કોણ છે ‘મહેશ સવાણી’ જેમણે હજારો દિકરોના જીવનમાં પ્રકાશ પાથર્યો, હવે કેજરીવાલની નાવ પાર લગાવશે

આમ આદમી પાર્ટી દિલ્હીની બહાર નીકળી રહી છે અને પાર્ટી હવે અન્ય રાજ્યોમાં વિસ્તરી રહી છે, તે નોંધનીય છે કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે તેમનો પક્ષ ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પર એકલા લડશે. આ દિશામાં કેજરીવાલે પાર્ટીને મજબુત બનાવવા માટે વ્યૂહરચના બનાવવાની શરૂઆત કરી છે. ગુજરાતના ખ્યાતનામ હીરાના વેપારી મહેશ સવાણી ‘આપ’ માં જોડાયા છે, આથી AAP ખૂબ જ ઉત્સાહિત છે.

image source

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને વરિષ્ઠ આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા રવિવારે સુરત આવ્યા હતા અને તેમણે ટોપી અને ખેસ પહેરાવીને મહેશ સવાણીનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું, મનીષ સિસોદીયાએ કહ્યું હતું કે, મને આનંદ છે કે છેલ્લા 4 મહિનામાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી ઝડપથી વિકાસ પામી છે. લોકોનો પ્રેમ અમને મળી રહ્યો છે. એક ટ્વિટમાં સિસોદિયાએ લખ્યું કે, સફળ ગુજરાત ઉદ્યોગપતિ અને જાણીતા સમાજસેવક મહેશ સવાણી આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા. મહેશભાઇનું આપ પરિવારમાં સ્વાગત છે. ગુજરાત રાજકારણનું હવે નવું વળાંક લઈ રહ્યું છે.

મહેશ સવાણી કોણ છે ?

image source

મહેશ સવાણી હીરાના ઉદ્યોગપતિ છે, મહેશ સવાણી માત્ર સુરતમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે કારણ કે તેમણે સમાજ કલ્યાણ માટે કરેલા કાર્યોને કારણે તેઓ પ્રસિદ્ધ છે. તેમણે અત્યાર સુધીમાં હજારે પિતા વગરની છોકરીઓના લગ્ન કરાવ્યા છે. ગુજરાતમાં તેમને પાલક પિતા કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, મહેશ સવાણી મુળ ભાવનગર જિલ્લાના રાપરડા ગામના વતની છે તેમણે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે. નોંધનિય છે કે, તેમના પિતા વર્ષો પહેલા સૌરાષ્ટ્રથી સુરત આવીને હીરાના વ્યવસાયમાં લાગ્યા હતા. તમને જણાવી દઈએ કે, મહેશ સવાણીના પિતાનું વલ્લભભાઈ છે અને સુરતમાં તેઓ ‘વલ્લભ ટોપી’ના નામે જાણીતા છે.

image source

નોંધનિય છે કે સુરતમાં હીરાના બિઝનેસમાંથી રિયલ એસ્ટેટ તરફ વળી વલ્લભભાઈએ ઘણી સફળતા સાથે સારી એવી સંપત્તિ પણ બનાવી. નોંધનિય છે આજે હિરા,શિક્ષણ, હોસ્પિટલ, રિયલ એસ્ટેટ સહિતના બિઝનેસ ક્ષેત્રે કાર્યરત પી.પી. સવાણી ગ્રૂપનું સંચાલન મહેશભાઈ સવાણી કરી રહ્યાં છે. તો બીજી તરફ વર્ષ 2020માં બિલ્ડરનું અપહરણ કરવા મામલે તેમની સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.

image source

મહેશ ભાઈ સવાણી સમગ્ર ગુજરાતમાં એક પાલક પિતા તરીકેની ઓળખ ધારવે છે. તેમના બિઝનેશની વાત કરીએ તો આશરે 2500 કરોડ રૂપિયાથી વધુંનુ ટર્નઓવર ધરાવતા આ ગ્રૂપના એમડી તરીકે કામ કરી રહેલા મહેશ સવાણી પણ પિતાની સેવાકીય પ્રવૃતિને આગળ વધારી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે, મહેશ સવાણી પિતા વિહોણી દીકરીઓના લગ્ન કરાવે છે તેમા કોઈ પણ નાતજાતનો ભેદભાવ રાખવામાં આવતો નહોતો. આ ઉપરાંત છેલ્લા ઘણા વર્ષોથી સમૂહલગ્નનું આયોજન કરતા મહેશ સવાણીએ પોતાના દીકરાના લગ્ન પણ આ રીતે જ સાદાઈથી કરાવ્યા હતા અને સમાજને અનોખો સંદેશો આપ્યો હતો. એટલુ જ નહીં મહેશભાઈએ ઉરીમાં શહીદ થયેલા જવાનોના બાળકોના ભણતરના ખર્ચની જવાબદારી પણ તેમણે લીધી હતી. આ ઉપરાંત પી.પી. સવાણી ગ્રૂપ રિયલ એસ્ટેટ બિઝનેસની સાથે સાથે સુરતમાં ગુજરાતી, હિન્દી અને ઈંગ્લિશ માધ્યમની સ્કૂલો પણ ચલાવે છે.

image source

તો બીજી તરફ પી.પી. સવાણી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ગરીબ દર્દીઓ પાસે મામુલી ચાર્જ લઈ હાર્ટ સર્જરીની સુવિધા પુરી પાડવામાં આવે છે. એટલુ જ નહીં રાજ્યમાં કોરોનાની બીજી લહેરે જ્યારે કાળો કહેર વર્તાવ્યો હતો ત્યારે મહેશભાઈ સવાણીએ ‘સેવા’ નામે શરુ કરેલા સંગઠના માધ્યમથી 11 કોવિડ અઈસોલેશન સેન્ટરો શરૂ કર્યા હતા. તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રના ગામડાઓમાં પણ વતનનું ઋણ ચુકવવા તેમની ટીમ લઈને કોરોનાના દર્દીઓની સારવાર કરવા માટે પહોંચ્યા હતા અને ગામડામાં સેવાયજ્ઞ શરૂ કર્યો હતો.

કેજરીવાલના ગૂડ-ગવર્નસ મોડેલથી પ્રેરિત થયા સવાણી

મહેશ સવાણી ગુજરાતમાં રાજકીય રીતે મજબૂત પાટીદાર સમાજમાંથી આવે છે, મહેશ સવાણીની તેમના વિસ્તારમાં મજબૂત પકડ છે. તેથી આવનારા સમયમાં ભાજપને જોરદાર ટક્રર મળશે તેવી વકી છે. મહેશ સવાણીએ આ પ્રસંગે કહ્યું હતું કે તેઓ અરવિંદ કેજરીવાલના સુશાસનના મોડેલથી પ્રભાવિત થયા બાદ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, તેમણે કહ્યું કે આમ આદમી ગુજરાતમાં એક પ્લોટ જેવી છે જેના પર આધુનિક ગુજરાતનો પાયો નાખી શકાય છે અને ઉમેર્યું હતું કે તેઓ માત્ર સુરત માટે જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે કામ કરવા માગે છે.

આવતા વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે

image source

તમને જણાવી દઈએ કે આવતા વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, આમ આદમી પાર્ટીએ તમામ 182 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!