વિધવા પુત્રવધૂના સાસરિયાએ ધામધૂમથી કરાવ્યા પુન: લગ્ન, સસરાએ રડતાં રડતાં કહેલા આ શબ્દો સાંભળીને તમે પણ રડી પડશો

સામાજીક પરિસ્થિતિમાં અને સંબધોના સમીકરણમાં ફેરફાર આવ્યા છે. સાસુ-સસરા, દીકરો-વહુ, દીકરી-જમાઈના બદલાઈ રહેલા સમીકરણોમાં અમરેલીના લીલીયામાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે.

image source

આપણા સમાજમાં જયારે પણ આપણે સાસુ-વહુના સંબંધોની વાત કરીએ તો હંમેશા ઝઘડા અને કલેશનો જ વિચાર આવે છે, એટલે જ કહેવામાં આવે છે કે સાસુ અને વહુની એકબીજા સાથે સારી બનતી નથી હોતી. સાસુ હંમેશા વહુનું ખરાબ જ ઇચ્છતી હોય છે અને વહુ સાસુનું. પણ હવે એવું નથી રહ્યું, સમયની સાથે દેશ અને લોકો પણ બદલાઈ રહયા છે અને આ વિચારસરણી પણ બદલાઈ રહી છે.

વિધવા વહુને સાસરીયાઓ પોતાને હાથે પરણાવીને કન્યા વિદાય કરતા હરખની સાથે સાથે પરણીતાના સાસારિયાઓને સલામ કરતો કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો.

image source

એક સમય હતો જ્યારે સસરા બેઠા હોય એ રૂમમાં વહુ આવી નહોતી શકતી. સસરા સાથે એક બેઠકે તે બેસી ન શકે અને સસરાની સામે મોટો ઘૂંઘટ તાણીને ફરવું પડતું. જોકે અત્યારે સસરા પોતાની વિધવા વહુનાં લગ્ન કરાવી આપે, વહુને ભણવા માટે ફૉરેન મોકલે, તેને ગમતું બુટિક ખોલી આપે, જૉબ કરતી વહુને તેના ઘરકામમાં મદદ કરે. સમય સાથે લોકો ખોટી માનસિકતામાંથી બહાર આવ્યા છે.

image source

અમરેલી જિલ્લામા આવેલ લીલીયા ના સલડી ગામમાં પોતાના દીકરાની વહુનુ કન્યાદાન કરી ગોધાણી પરિવારે સમાજમાં નવી મિશાલ ઉભી કરી છે. ગોંડલના ગોધાણી પરિવારના પુત્ર ભાવિકનું દસ મહિના પહેલા અવસાન થયું હતું. એ પછી ગોધાણી પરિવારના સભ્યોએ દીકરાની વહુ પોતાના નવા જીવનની શરૂઆત કરી શકે તે માટે તેના ફરી લગ્ન કરાવવાનો નિર્ણય કર્યો હતો.

એવું માનવામાં આવે છે કે જો પરિણીત સ્ત્રી નાની ઉંમરમાં વિધવા થાય તો તેના માટે આખું જીવન એકલતામાં પસાર કરવું મુશ્કેલ બની જાય છે. અને વાત સાચી પણ છે એવામાં ગોધાણી પરિવારે પોતાની પુત્રવધૂને ફરી લગ્ન કરાવી સંસાર માંડવા તરફ વાળી એ ખરેખર પ્રસંશનીય છે.

સાસુ સસરાએ પુત્રવધૂ માટે વર શોધ્યો

image source

પોતાના દીકરાની વિધવા બનેલી એમની પુત્રવધૂના પુનઃલગ્ન કરવા માટેનો નિર્ણય કર્યા બાદ સસરા ચીમનભાઈ ગોધાણી અને શીતલના પિતા જયંતીભાઈએ યુવકની શોધ શરૂ કરી હતી. એ પછી અમદાવાદમાં રહેતા આંબલીયા પરિવારના નરેશ આંબલીયા સાથે શીતલના લગ્ન કરવાનું નક્કી કરાયું હતું.

આજે અમરેલી જિલ્લાના મોટા લીલીયા ખાતે આવેલા ઉમિયા મંદિરમાં શીતલના અને નરેશના ધામધૂમપૂર્વક લગ્ન કરવામાં આવ્યા હતા. સાસુ સરોજબેન અને સસરા ચુનીભાઈએ પોતાની પુત્રવધૂને દીકરી બનાવી તેનું કન્યાદાન કર્યું હતું.

image source

શીતલના સસરિયાએ જ્યારે એના ફરી લગ્ન કર્યા ત્યારે એ સમયે તેના પિતા જંયતીભાઈ સહિતના પરિવારજનો પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી