KBC માં પુછવામાં આવેલા આ પ્રશ્નથી શરૂ થયો વિવાદ, અમિતાભ સહિત આટલા લોકો સામે થઈ ફરિયાદ

પ્રખ્યાત ટીવી ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ વિવાદોમાં આવી ગયો છે. આ શો અંગે મુઝફ્ફરપુર કોર્ટમાં ફરિયાદ નોંધાઈ છે. સિકંદરપુરમાં રહેતા આચાર્ય ચંદ્રકિશોર પરાશરે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપસર સીજેએમ કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં અભિનેતા અમિતાભ બચ્ચન, ટીવી ક્વિઝ શોના ડિરેક્ટર અરુણેશ કુમાર, રાહુલ વર્મા, ટીવી ચેનલના પ્રમુખ મનજીત સિંઘ, સીઈઓ એનપી સિંઘ અને સ્પર્ધક બેઝવાડા વિલ્સન સહિત સાતને નોમિનેટ કર્યા છે. ફરિયાદ પર સુનાવણી 3 ડિસેમ્બરે કરવામાં આવશે.

કેબીસી પર ક્યાં છે આક્ષેપ

image source

ચંદ્રકિશોર પરાશરે આરોપ લગાવ્યો છે કે 30 ઓક્ટોબરે તેઓ તેમના ઘર પર ‘કૌન બનેગા કરોડપતિ’નો સીઝન -12 એપિસોડ જોઈ રહ્યા હતા. કાર્યક્રમમાં હોસ્ટ અમિતાભ બચ્ચન હતા. બીજા સ્થાને જવાબ આપવા બેજવારા વિલ્સન બેઠા હતા. તે બધા પ્રશ્નોના વિચારપૂર્વક જવાબ આપી રહ્યો હતો. દરેક સવાલ વચ્ચે અમિતાભ બચ્ચન અને બૈઝવારા વિલ્સન મજાક કરતા હતા. એપિસોડની મધ્યમાં, અમિતાભ બચ્ચને સ્પર્ધકને 64 લાખ રૂપિયાનો પ્રશ્ન પૂછ્યો. આ જ પ્રશ્ને હિન્દુની ભાવનાને ઠેસ પહોંચાડી છે.

30 ઓક્ટોબરમાં પુછેલા પ્રશ્નથી શરૂ થયો વિવાદ

image source

30 ઓક્ટોબરના રોજ કેબીસીના કમ્પ્યુટરમાં એક પ્રશ્ન આવ્યો કે 25 ડિસેમ્બર 1927 ના રોજ, ડો. ભીમરાવ આંબેડકરના અનુયાયીઓએ કયા શાસ્ત્રની કાપલીઓ સળગાવી હતી? તેના ચાર વિકલ્પો આપવામાં આવ્યા હતા જેમાં A.વિષ્ણુપુરાણ, B. ભગવત ગીતા, C. ઋગ્વેદ અને D. મનુસ્મૃતિ આપવામાં આવ્યા હતા.

image source

આ જ સવાલ અંગે ફરિયાદી ચંદ્રકિશોર પરાસરનું કહેવુ છે કે હિન્દુની ભાવનાને ઠેસ પહોંચાડવા માટે આ પ્રકારનો પ્રશ્ન જાણીજોઈને શોમાં પુછવામાં આવ્યો હતો. આનાથી હિન્દુની ભાવના દુભાય છે. કોર્ટ 3 ડિસેમ્બરે આ મુદ્દે સુનાવણી કરશે.

સુશાંત કેસમાં ભણસાલી સહિત ચાર ફિલ્મ હસ્તીઓ મુઝફ્ફરપુરમાં

image source

તો બીજી તરફ મુઝફ્ફરપુરમાં જ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતના ષડયંત્રના આરોપમાં કરેલ કેસમાં ગુરૂવારે એડીજે વન અદાલતમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સમય દરમિયાન ફિલ્મ નિર્માતાઓ સંજય લીલા ભણસાલી, એકતા કપૂર, ભૂષણ કુમાર અને સાજિદ નડીવાલાના વકીલો કોર્ટમાં હાજર રહ્યા હતા. ભણસાલી વતી એડવોકેટ સરોજ કુમાર અને અન્ય ત્રણ ફિલ્મ નિર્માતાઓ વતી પ્રિયરંજન ઉર્ફે અન્નુ કોર્ટમાં હાજર થયા હતા. ભણસાલી તરફથી પ્રથમવાર વકિલ હાજર રહ્યા છે.

આગામી સુનાવણી માટે 9 ડિસેમ્બરે

image source

કોર્ટે આગામી સુનાવણી માટે 9 ડિસેમ્બરની તારીખ નક્કી કરી છે. ભૂતકાળમાં, ફિલ્મ નિર્માતાઓની ગેરહાજરીને લઈને નોટિસ કરવામાં આવી હતી. 14 ઓગસ્ટના રોજ એડવોકેટ સુધીરકુમાર ઓઝાએ સલમાન સહિત આઠ ફિલ્મ હસ્તીઓ વિરુદ્ધ જિલ્લા અને સેશન્સ કોર્ટમાં રીવીઝન કેસ દાખલ કર્યો હતો. આ અગાઉ જુલાઈમાં સીજેએમ કોર્ટમાં ફરિયાદ નોંધાઈ હતી. 8 જુલાઈએ સીજેએમ કોર્ટે આ ઘટનાને અધિકારક્ષેત્રની બહાર ગણાવી ફરિયાદ ફગાવી દીધી હતી. એડ્વોકેટે આ હુકમ સામે રિવિઝન દાવો કર્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત