પ્લેન ક્રેશ થયું, જંગલોમાં જઈને પડ્યો, સતત પાંચ અઠવાડિયા સુધી ઈંડા ખાઈને જીવતો રહ્યો, જાણો સમગ્ર કહાની

આપણે એવી ઘણી ઘટના જોઈ છે કે જેમાં માણસના બચવાની કોઈ જ શક્યતા ન દેખાતી હોય. પણ છતાં તે માણસ બચી જાય અને લોકો વિચારમાં પડી જતાં હોય છે. કંઈક એવો જ કિસ્સો હાલમાં સામે આવ્યો છે કે જેમાં રામ રાખે તેને કોણ ચાખે એ ઉક્તિ સાચી થતી જણાઈ રહી છે. તો આવો આ ઘટના વિશે વાત કરીએ. બન્યું એવું કે 36 વર્ષનો એક પાઇલટ એમેઝોનના ખતરનાક જંગલોમાં ફસાઈ ગયા પછી અંતે તે પોતાના ઘરે પહોંચ્યો હતો.

image source

એન્ટોનિયો સેના નામની આ વ્યક્તિ છેલ્લાં 5 અઠવાડિયાથી જંગલમાં તેના દિવસો પસાર કરી રહ્યો હતો. ત્યારે સવાલ થાય કે તેણે ખાવાપીવાનું શું કર્યું તો એવી માહિતી મળી રહી છે કે આ પાંચ સપ્તાહ દરમિયાન તેણે ચકલીનાં ઈંડાં અને જંગલી ફળો ખાઈને એ દિવસો પસાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે એન્ટોનિયો 28 જાન્યુઆરીથી ગુમ હતો. તેણે પોર્ટુગલના અલેંકેર શહેરથી ઉડાન ભરી હતી અને તે અલમેરિયમ શહેર જઈ રહ્યો હતો.

image source

કહેવામાં આવી રહ્યું છે કે તેના પ્લેનમાં મિકેનિકલ પ્રોબ્લેમ આવ્યા પછી તેણે પ્લેનને એમેઝોનના જંગલમાં લેન્ડ કરાવવાનું નક્કી કર્યું. જો કે એ પહેલાં પ્લેનનમાં આગ લાગી ગઈ હતી. પરંતુ વાત કંઈક એવી હતી કે પ્લેન ક્રેશ થાય એ પહેલાં એન્ટોનિયોએ એક બેગમાં બ્રેડ અને જરૂરી સામાન મૂકી દીધો. ત્યારબાદની જો વાત કરીએ તો એન્ટોનિયો પ્લેન ક્રેશમાંથી તો બચી ગયો, પરંતુ એમેઝોનનાં વેરાન જંગલોમાં તેમને ઓછી મુશ્કેલીઓનો સામનો નહોતો કરવો પડ્યો. તેણે તેનું પહેલું અઠવાડિયું તો પ્લેનની પાસે જ બેસીને પસાર કર્યું હતું.

image source

એક તો જંગલમાં તેની મુશ્કેલીનો પાર નહીં અને બીજી બાજુ એન્ટોનિયો ગુમ થયા પછી તેમની રેસ્ક્યૂ ટીમ એક્ટિવ થઈ ગઈ હતી જે તેના માટે ખુબ જ સારુ કામ થઈ ગયું. આ દરમિયાન તેણે પક્ષીનાં ઈંડાં અને જંગલી ફળો ખાઈને તેના દિવસો પસાર કરવાનો પ્રયત્ન કર્યોવ હતો જેના વિશે માહિતી આપી હતી. પોતાના પ્લેન પાસે ઘણા દિવસો સુધી રહ્યા પછી એન્ટોનિયા સતત મદદ મેળવવા માટે જંગલમાં ચાલતો રહ્યો.

image source

આ દરમિયાન તેને રેસ્ક્યૂ ટીમ પણ મળી ગઈ. આ ટીમને મળ્યા પછી તે ઘણો ઈમોશનલ થઈ ગયો અને આંખમાંથી આંસુ સરી પડ્યા હતા. 36 વર્ષના આ પાઈલટનું વજન પણ ઓછું થઈ ગયું હોવાની માહિતી સામે આવી હતી.

એક મહિના કરતાં પણ વધુ સમય સુધી જંગલી જાનવરોની હાજરીવાળા એમેઝોન જંગલમાં પણ એન્ટોનિયા મજબૂતથી ટકી રહ્યો હતો જેના લીધે તે લોકો વચ્ચે વખણાઈ રહ્યો હતો. ડોક્ટર્સે અમુક નાની-મોટી ઈજા અને ડિહાઈડ્રેશનની ટ્રીટમેન્ટ કરીને તેને હોસ્પિટલમાંથી રજા પણ આપી દીધી છે.

image source

આ બધી ઘટના પછી એન્ટોનિયાએ ઈમોશનલ થતાં કહ્યું હતું કે એક વસ્તુ જેણે મને સતત હિંમત આપી અને આ મુશ્કેલ સમયમાંથી બહાર આવવામાં મદદ કરી એ મારા પરિવાર પ્રતિ મારો પ્રેમ હતો. હું મારા પરિવારને ફરી મળવા માગતો હતો. હું મારાં ભાઈ-બહેન અને પેરન્ટ્સને મળવા માગતો હતો. ત્યારે હવે આ શખ્સની કહાની ચારેકોર વાયરલ થઈ રહી છે અને લોકો નસીબ સાથે આ ઘટનાને સરખાવી રહ્યાં છે.