સોશિયલ મીડિયા પર મનફાવે એવી પોસ્ટ કરનારાની ખેર નથી, સરકારે પાડી નવી ગાઈડલાઈન, જાણી લો નહીંતર ભેરવાશો

હાલમાં સોશિયલ મીડિયા, OTT પ્લેટફોર્મ્સ અને ન્યૂઝ વેબસાઈટને લઈ ઘણી ચર્ચાઓ કરવામાં આવી રહી છે અને લોકો આ પ્લેટફોર્મ પર ગમે તે અપલોડ કરતાં રહે છે. ત્યારે હવે એ શક્ય નહીં બને અને તેના પર રોક લગાવવામાં આવી છે. તો આવો જોઈએ કે શું નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ગુરુવારે સોશિયલ મીડિયા, OTT પ્લેટફોર્મ્સ અને ન્યૂઝ વેબસાઈટ માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. તેમણે કહ્યું હતું કે સોશિયલ મીડિયાના એબ્યૂઝ અને મિસયુઝ વિરુદ્ધ યુઝર્સને તેમની ફરિયાદોના સમય સીમા અંતર્ગત નિરાકરણ માટે એક ફોરમ મળવું જોઈએ. એ માટે કંપનીઓએ એક વ્યવસ્થા બનાવવી જોઈએ. આ સાથે જ કહ્યું કે સોશિયલ મીડિયા કંપનીઓએ ફરિયાદો સાંભળવા માટે પણ એક અધિકારીની નિમણુક કરવી જોઈએ અને તેનું નામ પણ જાહેર કરવું જોઈએ.

image source

આગળ વાત કરતાં રવિશંકરે કહ્યું કે આ અધિકારીએ 15 દિવસની અંદર ફરિયાદનું સમાધાન પણ કરી નાખવાનું. એમાં પણ ખાસ વાત તો એ કે જો ફરિયાદ ન્યૂડિટીના મુદ્દે હોય તો 24 કલાકની અંદર જ તેની સાથે જોડાયેલી કન્ટેન્ટ હટાવી પણ નાખવી.. જો તમે કોઈ સોશિયલ મીડિયા યુઝર્સની કન્ટેન્ટ હટાવો છો તો એ માટે તમારે પૂરતાં કારણો આપવાં પડશે. ખોટી કન્ટેન્ટ પહેલી વખત કોણે નાખી છે એ પણ જણાવવું પડશે.

image source

આ સાથે જ જો વાક કરવામાં આવે તો સુચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે OTT અને ડિજિટલ ન્યૂઝ પોર્ટલ વિશે કહ્યું છે કે, તેમના ત્યાં પોતાને નિયંત્રિત કરવાની વ્યવસ્થા છે. જે રીતે ફિલ્મો માટે સેન્સર બોર્ડ છે તેવી જ રીતે વ્યવસ્થા OTT માટે પણ કરવામાં આવે. તેના પર દર્શાવવામાં આવતું કન્ટેન્ટ ઉંમર પ્રમાણેની હોવી જોઈએ, નહીં કે આડેધડ મનફાવે તેમ દર્શકોને આકર્ષવા માટે ગમે તે પીરસી દો. રવિશંકર પ્રસાદે કહ્યું છે કે અમારી સામે ફરિયાદ આવી હતી કે સોશિયલ મીડિયા ક્રિમિનલ, આતંકવાદી, હિંસા ફેલાવનાર લોકોને પ્રમોટ કરતું પ્લેટફોર્મ બની ગયું છે.

આંકડા સાથે વાત કરવામાં આવે તો સાંભળીને તમે પણ ચોંકી જશો કે ભારતમાં વ્હોટ્સએપના યુઝર્સ 50 કરોડ છે. ફેસબુકના 41 કરોડ યુઝર્સ છે. ઈન્સ્ટાગ્રામ યુઝર્સની સંખ્યા 21 કરોડ અને ટ્વિટરના 1.5 કરોડ યુઝર્સ થઈ ગયા છે. તો વિચારો કે ફેક ન્યૂઝ ફેલાવવા માટે કેટલી ફરિયાદો થઈ હશે. આ સોશિયલ મીડિયાના ખોટા ઉપયોગ અને ફેક ન્યૂઝની ફરિયાદો આવી છે. જેના કારણે હવે નવા નિયમો ઘડવાની ફરજ પડી છે અને જે બધાએ પાળવા પડશે. જો નહીં પાળે તો તેના પર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.

image source

પોતાની વાત આગળ કરતાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું- હવે એવું થઈ ગયું છે કે ડિજિટલ મીડિયા ન્યૂઝ પોર્ટલની જેમ કરોડો ઓટીટી પ્લેટફોર્મ આવી ગયા છે. જે પ્રેસથી આવે છે એને પ્રેસ કાઉન્સિલનો કોડ ફોલો કરવાનો હોય છે, પરંતુ ડિજિટલ મીડિયા માટે આવું કોઈ બંધન નથી હોતું. જેના કારણે થાય છે એવું કે ટીવીવાળા કેબલ નેટવર્ક એક્ટ અંતર્ગત કોડ ફોલો કરે છે, પરંતુ ઓટીટી પ્લેટફોર્મ માટે આવો કોઈ નિયમ હોતો નથી. જેથી હવે સરકારે વિચાર્યું છે કે દરેક મીડિયા પ્લેટફોર્મ માટે એક જ ન્યાયિક નિયમ હોય અને જે દરેકે ફોલો કરવો જ પડશે.

અમુક નિયમનું પાલન દરેક લોકોએ કરવું પડશે અને એ માટે એક ખાસ વ્યવસ્થા પણ બનાવવી પડશે. આ માટે શું કરવામાં આવ્યું એ પણ જણાવી દઈએ કે એ માટે બંને ગૃહમાં OTT પર 50 સવાલ પૂછવામાં આવ્યા. ત્યાર પછી અમે દિલ્હી, મુંબઈ અને ચેન્નઈમાં OTT સાથે જોડાયેલા લોકોની મીટિંગ પણ બોલાવી. અમે તેમને સેલ્ફ રેગ્યુલેશનની વાત કરી હતી, પરંતુ એ ના થયું. બીજી મીટિંગમાં અમે 100 દિવસની અંદર વ્યવસ્થા કરવાનું કહ્યું, એ પણ ન થયું. ત્યાર પછી અમે મીડિયા માટે ઈન્સ્ટિટ્યૂટ સિસ્ટમ તૈયાર કરવા કહ્યું અને અમુક નિયમો ઘડી કાઢ્યાં કે જે દરેકે કડક પણે ફોલો કરવાના રહેશે.

image source

OTT અને ડિજિટલ ન્યૂઝ માટે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે જેમાં ઘણા મુદ્દાઓ વિશે વાત કરવામાં આવી છે એ કંઈક આ પ્રમાણે છે.

ફરિયાદોનો ઉકેલ લાવવા માટે સિસ્ટમ બનાવવામાં આવે. તેમણે સેલ્ફ રેગ્યુલેશન બોડી બનાવવી પડશે. તેને સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટ રિટાયર્ડ જજ અથવા આ જ લેવલના કોઈ વ્યક્તિ લીડ કરશે ધારો કે કોઈ મામલે તરત એક્શન લેવાની જરૂર છે તો તે માટે સરકાર સ્તર પર એક વ્યવસ્થા કરવામાં આવે. જે આવી બધી ઘટનાઓને જુએ. પેરેન્ટલ લોક જેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે. જેથી વડિલો પોતા બાળકો માટે અમુક પ્રકારની કન્ટેન્ટ બ્લોક કરી શકે જે તેમના માટે યોગ્ય નથી. OTT અને ડિજિટલ ન્યૂઝ માટે 3 તબક્કામાં મિકેનિઝમ થશે. તે દરેકે તેમની માહિતી આપવાની રહેશે. રજિસ્ટ્રેશન માટે કોઈ ખાસ નિયમો નહીં હોય પરંતુ માહિતી ચોક્કસ આપવી પડશે.

image source

ફિલ્મોની જેમ OTT પ્લેટફર્મને પણ પ્રોગ્રામ કોડ ફોલો કરવાનો રહેશે. કન્ટેન્ટ વિશે ઉંમર પ્રમાણે ક્લાસિફિકેશન કરવું પડશે. એટલે કે કયું કન્ટેન્ટ કઈ ઉંમરના વ્યક્તિઓ માટે યોગ્ય છે. તેને 13+, 16+ અને A કેટેગરીમાં વહેંચવામાં આવશે.

એ જ રીતે વાત કરીએ તો સોશિયલ મીડિયા માટે નવા નિયમ બનાવ્યા છે જે પણ કરોડો લોકોએ ફોલો કરવાના રહેશે. એ નિયમો કંઈક આવા છે.

કોઈપણ અફવા અથવા ખોટી કન્ટેન્ટને પોસ્ટ કરે છે તો તમારે જણાવવું પડશે કે પહેલીવાર આ પોસ્ટ અથવા કન્ટેન્ટ કોણે આપી છે.

image source

આ કંપનીઓએ દર મહિને એક રિપોર્ટ આપવો પડશે કે કેટલી ફરિયાદો આવી અને તેમના પર શું કાર્યવાહી કરવામાં આવી સોશિયલ મીડિયા કંપનીઓએ યુઝર્સની ફરિયાદો માટે એક અધિકારી રાખવો પડશે અને તેમનું નામ પણ જણાવવું પડશે.

આ ઓફિસરે 15 દિવસની અંદર ફરિયાદનો ઉકેલ લાવવો પડશે. ન્યૂઝના મુદ્દે જો ફરિયાદ હશે તો 24 કલાકની અંદર તેમણે કન્ટેન્ટ હટાવવી પડશે.

image source

ધારો કે તમે કોઈ સોશિયલ મીડિયા યુઝર્સનો કન્ટેન્ટ હટાવો છો તો તમારે એનું કારણ પણ જણાવવું પડશે.

ફરિયાદ પર 24 કલાકની અંદર જ પગલાં લેવાંના અને 15 દિવસની અંદર ઉકેલ લાવવો પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!