કરિના કપૂરના અંદાજમાં પહેરો સલવાર સૂટ, સિવડાવો એ પહેલા નજર કરી લો આ અલગ-અલગ પેટર્ન પર, જે પહેર્યા પછી લાગશે મસ્ત

કરીના કપૂરના અંદાજમાં પહેરો સલવાર સૂટ.

કરીના કપૂરનો દેશી લુક ખૂબ જ પોપ્યુલર છે. કરીના કપૂર ફિલ્મો સિવાય પર્સનલ લાઈફમાં પણ બિલકુલ અલગ અંદાજમાં સલવાર સૂટ પહેરે છે. જો તમે પણ કરીના કપૂરના અંદાજમાં સલવાર શૂટ પહેરવા માંગતા હોય તો અમારી જણાવેલી ટિપ્સ તમારે બહુ કામ આવશે.

આ રીતે પહેરો સલવાર શૂટ.

image source

જો તમે પણ ઇન્ડિયન આઉટફિટ પહેરવાનું પસંદ કરો છો જરૂરી નથી કે તમે સલવાર શૂટ એ જ સ્ટાઇલમાં પહેરો જેવી રીતે તમારી
મમ્મી પહેરે છે. સલવાર શૂટને તમે મોર્ડન અંદાજમાં પહેરી શકો છો.

સ્ટ્રેટ ફિટ શોર્ટ કુર્તિને ધોતી પેન્ટ કે પટિયાલા સલવાર સાથે પહેરો. ચુડીદાર કે લેગીંગસ તો બધા પહેરે છે, પટિયાલા સલવાર કે ધોતી
પેન્ટ પહેરીને તમે સૌથી અલગ અને સ્ટાઈલિશ દેખાશો.

હાલ લોન્ગ કુર્તી સાથે પ્લાઝો પહેરવાનો ટ્રેન્ડ ખૂબ જ પોપ્યુલર છે. તમે એ પણ ટ્રાય કરી શકો છો. એને સલવાર શૂટનું મોર્ડન વર્ઝન
કહી શકાય છે. ફોર્મલ લુક માટે પણ તમે લોન્ગ કુર્તી અને પ્લાઝોનું કોમ્બિનેશન ટ્રાય કરી શકો છો.

હાલ પ્લાઝોમાં ઘણી વેરાયટી જોવા મળે છે. સ્ટ્રેટ કટ, ફ્લેયર્ડ, સરારા, કેપ્રિ, એનકલ લેંથ પ્લાઝો વગેરે. એને જરૂરત અને અવસરને
અનુરૂપ પહેરીને યુવતીઓ ફેશનની સાથે ચાલવાનું પસંદ કરે છે.

image source

લોન્ગ શર્ટ, ટયુનિક, કુર્તા વગેરેને લીનેન પેન્ટ, પ્લાઝો, સિગરેટ પેન્ટ વગેરે સાથે પહેરીને સરળતાથી ફોર્મલ અને સ્માર્ટ લુક મેળવી શકાય છે..

લોન્ગ કુર્તાની સાથે જો પ્લાઝો કે સિગરેટ પેન્ટ પહેરી રહ્યા છો તો એ સાથે સ્કાર્ફ, બેલ્ટ, નેકપીસ વગેરે પહેરીને આઉટફિટને વધુ
સ્ટાઈલિશ બનાવી શકો છો.

એ જ રીતે તમે કોન્ટ્રાસ્ટ કલરના કુર્તા તેમજ ચુડીદારને મિક્સ એન્ડ મેચ કરીને પણ પહેરી શકો છો. આજકાલ એ ટ્રેન્ડમાં છે, જેમ કે
તમે જો વ્હાઇટ કોટન કે ટસર સિલ્કનો કુરતો પહેરી રહ્યા છે તો એની સાથે ગ્રીન, ઈન્ડિગો કે ફુશિયા પિંક કલરની બ્રોકેડની સલવાર કે
ચુડીદાર પહેરો. સાથે જ સરસ નેકપીસ કે સ્કાર્ફ પહેરી લો.

લોન્ગ કુર્તાની સાથે તમે લોન્ગ સ્કર્ટ કે ઘાઘરો પહેરી શકો છો.

આવી રીતે સિલેક્ટ કરો સલવાર.

સલવાર શૂટને કમ્પ્લીટ લુક આપવામાં બહું મોટો રોલ હોય છે એટલે સલવાર સિલેક્ટ કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખો.

સામાન્ય સલવાર

image source

એને તમે સિમ્પલ કે સાદી સલવાર પણ કહી શકો છો. એ ખૂબ જ આરામદાયક હોય છે. એને પહેરીને ઉઠવા બેસવામાં કે પછી કામ
કરવામાં કોઈ તકલીફ નથી થતી. આવી સલવાર ઉપરની તરફથી પહોળી અને બોટમ સાઈડથી સાંકડી હોય છે.

કેવું હોય ફેબ્રિક.

આવી સલવાર સિવડાવવા માટે સિલ્ક, ક્રેપ, જ્યોર્જટ, સાટીન જેવા ફેબ્રિક પસંદ કરી શકો છો.

શેની સાથે પહેરશો.

એની સાથે તમે શોર્ટ અને લોન્ગ બંને પ્રકારની કુર્તી પહેરી શકો છો.

પટિયાલા સલવાર.

image source

આ સલવાર ઉપરની બાજુએ ઘેરદાર અને બોટમની બાજુએ ચુસ્ત હોય છે. એને સિવડાવવા માટે સિમ્પલ સલવાર કરતા વધુ કાપડ
જોઈએ છીએ એટલે આ સલવાર ઘણી હેવી હોય છે.

કેવું હોય ફેબ્રિક?

એ માટે સિલ્ક, જ્યોર્જટ અને સાટીન ફેબ્રિકનો ઉપયોગ કરો.

શેની સાથે પહેરશો?

પટિયાલા સલવારની સાથે તમે શોર્ટ અને લોન્ગ બંને પ્રકારના કુર્તા પહેરી શકો છો. લાંબી સ્ત્રીઓ પર પટિયાલા સલવાર વધુ સારી લાગે છે.

પઠાણી સલવાર.

image source

પઠાણી સલવાર થાઇઝ સુધી ફિટ અને ઘૂંટણની નીચેથી ઘેરદાર હોય છે. એમ પણ નોર્મલ સલવાર કરતા વધુ કાપડ જોઈએ છીએ.

કેવું હોય ફેબ્રિક?

આવી સલવાર માટે શિફોન, જ્યોર્જટ, સિલ્ક, સાટીન વગેરે કાપડ સારા રહે છે કારણ કે એનો ફ્લો સારો હોય છે.

શેની સાથે પહેરશો?

પઠાણી સલવાર સાથે શોર્ટ કુર્તી સારી લાગે છે.

સરારા સલવાર.

image source

આવી સલવાર એક નજરે તો બિલકુલ સ્કર્ટ જેવી લાગે છે એટલે એને સરારા સલવાર કહે છે. એમ સ્કર્ટની જેમ ઘેર હોય છે.

કેવું હોય ફેબ્રિક?

એ માટે કોટનને છોડીને તમે કોઈપણ ફેબ્રિકનો ઉપયોગ કરી શકો છો.

શેની સાથે પહેરશો?

સરારા સલવારની સાથે શોર્ટ કુર્તી સારી લાગે છે.

પ્લાઝો

image source

આજકાલ યુવતીઓ લોન્ગ કુર્તી સાથે પ્લાઝો પહેરવું પસંદ કરે છે. ચુડીદાર અને લેગીંગસ ચોંટી જાય છે એટલે સ્ત્રીઓ પ્લાઝો, પેન્ટ
વગેરે પહેરવું પસંદ કરે છે. પ્લાઝોની સૌથી મોટી ખાસિયત એ છે કે એ ઇન્ડિયન ફિગર પર ખૂબ જ શૂટ કરે છે. પ્લાઝોમાં ઘણી
વેરાયટી જોવા મળે છે. તમે તમારી પસંદ અને જરૂરિયાત પ્રમાણે એનું સિલેક્શન કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!