લાખ રિસ્ટ્રીકશન પછી પણ ફરાહ ખાને શેર કર્યો હોટલની અંદરનો વિડીયો, ડાન્સ કરતા દેખાયા કરણ જોહર

વિકી કૌશલ અને કેટરિના કૈફ 7 થી 9 ડિસેમ્બર વચ્ચે રાજસ્થાનની હોટેલ સિક્સ સેન્સ ફોર્ટમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. 7મી ડિસેમ્બરથી લગ્નના કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. જેમાં બોલિવૂડની અનેક હસ્તીઓ હાજરી આપવા જયપુર પહોંચી છે. બંનેના લગ્નની પ્રાઇવસીનું ધ્યાન રાખીને હોટેલની લેન્ડલાઈન પણ બંધ કરી દેવામાં આવી છે. આ સાથે સુરક્ષા ટીમને મોબાઈલનો ઉપયોગ ન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. લાખો પ્રયાસો પછી પણ કરણ જોહર અને ફરાહ ખાનનો એક વીડિયો સામે આવ્યો છે, જે સિક્સ સેન્સ ફોર્ટની અંદરનો માનવામાં આવી રહ્યો છે

image soucre

ફરાહ ખાન અને કરણ જોહર બંને કેટરીના અને વિકીના નજીકના માનવામાં આવે છે. આ લગ્નમાં હાજરી આપવા માટે બંને વેડિંગ વેન્યુ પર પહોંચ્યા છે. તેણે હાલમાં જ એક રીલ વીડિયો શેર કર્યો છે જે હોટલના રૂમ જેવો દેખાય છે, ફેન્સનું કહેવું છે કે આ વીડિયો સિક્સ સેન્સ રિસોર્ટનો જ છે.

 

View this post on Instagram

 

A post shared by Farah Khan Kunder (@farahkhankunder)

કેટરિના કેફ અને વિકી કૌશલએ તેમના લગ્નના પ્રસારણ રાઇટ્સ સીધા એમેઝોન પ્રાઇમ વીડિયોને રૂ. 80 કરોડમાં વેચી દીધા છે. આ જ કારણ છે કે કેટરિના કેફ અને વિકી કૌશલએ તેમના મહેમાનોને પણ NDA સાઈન કરવા માટે કહ્યું છે. જેથી લગ્ન પહેલા કઈ લીક ન થાય

image soucre

વિકી કૌશલ અને કેટરિના કેફના લગ્નમાં હાજરી આપનાર લોકોને વેડિંગ પ્લાનર્સ દ્વારા કોડ આપવામાં આવશે અને તે માત્ર હોટેલ સ્ટાફને જ ખબર પડશે. વિકી કૌશલ અને કેટરિના કેફ રાજસ્થાનના સવાઈ માધોપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ કરી રહ્યા છે. કપલ દ્વારા મહેમાનોને મોકલવામાં આવેલ એક ખાસ કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે, જેમાં મહેમાનોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ ફંક્શનમાં ફોન ન લાવે.

image source

કેટરિના કેફ અને વિકી કૌશલના લગ્ન માટે સવાઈ માધોપુરના પ્રસિદ્ધ ચોથ માતા મંદિરનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે મંદિર પહોંચતા ભક્તોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ કારણોસર બંને સામે ફરિયાદ નોંધવામાં આવી છે. કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નથી સ્થાનિક લોકો ખૂબ જ નાખુશ છે. વાસ્તવમાં, લોકોનું કહેવું છે કે આ હાઇ-પ્રોફાઇલ લગ્નને કારણે, તેઓ તેમના જ શહેરમાં અસુવિધાનો સામનો કરી રહ્યા છે.