કાચા કેળા નું શાક – કાચા કેળાનું શાક હવે જયારે પણ બનાવો આ રેસિપી ફોલો જરૂર કરજો..

કાચા કેળા નું શાક

કાચા કેળાં માં ભરપૂર માત્રા માં પોટેશિયમ રહેલું હોય છે જે આપણા શરીર માં રોગપ્રતિકારક શક્તિ વધારે છે.કાચા કેળા માંથી કેલ્શિયમ પણ ખૂબ સરસ પ્રમાણ માં મળી રહે છે.તમે ઘણી રીતે આનો ઉપયોગ કરતા હશો પરંતુ હું તમારા માટે ખૂબ સ્વાદિષ્ટ શાક ની રેસીપી લાવી છું.

સામગ્રી:-

  • 2 ચમચી તેલ
  • 1/4 ચમચી રાઈ
  • 1 ચમચી વાટેલું લસણ
  • 1/4 ચમચી હળદર
  • 2 કાચા કેળા
  • 2 બટેટા
  • 1 ચમચી કસુરી મેથી
  • 1 ચમચી લાલ મરચું
  • 1 ચમચી ધાણા જીરું
  • મીઠું સ્વાદ મુજબ

1:- સૌ પ્રથમ કાચા કેળા ને લાંબા સમારી લો.

2:- હવે કુકર માં તેલ ગરમ કરી તેમાં રાઈ મુકો.

3:- હવે રાઈ કકડે એટલે વાટેલું લસણ ઉમેરી સોનેરી થાય ત્યાં સુધી પકવો.

4:- હવે લસણ માં હળદર ઉમેરી તેમાં કાચા કેળા અને બટેટા ઉમેરી મીઠું અને બધા મસાલા ઉમેરો.

5:- હવે કસૂરી મેથી ઉમેરી કેળા ડૂબે એટલું પાણી ઉમેરી 2 સિટી કરાવો તૈયાર છે

તમારું સ્વાદિષ્ટ શાક તેને રોટલી કે ભાત સાથે પીરસો.

રસોઈની રાણી : જ્યોતિ અડવાણી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.