300 દર્દીનાં સગાં લાઇનમાં ઉભા ઉભા ઓક્સિજન નહીં પણ જાણે જીવ માંગી રહ્યા હોય એવી હાલત, 75 હોસ્પિટલમાં તંગી

કોરોનાને નાથવા માટે સરકાર નવા નવા પલગા લઈ રહી છે અને લોકો પણ પોતાની રીતે પુરી રીતે સેફ્ટી રાખી રહી છે ત્યારે હાલમાં રૂપાણી સરકારે નવા નિયમો પણ બહાર પાડવામાં આવ્યા છે. આજે જ લીધેલા નવા નિર્ણય પ્રમાણે જો વાત કરવામાં આવે તો હવે 20ની જગ્યાએ રાજ્યના 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયનો અમલ 28મી એપ્રિલથી 5 મે સુધી અમલમાં રહેશે. ત્યારે કોરોનાના ગંભીર દર્દીઓ વધતાં શહેરમાં ઓક્સિજનની ભારે તંગી સર્જાઈ છે, જેને કારણે ઓક્સિજન રિફિલિંગ પ્લાન્ટો પર ધસારો વધ્યો છે. બીજી તરફ, ઓક્સિજનની સાથે સાથે ખાલી સિલિન્ડરની પણ અછત સર્જાવા લાગી છે.

image source

હાલમાં હાલત એવી થઈ ગઈ છે કે, જેથી લોકો હવે ઓક્સિજનના સિલિન્ડરને બદલે ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતા કાર્બનડાયોક્સાઇડ કે હાઈડ્રોજનના સિલિન્ડર પર રેગ્યુલેટર લગાવી રિફિલિંગ માટે પ્લાન્ટ પર પહોંચે છે, જે ગાઇડલાઇન્સની વિરુદ્ધમાં હોવાથી જીવતા બોમ્બ સમાન છે. આવા સિલિન્ડરમાં ઘણીવાર ઓક્સિજન ભરીને આપી દેવાય છે, જેને કારણે મોટી દુર્ઘટનાની ભીતિ પણ રહે છે. જો આ પહેલાં પણ ઘણી હોસ્પિટલમાં બહાર આવ્યું છે કે ઓક્સિજન ટેન્કમાં ધમાકો થયો છે અને દર્દીઓના જીવ જોખમે પણ છે. તો વળી સામે આવી રહ્યું છે કે સંસદસભ્યો, ધારાસભ્યો, કોર્પોરેટરો, સંગઠનના નેતાઓની પણ ભલામણ થતી હોય છે. ખાનગી હોસ્પિટલોમાં પણ વધુ ઓક્સિજન પહોંચાડવા ભલામણ થતી હોવાનું પ્લાન્ટ પાસેથી જાણવા મળ્યું હતું.

image source

જો કે એક વાત એવી પણ છે કે ઓક્સિજન-સિલિન્ડરની અછત પાછળનું એક કારણ એ પણ છે કે પ્લાન્ટના સ્ટોકમાં રહેલાં સિલિન્ડર રૂ. 10થી 15 હજાર ડિપોઝિટ લઈ હોમ ક્વોરન્ટીઇ દર્દીઓ માટે ભાડે અપાતાં હતાં, જો કે એ પાછાં જમા ન થતાં ઓક્સિજનનાં સિલિન્ડરોની અછત સર્જાઈ છે. રિફિલિંગ પ્લાન્ટમાંથી રૂ.350થી 400માં ઓક્સિજન લાવતી ખાનગી કોવિડ હોસ્પિટલો પડતર ખર્ચ પેટે રૂ. 3 હજારથી 9 હજાર જેટલા વસૂલે છે.

image source

હોસ્પિટલો ટેમ્પો ભાડે કરાવી પ્લાન્ટ પર સ્ટાફને મોકલે છે. ઉપરાંત રૂ. 800થી 900ના ઓક્સિજન-સિલિન્ડર પરનાં રેગ્યુલેટર કાળાં બજારમાં 4 હજારથી 7 હજાર સુધીમાં વેચાઈ રહ્યાં છે. રિફિલિંગ પ્લાન્ટ ખાતે કોરોનાના દર્દીઓને ઝડપી ઓક્સિજન મળી રહે એ માટે ઘણા લોકો નેતાઓની ભલામણ પણ કરાવે છે.

image source

આ સાથે જ કોરોનાની બગડતી સ્થિતિની વચ્ચે મદ્રાસ હાઈકોર્ટે સોમવારે ઈલેક્શન કમિશનની ઝાટકણી કાઢી હતી. ચીફ જસ્ટિસે તો એટલે સુધી કહીં દીધું કે કોરોનાની બીજી લહેર માટે ઈલેક્શન કમિશન જવાબદાર છે. તેમણે કમિશનને ચેતવણી આપી હતી કે 2 મે એટલે કે કાઉન્ટિંગના દિવસ માટે કોવિડ પ્રોટોકોલ બનાવવામાં આવે અને તેનું પાલન કરવામાં આવે. જો આમ ન થયું તો અમે કાઉન્ટિંગ શેડ્યુઅલ રોકવા મજબૂર થઈ જઈશું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!