તે પટકાયા હોવાથી તેઓ નીચે ખાઈમાં પડ્યાં નહી અને તેમનો જીવ બચી ગયો હતો. આટલી ઉંચાઇએથી પડ્યા પછી પણ બંને મહિલાઓને માત્ર નાની ઇજા જ થઈ હતી જે સારા સમાચાર છે. જો કે તેઓ આ ઘટનાથી ખૂબ ડરી ગયા હતા. જાણવા મળ્યું છે કે આ મહિલાઓ જ્યારે આ ઝૂલા પરથી ફંગોળાઈ ગઇ હતી ત્યારે ખુબ જ ગભરાઈ ગઈ હતી અને થોડી ઇજા પણ થઈ હતી. આ ઘટનામાં એ તો કલ્પના કરવી પણ ભયાનક છે કે જો ઝૂલો વધારે ઉંચાઇ પર હોત તો શું થાત!

image source

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે આ ચેન તૂટી જતાં પ્રેક્ષકો પણ ડરી ગયા હતા અને ચીસો પાડી રહ્યા હતા. આ જ સમયે બીજી તરફ મહિલાઓ ફંગોળાઈને સામે કાંઠે પડી હતી. આ વીડિયો હાલ ઘણો વાયરલ થઈ રહ્યો છે અને લોકો ખુબ જોઈ રહ્યા છે.

image source

જ્યારે આ વીડિયોમાં શરૂઆતના ભાગને જોવામાં આવે છે ત્યારે લાગે છે કે આ મહિલાઓનો જીવ બચાવો હવે લગભગ અશક્ય છે. પરંતુ આ પછી જે જોવા મળે છે તેને લોકો ચમત્કાર જ માની રહ્યાં છે કારણ કે આટલી ઊંચેથી પડ્યાં પછી જીવ બચાવો શકય નથી.

image source

પોલીસે હવે સુરક્ષાની ખોટ કેવી રીતે થઈ તે અંગે તપાસ શરૂ કરી છે. જ્યારે આ અંગે દાગેસ્તાન પર્યટન મંત્રાલયનું કહેવું છે કે આ ઝૂલો સલામતીનાં ધોરણોને પૂરાં કરતો નથી અને કાયદા અમલીકરણ એજન્સીઓ અને અન્ય સેવાઓ પહેલેથી આ વિશે તપાસ કરી રહી છે. અમે સુનિશ્ચિત કરવા તપાસ કરી રહ્યા છીએ કે ભવિષ્યમાં હવે આવો કોઈ ભય નથી.

આ અગાઉ જાન્યુઆરીમાં પણ આવો એક કિસ્સો સામે આવ્યો હતો જે ઓસ્ટ્રિયાનો હતો. ત્યાંના કેરીંથિયામાં 650 ફૂટની ઉંચાઈએ આવેલ ખડકની ધારથી એક મહિલા લપસી ગઈ અને તે નીચે પડી ગઈ હતી. તે સમયે પણ ચમત્કારિક રીતે તે બરફની ઉપર પડી હતી અને જેથી તે બચી ગઈ હતી.