એક ટ્વીટ, શિવસેના સાથે યુદ્ધ શરૂ, ઓફિસમાં તોડફોડ, રાજ્યપાલ સાથે મિટિંગ અને હવે કંગના મુંબઈ છોડી ઘરે રવાના઼

એક ટ્વીટ, શિવસેના સાથે યુદ્ધ શરૂ, ઓફિસમાં તોડફોડ, રાજ્યપાલ સાથે મિટિંગ અને હવે કંગના મુંબઈ છોડી ઘરે રવાના઼

સુંશાત કેસ પછી કંગના એટલી ચર્ચામાં આવી કે મીડિયા પણ બધું ભૂલીને માત્ર કંગના અને રાઉતને જ મહત્વ આપતા હતા. જ્યાં જોઈએ ત્યાં બસ કંગના અને રાઉત જ ચર્ચાતા હતા. એ વચ્ચે હવે એવા સમાચાર આવી રહ્યા છે કે મુંબઈમાં આગ લગાવીને કંગના રનૌત મુંબઈથી પરત મનાલી જવા માટે રવાના થઈ ગઈ છે. પરંતુ જતા જતા તેણે મહારાષ્ટ્ર સરકાર ઉપર નિશાન સાધ્યું હતું. કંગનાએ મુંબઈથી રવાના થતાંની સાથે જ ટ્વિટ ઉપર ટ્વિટ કરીને મહારાષ્ટ્ર સરકાર પર હુમલો કર્યો હતો.

કંગનાએ એક ટ્વીટમાં લખ્યું કે, ચંદીગઢમાં ઉતરતા જ મારી સુરક્ષા નામ માત્રની રહી ગઈ છે. લોકો ખુશીની શુભકામનાઓ આપી રહ્યા છે. લાગે છે કે આ વખતે તો હું બચી ગઈ, એક એવો દિવસ હતો જ્યારે હું મુંબઈમાં માંના આંચળની શિતળતા અનુભવતી હતી અને આજે એવો દિવસ છે કે માંડ માંડ જીવ બચ્યો એટલું પણ બસ છે. શિવસેનાથી સોનિયા સેના થતા મુંબઈમાં આતંકી પ્રશાસનની બોલબાલા.

કંગનાએ એક બીજું પણ ટ્વીટ કર્યું છે, તેમાં અભિનેત્રીએ લખ્યું કે, દિલ્હીના દિલને ચીરીને આ વર્ષે લોહી વહેવડાવી રહી છે, સોનિયા સેનાએ મુંબઈમાં આઝાદ કાશ્મીરના નારા લાગ્યા, આજે આઝાદીની કીંમત માત્ર અવાજ છે, મને તમારો અવાજ આપો નહીંતર તો એ દિવસ હવે દૂર નથી કે જ્યારે આઝાદીની કિંમત માત્રને માત્ર લોહી જ હશે.

એક ટ્વિટ કરીને કંગનાએ મહારાષ્ટ્ર સરકાર ઉપર એક તીરે બે નિશાન સાધ્યા હોય એવું જોવા મળી રહ્યું હતું. તો સાથે સાથે બીજુ પણ એક ટ્વિટ કર્યું હતું. કંગનાએ કવિતાના રૂપમાં એક ટ્વિટ કર્યું છે. જેમાં તેણે પોતાના પર થયેલા અત્યાચારને લઈને વાત કરી છે. તેણે પોતાના ટ્વિટમાં એ વાતની ચોખવટ કરી હતી કે એક મહિલાની સાથે આ પ્રકારનો વ્યવહાર કરી પાર્ટી પોતાની છાપ ખરાબ કરી રહી છે કે જે તેને આગામી ભવિષ્યમાં ભોગવવું પડી શકે છે.

કંગનાએ શિવસેના પર હુમલો બોલતા જણાવ્યું હતું કે જ્યારે રક્ષક જ ભક્ષક હોવાનું એલાન કરી રહ્યા છે. ઘડિયાળ બની લોકતંત્રનું ચીરહરણ કરી રહ્યા છે. મને કમજોર સમજીને બહુ મોટી ભૂલ કરી રહ્યાં છે. એક મહિલાને ડરાવીને તેને નીચી બતાવીનેપોતાની છાપ ઉપર જ ધૂળ નાંખી રહ્યા છે. હવે કંગનાનું આ ટ્વીટ ભારે વાયરલ થઈ રહ્યું છે અને લોકો પ્રશંસા પણ કરી રહ્યાં છે.

આ સિવાય કંગનાએ એમ પણ લખ્યું હતું કે તે ભારે મન સાથે મુંબઈ છોડીને જઈ રહી છે. કંગનાએ ટ્વિટમાં લખ્યું કે, ભારે મન સાથે મુંબઈથી જઈ રહી છું. જે પ્રકારે મને આ દિવસોમાં સતત હુલાઓથી પરેશાન કરવામાં આવી, ગાળો આપવામાં આવી, મારી ઓફિસ પછી મારુ ઘર તોડવાની સતત કોશિશ કરવામાં આવી, મારી ચારે તરફ ઘાતક હથિયારો સાથે સતર્ક સુરક્ષામાં રહેવુ પડશે કે પીઓકે વાળી મારી વાત સાચી હતી.

ઉલ્લેખનીય છે કે આ બધું કંગનાના એક ટ્વીટ પછી શરૂ થયું હતું. કંગનાએ મુંબઈની તુલના પીઓકેની સાથે કરી હતી. આ સાથે જ બધું સળગી ઉઠ્યું અને વાક યુદ્ધની શરૂઆત થઈ. એ પછી તો તેમની ઓફિસમાં બીએમસી દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. જેના પગલે બીએમસીને બાબરની સેના કહ્યું હતું. જેના પછી શિવસેના પાર્ટીની સાથે કંગનાનો વિવાદ શરૂ થઈ ગયો હતો. પોતાની ઓફિસમાં બીએમસીની તોડફોડ અને મુંબઈમાં આવેલા ઘરમાં ગેરકાયદે નિર્માણ હોવાનું કહી બીએમસીની નોટિસ પછી કંગના રવિવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત