કહી તો હોગા સિરિયલની કસિસ તમે ભૂલી તો નથી ગયા ને?

ટેલિવિઝનની સીધી સાદી વહુ રહી ચુકી છે આ હસીના, આજે એમના સ્ટાઈલિશ ફોટા છે ખૂબ ચર્ચામાં.

ટીવી અભિનેત્રી આમના શરીફ તો તમને બધાને યાદ જ હશે. કહી તો હોગા સિરિયલની કસિસ આજે પણ બધાના મનમાં વસેલી જ છે. એક જમાનો હતો કે એ ટેલિવિઝન જગતની બહુ ચર્ચિત વહુ હતી. સીધી અને ખૂબ જ સાધારણ દેખાતી આ વહુની ફેશન સેન્સ ખૂબ જ જબરદસ્ત છે.

image source

આમના શરીફ ટેલિવિઝન પરથી ગાયબ ચોક્કસ રહી હતી પણ એ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહી છે. પોતાના એકથી એક ચડિયાતા ફોટા મૂકી આમના પોતાના ફેન્સને આજે પણ દીવાના કરી રહી છે.

image source

સ્ટાઈલિંગની બાબતમાં આમના કોઈ બૉલીવુડ અભિનેત્રીથી જરાય ઓછી ઉતરે એમ નથી. હાલના સમયમાં એમના કેટલાક સ્ટાઈલિશ ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં રહ્યા છે. જેમાં એ ખૂબ જ સુંદર અને ફેશન ગોલ્સ આપતી નજરે પડી રહી છે.

image source

આમના હવે એના કહી તો હોગા સિરિયલ જેવા લુકમાં નથી દેખાતી. હવે એ વધારે સુંદર અને હોટ લાગી રહી છે. આમના એ પોતાનું પ્રેગ્નનસી દરમિયાન વધેલું વજન પણ ઓછું કરી દીધું છે અને પહેલા હતી એના કરતાં પણ હવે વધુ ગોર્જીયસ લાગી રહી છે.

image source

આમના એ પોતાનું ટીવી કરિયર વર્ષ 2003માં કહી તો હોગા સિરિયલ દ્વારા રાજીવ ખંડેલવાલ સાથે શરૂ કર્યું હતું. આ સિવાય આમના શરીફે જુદા ના હમ અને એક થી નાયિકા જેવી ટીવી સીરિયલમાં કામ કર્યું છે. અને એ દરમિયાન આમના શરીફે ઘણા એવોર્ડ પણ જીત્યાં છે.

image source

આમના શરીફે આફતાબ સિવદાસાની સાથે ની ફિલ્મ આલુ ચાટથી બૉલીવુડ ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું આ સિવાય આમના શરીફે આઓ વિશ કરે, એક વિલન અને રુહી આફઝા જેવી ફિલ્મોમાં સાઈડ રોલ કર્યો હતો.

image source

આમના શરીફે વર્ષ 2013માં પોતાના બોયફ્રેન્ડ અને ડાયરેકટર અમિત કપૂર સાથે લગ્ન કરી લીધા હતા, અને એ પછી આમના શરીફે ઘણા વર્ષો સુધી પોતાના કરિયરમાંથી બ્રેક લીધો હતો. એ દરમિયાન એમને કોઈપણ ફિલ્મ કે સિરિયલમાં કામ નથી કર્યું. આમના શરીફે વર્ષ 2015માં એક બાળકને જન્મ આપ્યો હતો.

image source

છ વર્ષ જેવા લાંબા સમયગાળા પછી આમના શરીફે કસોટી જિંદગી કી સીરિયલમાં હિના ખાનને રિપ્લેસ કરીને વિલન કોમોલિકા ચોબેના રોલથી ફરી એકવાર ટેલિવિઝનની દુનિયામાં પગ મૂક્યો છે. તમને જણાવી દઈએ કે 37 વર્ષની આમના શરીફની સ્ટાઇલ અને એક્ટિંગમાં પહેલા કરતા ઘણું મોટું પરિવર્તન જોવા મળી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત