પુત્ર સાંભળી ન શકતો હોવાથી લોકો ઉડાવતા હતા મજાક, ડોક્ટર પિતાએ ભર્યું ચોકાવનારૂ પગલું

મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના રાશિનમાં એક પ્રતિષ્ઠિત ડોક્ટરે પૂરા પરિવાર સાથે આત્મહત્યા કરી લીધી છે. ડોક્ટરે તેની પત્ની અને બે બાળકો સાથે પોતાનો પણ જીવ આપી દીધો. ડોક્ટરનું નામ મહેન્દ્ર થોરાટ છે.

image source

ડોક્ટરે પહેલા તેની પત્ની અને બે બાળકોને ઈંજેકશન આપીને તેની હત્યા કરી અને પછી પોતાનો જીવ આપ્યો. પોલીસે મોતનાં કારણો અને સંજોગો જાણવા માટે સઘન તપાસ હાથ ધરી છે. તેમની પત્નીનું નામ વર્ષા હતું, મોટા પુત્રનું નામ કૃષ્ણ હતું અને સૌથી નાના પુત્રનું નામ કેવલ્ય હતું. તેને ગરીબોના ડોક્ટર તરીકે ઓળખવામાં આવતા હતા. શનિવારે સવારે દર્દીઓ સારવાર માટે ડોક્ટરના ઘરે પહોંચ્યા ત્યારે આત્મહત્યા કરવાનો કિસ્સો બહાર આવ્યો હતો.

પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે

image source

ડો. થોરાટ સોશ્યલ વર્કર તરીકે પણ કામ કરતા હતા, પોલીસને સ્થળ પરથી સુસાઇડ નોટ પણ મળી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ડોક્ટરનો 17 વર્ષનો પુત્ર ઓછુ શાંભળતો હતો. જેના કારણે તેને સામાજિક અપમાનનો સામનો કરવો પડ્યો હતો. આથી ડોક્ટરનો પરિવાર પરેશાન હતો. જો કે, આવા નાના કારણસર આખું કુટુંબ આત્મહત્યા કરી લે, એ કારણ પોલીસના ગળે નથી ઉતરતું. જેથી પોલીસ ઘટના સ્થળેથી પુરાવા એકત્રિત કરી રહી છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. સુસાઇડ નોટમાં એવું જાણવા મળ્યું છે કે તેણે તેની પત્નીની મદદથી જીવનનો અંત લાવવાનો નિર્ણય કર્યો હતો, આ માહિતી પોલીસ ઇન્સ્પેક્ટર ચંદ્રશેખર યાદવે મીડિયા સાથે વાત કરતા કહી હતી.

શું લખ્યું હતું સૂસાઈડ નોટમાં

image source

તો બીજી તરફ ઘટના સ્થળેથી મળેલી સુસાઈડ નોટ લખ્યું છે કે, હવે વધુ સહન કરવાની શક્તિ અમારામાં રહી નથી. જેથી અમે હંમેશને માટે આ દુનિયાને છોડી રહ્યા છીએ. કૃષ્ણા સાંભળી શકતો ન હોવાથી સમાજ દ્વારા તેની સાથે ખરાબ વ્યવહાર કરવામા આવી રહ્યો છે જે હવે અમારાથી સહન થતું નથી. અમે કૃષ્ણનું દુઃખ સહન કરી શકીએ તેમ નથી. તેમણે લખ્યું કે અમે સમાજમાં એક અપરાધીની માફક અનુભવ કરી રહ્યા છીએ. જેથી સમાજમાં અપરાધના બોજ હેઠળ રહેવું અમારાથી સહન થતું નથી.

image source

તેમણે આગળ લખ્યું કે છેલ્લા ઘણા સમયથી અમે લોકો ખુબ જ દુઃખનો સામનો કરી રહ્યા છીએ. મારા પુત્ર કૃષ્ણાને પણ કોઈ વાતમાં મન લાગતુ નથી અને તેને કોઈ રસ્તો દેખાતો નથી. આ ઉપરાંત તેને હંમેશા ખરાબ લાગે છે, પણ તે આ અંગે કઈ કહેતો નથી. પરંતુ અમે એક માતાપિતા તરીકે તે જે દુખનો અહેસાસ કરે છે તે અમારાથી જોઈ શકાતુ નથી. તેમણે એમ પણ લખ્યું કે આ આત્મહત્યા પાછળ કોઈને પણ ડાયરેક્ટ કે ઈનડાયરેક્ટ રીતે દોષિત ઠેરવવવામાં ન આવે. ડોક્ટર થોરાટનો દિકરો કૃષ્ણા ક્રિકેટર હતો. તે પુણેની સ્પોર્ટ્સ ઈન્સ્ટિટ્યુટમાંથી અભ્યાસ કરતો હતો અને રાજ્યમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનને કારણે ઘરે આવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!