કોવિશીલ્ડ વેક્સિન લીધા બાદ એન્ટીબોડી ના બનતા અદાર પૂનાવાલા સહિત 7 લોકો સામે કોર્ટમાં કેસ, જાણો ક્યાં બની આ ઘટના

ભારતમાં 16 જાન્યુઆરીથી ચાલી રહેલી દુનિયાની સૌથી મોટી કોરોના વેક્સીનેશન ડ્રાઈવ (Corona Vaccination Drive) જોરશોરથી આગળ વધી રહી છે. દેશમાં અત્યાર સુધી 1 કરોડ 17 લાખથી વધુ લોકો ઓછામાં ઓછો એક ડોઝ લગાવી ચૂક્યા છે. વેક્સીનેશન અભિયાન સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ (Covishield ) અને ભારત બાયોટેકની કોવેક્સીન (CoVaccine) ના માધ્યમથી ચાલી રહ્યું છે.

image source

દેશમાં ચાલી રહેલ મહાઅભિયાનની વચ્ચે વેક્સીનનો પહેલો ડોઝ 14 દિવસની અંદર જ અસરદાર સાબિત થવાની વાત સામે આવી છે.  કોવિશીલ્ડ વેક્સીનનો પહેલા ડોઝ બાદ વૈજ્ઞાનિકોએ જાણ્યું કે, જે લોકોની અંદર વેક્સીન લગાવતા પહેલા એન્ટીબોડીઝ હતી, તેમની અંદર વેક્સીન લગાવવાના 7 દિવસ બાદ બહુ જ તેજીથી એન્ડીબોડી ડેવલપ થવા લાગી. તો જેમની અંદર વેક્સીન લગાવતા પહેલા એન્ડીબોડી ન હતી, તેમના શરીરમાં પહેલો ડોઝ લાગ્યા બાદ 14 માં દિવસની અંદર એન્ડીબોડી બનવાનું શરૂ થઈ જાય છે. પરંતુ અહીં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યૂપીની રાજધાની લખનઉમાં કોવિશીલ્ડ વેક્સિન લીધા બાદ એન્ટીબોડી ન બનવાનો કેસ સામે આવતા સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલા સહિત 7 લોકો પર કેસ દાખલ કરાયો.

કોવિશીલ્ડ વેક્સિન લીધા બાદ એન્ટીબોડી ન બનવાનો કેસ સામે આવતા સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલા સહિત 7 લોકો પર કેસ દાખલ કરાયો હોવાનું યૂપીમાં સામે આવ્યું છે. અહીં કોર્ટમાં અરજી દાખલ કરાતા રિપોર્ટ લઈને 2 જુલાઈએ સુનાવણીનો આદેશ અપાયો છે.

અરજીમાં કરાયો છે આ દાવો

image source

મળતી માહિતી અનુસાર પ્રતાપ ચંદ્ર નામના વકીલે 8 એપ્રિલે ગોવિંદ હોસ્પિટલમાં કોવિશીલ્ડનો પહેલો ડોઝ લીધો અને બીજો ડોઝ 28 જૂને લેવાનો હતો. આ સમયે વેક્સિન લીધા બાદ પણ તેમનું સ્વાસ્થ્ય સારું રહેતુ ન હોવાથી તેઓએ 25મેના રોજ એન્ટીબોડી ટેસ્ટ કરાવ્યો. તેમાં જાણવા મળ્યું કે તેમના શરીરમાં એન્ટીબોડી ડેવલપ થઈ નથી. જ્યારે સામાન્ય પ્લેટલેટ્સ પણ અડધાથી ઓછા હતા. તેનાથી સંક્રમણનો
ખતરો વધ્યો છે. તેને લઈને કોવિશીલ્ડના સીરમ ઈન્સ્ટિયૂટના સીઈઓ અદાર પૂનાવાલાના વિરોધમાં અરજી દાખલ કરવામાં આવી છે.

7 લોકોને કર્યા છે અરજીમાં સામેલ

image source

વકીલે એફઆઈઆર કરી છે તેમાં અદાર પૂનાવાલા સહિત 7 લોકોના નામ સામેલ કર્યા છે. અરજીમાં કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ, આઈસીએમઆરના મહાનિર્દેશક, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન યૂપીના નિદેશક, ગોવિંદ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર લખનઉના નિદેશક્ને પણ સામેલ કરવામાં આવ્યા છે.

image source

વકીલે કોર્ટને આ દરેકના વિરોધમાં દગાખોરી અને હત્યાના કેસમાં કેસ નોંધવાનો આદેશ કરવાની માંગ કરી છે. આ અરજીને લઈને કોર્ટે પોલીસ સ્ટેશન પાસે રિપોર્ટ માંગ્યો છે અને અરજીને લઈને સુનાવણી 2 જુલાઈના રોજ થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!