Shilpa Shetty ના પૂરા પરિવારને થયો કોરોના, અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર જાણકારી આપતા કહ્યું કે…

રિયાલિટી શો સુપર ડાન્સર 3ની જજ શિલ્પા શેટ્ટી કુંદરા માથે મોટી મુસીબત આવી પડી છે. છેલ્લા 2 એપિસોડથી સુપર ડાન્સર શોમાંથી ગાયબ થયેલી શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી જણાવ્યું હતું કે છેલ્લા 10 દિવસથી તેના પરિવાર પર મોટી મુસીબત આવી ગઈ છે.

image source

શિલ્પા શેટ્ટીએ કરેલી પોસ્ટથી રીતસર ખળભળાટ મચી ગયો છે. શિલ્પા શેટ્ટી જ્યારથી શોમાંથી ગાયબ થઈ છે ત્યારથી ચર્ચા હતી કે તેને કોરોના હશે. પરંતુ આજે અભિનેત્રીએ જણાવ્યું કે માત્ર તે જ નહીં પરંતુ તેના ઘરના બધા જ સભ્યો કોરોના પોઝિટિવ છે. ચિંતાની વાત એ છે કે તેની નાનકડી દીકરી સમીશા, દીકરો વિયાન પણ કોરોના પોઝિટિવ છે.

image source

શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે તેના સાસુ, સસરા, માતા, પતિ રાજ કુંદરા, દીકરી સમીશા અને વિયાન પણ કોરોના પોઝિટિવ છે. આ સિવાય તેના ઘરના સ્ટાફના કેટલાક સભ્યો પણ કોરોના પોઝિટિવ છે.

image source

શિલ્પાએ તેના સોશિયલ મીડિયાના મેસેજમાં લખ્યું છે કે એક પરિવાર તરીકે છેલ્લા 10 દિવસ મારા માટે ખુબ જ મુશ્કેલી ભર્યા હતા. મારા સાસુ, સસરા, માતા, વિયાન, સમીશા અને રાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેઓ ઘરમાં જ સારવાર લઈ રહ્યા છે. તેઓ તમામ ગાઈડલાઈનનું પાલન કરી રહ્યા છે. તે ડોક્ટરની સલાહ અનુસાર આઈસોલેટ થયા છે. આ સિવાય તેણે જણાવ્યું હતું કે તેના ઘરના સ્ટાફ મેમ્બર્સ પણ કોરોના પોઝિટિવ છે. તેમને પણ મેડિકલ સુવિધા આપવામાં આવી રહી છે. હાલ બધા જ રિકવરી મોડ પર છે. જો કે શિલ્પાએ આ સાથે જાણકારી આપી હતી કે તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેમ છતાં તે પ્રોટોકોલ અનુસાર સેફ્ટી મેજર ફોલો કરી રહી છે.

image source

મહત્વપૂર્ણ છે કે શિલ્પા શેટ્ટીએ રાજ કુંદ્રા સાથે 2009માં લગ્ન કર્યા હતા. લગ્નના 3 વર્ષ બાદ વર્ષ 2012માં તેના પહેલા દીકરા વિયાનનો જન્મ થયો હતો. જ્યારે લગ્નના 11 વર્ષ બાદ એટલે કે 2020માં શિલ્પા દીકરી સમીશાની માતા બની હતી. સમીશાનો જન્મ સરોગસીથી થયો હતો.

image source

શિલ્પા શેટ્ટી છેલ્લા ઘણા સમયથી ફિલ્મોથી દૂર હતી. પરંતુ હવે તે શબ્બીર ખાનની ફિલ્મ નિકમ્માથી બોલિવૂડમાં કમબેક કરશે. આ ફિલ્મ જૂન મહિનામાં રિલીઝ થવાની હતી પરંતુ કોરોનાના કારણે આ ફિલ્મની રિલીઝ પણ ટળી ગઈ છે. આ સિવાય શિલ્પા પરેશ રાવલ સાથે હંગામા ફિલ્મમાં પણ જોવા મળશે.