કાઠીયાવાડી બટાકા નું શાક – આ શાક બે દિવસ સુધી સારું રહે છે એટલે દુર ફરવા જવાના હોવ તો હવે આ શાક જરૂર બનાવજો..

જયારે કયું શાક બનાવવું તે કઈ ના સુજે ત્યારે બનાવો આ કાઠીયાવાડી બટાકા નું શાક. ખાવા માં પણ ખુબ જ સ્વદીસ્ટ બને છે. તેમજ ઘરમાં જે પણ સામગ્રીઓ હાજર હોય તેમાંથી આ શાક બનાવી શકાય છે. અને જો તમે કાઠીયાવાડી ખાવા ના શોખીન હોય તોતો આ શાક એક વખત જરૂર થી બનાવજો.

સામગ્રી

૮-૯ નંગ બટાકા,

૧ કપ ચણા નો લોટ,

થોડી કોથમરી,

૩-૪ નંગ મરચા,

૧ ટુકડો આદું,

થોડો લીંબડો,

મસાલાઓ માં લઈશું..

નમક,

લાલ મરચું પાઉડર,

ધાણાજીરું,

હળદળ,

હિંગ,

ગરમ મસાલો,

ખાંડ,

તેલ અને પાણી જે જરૂર મુજબ લઈશું,

સજાવટ માટે..

નાળીયેર નું ખમણ,

કોથમરી.

રીત

સૌપ્રથમ આપણે બટાકા લઈશું. આ શાક માં જે નાના નાના બટાકા આવે તે લેવાના. જેથી તેને આપણે ખુબ જ સરસ રીતે ભરી શકીએ. બટાકા ની છાલ ઉતારી અને તેમાં વચે થી એક એક મોટો આકો પાડીશું જેમાં આપણે મસાલો ભરીશું.

હવે આપણે લઈશું કોથમરી, મરચા, આદુ, અને ફ્રેશ લીંબડો. બધા ને મિક્ષ્ચરના નાના જર માં પીસી અને ખુબ જ સરસ એવી પેસ્ટ બનાવી લઈશું. કાઠીયાવાડી સબ્જી માં આવી ફ્રેશ અને સરસ ગ્રીન પેસ્ટ એડ કરવામાં આવે તો ખુબ જ સરસ લાગે છે.

હવે બટાકા માં ભરવા માટેનું સ્ટફિંગ તૈયાર કરતા હોઈએ ત્યારે પેહલા આપણે લઈશું ચણા નો લોટ. ચણા ના લોટ ને ગેસ ની મીડીયમ ફ્લેમ પર જ સેકી લેવાનો છે. જ્યાં સુધી તેમાંથી ખુબ જ સરસ સુગંદ ના આવવા લાગે ત્યાં સુધી શેકવાનો અને તેનો કલર પણ ગોલ્ડન થવા લાગશે. ત્યારે ગેસ ની ફ્લેમ ઓફ કરી અને તેને ઠંડો થવા દેવો.

તો હવે આપણે એક બાઉલ માં ચણા નો શેકેલો લોટ લઈશું. તેની ઉપર તૈયાર કરેલી ગ્રીન પેસ્ટ એડ કરીશું. અને ત્યાર પછી તેમાં બધા જ મસાલાઓ એડ કરવાના. તેમાં એડ કરીશું. નમક, લાલ મરચું પાઉડર, હળદળ, ધાણાજીરું, અને ગરમ મસાલો બધા જ મસાલા તમારે તમારા ટેસ્ટ અને કેટલા લોકો માટે શાક બની રહ્યું છે એ પ્રમાણે એડ કરવાના.

બધા જ મસાલા એડ થઇ જાય ત્યાર બાદ તેમાં થોડું તેલ એડ કરી અને તેનું ખુબ જ સરસ એવું સ્ટફિંગ તૈયાર કરી લેવાનું છે.

હવે આપણે જે બટાકા ને છોલી અને વચે થી આકા પાડી ને તૈયાર કર્યા છે. તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરી દઈશું.

હવે આપણે એક પેન માં તેલ ગરમ મુકીશું. તેલ ગરમ થઇ જાય એટલે ભરેલા બટાકા એડ કરીશું. અને તેને થોડો સમય માટે ચડવા દઈશું.

ત્યાર બાદ પેન ઉપર એક પ્લેટ ઢાંકી દઈશું અને તેમાં થોડું પાણી ભરી દઈશું અને શાક ને ૫ થી ૭ મિનીટ સુધી ચડવા દઈશું.


તો હવે તમે શાક ને ખોલી ને જોઈ શકો છો ખુબ જ સરસ એવું શાક તૈયાર થઇ ગયું છે. આપણે ચમચા વડે એક બટાકા ને કટ કરી ને ચેક કરી લેવાનું.


તો હવે શાક ને સર્વિંગ પ્લેટ માં કાઢી લઈશું. અને તેમાં ઉપર થી થોડું નાળીયેર નું ખમણ તેમજ થોડી કોથમરી એડ કરીશું. તો તૈયાર છે ગરમાગરમ કાઠીયાવાડી બટાકા નું શાક.


નોંધ:

આ શાક માં પાણી જરા પણ એડ નહિ કરવાનું જેથી કરી અને આ શાક ને ૧ થી ૨ દિવસ સુધી સ્ટોર કરવું હોય તો એ પણ કરી શકાય અથવા ટ્રાવેલિંગ માં જો આ શાક થેપલા પરોઠા જોડે લઇ ગયા હોય તો પણ આ શાક બગડતું નથી અને ખુબ જ સરસ લાગે છે.

રસોઈની રાણી : મેઘના સચદેવ

કાઠીયાવાડી શાક ની વિડીઓ રેસીપી