કોરોનાને લઈને આ રાજ્યો થયા સતર્ક, બહારથી આવનારા લોકો માટે બનાવાયો આ નિયમ

દેશમાં કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. એવામાં અનેક રાજ્યોએ અન્ય દેશોથી આવી રહેલા લોકોને માટે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ લાવવાનું કહ્યું છે. મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશની સાથે પંજાબમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.

image source

બુધવારે 6 દિવસમાં ત્રીજી વાર નવા કોરોના સંક્રમિતોની સંખ્યા 13000ને પાર કરી ચૂકી છે. કોરોના મહામારીથી નિપટવા માટે કેન્દ્ર સરકારે દેશના 9 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ કાશ્મીરમાં એક ટીમ મોકલી છે. નેગેટિવ રિપોર્ટ 72 કલાક જૂનો હશે તો ચાલશે નહીં. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યું કે મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત અને છત્તીસગઢમાં કોરોનાના નવા કેસની સંખ્યા વધી છે.

જાણો કયા પ્રદેશોમાં નેગેટિવ રિપોર્ટની રહે છે જરૂર

દિલ્હી

image source

અહીંની સરકારે મહારાષ્ટ્ક, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને પંજાબના યાત્રીઓને માટે દિલ્હીમાં એન્ટ્રી કરનારા માટે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ જરૂરી રહે છે. આ રાજ્યોમાં ફ્લાઈટ્સથી જનારા માટે ટ્રેન અને બસથી મુસાફરી કરનારા માટે પણ આ કોરોના નેગેટિવ રિપોર્ટ દેખાડવાનું જરૂરી બન્યું છે.

પશ્ચિમ બંગાળ

દિલ્હી બાદ પ. બંગાળની સરકારે પણ રાજ્યમાં પ્રવેશ કરનારા માટે કોરોના નેગેટિવ રિપોર્ટ લાવવાનું જરૂરી બનાવ્યું છે. મમતા સરકારે મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, તેલંગાણાથી ફ્લાઈટથી આવનારા લોકો માટે યાત્રીઓનો નેગેટિવ રિપોર્ટ જરૂરી બનાવ્યો છે. આ સિવાય તેમને એન્ટ્રી અપાશે નહીં. આ નિયમ અહીં 27 ફેબ્રુઆરીથી લાગૂ કરાશે. આ રિપોર્ટ 72 કલાકથી વધુ જૂનો હશે તો માન્ય રહેશે નહીં.

કર્ણાટક

image source

કર્ણાટક સરકારે પણ મહારાષ્ટ્ર, કે કેરળથી આવનારા લોકો માટે કોરોના નેગેટિવ રિપોર્ટ જરૂરી બનાવ્યો છે. યાત્રી બસ, ટ્રેન કે ફ્લાઈટ કોઈ પણ રીતે આવે તેઓએ નેગેટિવ સર્ટિફિકેટ આપવાનું રહે છે. ફ્લાઈટથી આવનારા લોકો માટે રિપોર્ટ 72 કલાક પહેલાનો હોવો જોઈશે.

મહારાષ્ટ્ર

કોરોનાના વધતા કેસને લઈને મહારાષ્ટ્ર સરકારે ગુજરાત, ગોવા, રાજસ્થાન, કેરળ અને દિલ્હી થી આવનારા લોકો માટે નેગેટિવ રિપોર્ટ સાથે લાવવાનું જરૂરી કર્યું છે. આ નેગેટિવ રિપોર્ટ 72 કલાક પહેલાની હોવી જોઈએ. ફલાઈટ, ટ્રેન કે બસથી આવનારા માટે આ નિયમ લાગૂ થશે.

ઉત્તરાખંડ

image source

આ રાજ્યમાં મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ અને મધ્યપ્રદેશની સાથે છત્તીસગઢમાં આવનારા લોકો માટે પણ કોરોનાનું નેગેટિવ સર્ટિફિકેટ જરૂરી છે. જિલ્લા અધિકારીના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વધતા કેસને લઈને આ નિર્ણય લેવાયો છે.

મણિપુર

image source

અહીં મહારાષ્ટ્ર અને કેરળથી આવનારા મુસાફરોને માટે પ્રવેશ કરવા માટે કોરોના ટેસ્ટ કરાવવાનો રહેશે. આ નિયમ ફક્ત ફ્લાઈટથી આવનારા લોકો માટે લાગૂ રહેશે.

જમ્મૂ કાશ્મીર

image source

શ્રીનગરથી દેશમાં કોઈ પણ રાજ્યથી આવનારા લોકો માટે નેગેટિવ રિપોર્ટ અનિવાર્ય રહે છે.

આ તમામ રાજ્યોની સાથે મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા, લદ્દાખમાં પણ યાત્રીઓને માટે નેગેટિવ રિપોર્ટ બતાવવાનું જરૂરી બન્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!