આ ફિલ્મોમાં પોતાના જ લગ્નમાંથી ભાગી ચુકી છે કેટરીના કેફ, હવે હકીકતમાં લેશે સાત ફેરા

દેશભરમાં હાલના દિવસોમાં લગ્નોની ધૂમ મચી છે. સામાન્યથી લઈને સ્પેશિયલ સુધી તમામ કપલ્સ આ પ્રસંગે એકબીજા સાથે સાત ફેરા લઈ રહ્યા છે. રાજકુમાર રાવ, શ્રદ્ધા આર્ય જેવા ઘણા સેલેબ્સ આ લગ્નની સિઝનમાં લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. આ દરમિયાન હવે બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ અને એક્ટર વિકી કૌશલ પણ જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે. એવામાં કેટરિના કૈફ આ દિવસોમાં પોતાના લગ્નને લઈને સતત ચર્ચામાં છે. સાથે જ તેના ફેન્સ પણ તેને દુલ્હનના ગેટઅપમાં જોવા માટે ઉત્સુક છે.

image soucre

જો કે, તેઓ કેટરીનાને પહેલા ઘણી વખત દુલ્હન તરીકે જોઇ ચુક્યા છે. પડદા પર દુલ્હન બનેલી અભિનેત્રી ઘણીવાર તેના મંડપમાંથી ભાગતી જોવા મળે છે. પરંતુ, હવે લોકો તેને રીલ લાઈફની વિરુદ્ધ વાસ્તવિક જીવનમાં દુલ્હનિયાના રૂપમાં જોવા માંગે છે. ચાલો જાણીએ અભિનેત્રીની એવી ફિલ્મો વિશે જ્યાં લગ્નના મંડપમાં પહોંચ્યા પછી પણ કેટરિના કૈફ સાત ફેરા ન લઈ શકી.

નમસ્તે લંડન

image soucre

બોલિવૂડના ખિલાડી અક્ષય કુમાર અને કેટરિના કૈફની સુપરહિટ ફિલ્મ નમસ્તે લંડનમાં કેટરિનાનો બ્રાઈડલ લૂક ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં તે એક ભાગેડુ દુલ્હનની ભૂમિકામાં જોવા મળી હતી જે તેના વરને છોડીને તેના લગ્નના દિવસે વિદેશ ભાગી જાય છે.

પાર્ટનર

image soucre

સુપરસ્ટાર સલમાન ખાન, ગોવિંદા અને કેટરીનાની પ્રખ્યાત કોમેડી ફિલ્મ પાર્ટનરનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. આ ફિલ્મમાં ગોવિંદા અને કેટરીના કૈફ એકબીજાના પ્રેમમાં પડતા જોવા મળ્યા હતા. જો કે, કેટરિનાના પિતા ઈચ્છતા હતા કે તેમની દીકરીના લગ્ન પૈસાદાર અને ઉચ્ચ પરિવારમાં થાય. એવામાં અભિનેત્રીએ ફરી એકવાર ફિલ્મમાં ભાગેડુ દુલ્હનનો રોલ કર્યો હતો.

મેને પ્યાર કયો કિયા

image soucre

સલમાન ખાન અને કેટરિના કૈફની સુપરહિટ ફિલ્મ મૈંને પ્યાર ક્યૂં કિયામાં કેટરિના કૈફે એક એવી છોકરીની ભૂમિકા ભજવી હતી જે પોતાના લગ્ન તોડી નાખે છે. આ ફિલ્મમાં સલમાન અને કેટરીનાની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મ પછી જ તેમના પ્રેમ સંબંધની ચર્ચાઓ ખૂબ ફેમસ થઈ ગઈ હતી.

સિંઘ ઇસ કિંગ

image soucre

અક્ષય કુમાર અને કેટરિના કૈફ સ્ટારર ફિલ્મ સિંઘ ઈઝ કિંગમાં કેટરિના કૈફનો બ્રાઈડલ લૂક પણ લોકોને પસંદ આવ્યો હતો. તો કેટરીના આ ફિલ્મમાં એક દુલ્હનની ભૂમિકામાં જોવા મળી હતી, જે તેની મંગેતરને છોડીને તેના પોતાના લગ્નના મંડપમાંથી ભાગી જાય છે અને અક્ષય કુમાર સાથે લગ્ન કરે છે.

અજબ પ્રેમ કી ગજબ કહાની

image soucre

બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને કેટરિના કૈફની સુપરહિટ ફિલ્મ અજબ પ્રેમ કી ગઝબ કહાનીમાં પણ કેટરિના કૈફ ભાગેડુ દુલ્હનની ભૂમિકામાં જોવા મળી હતી. આ ફિલ્મમાં અભિનેત્રી પહેલા તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા જઈ રહી છે, પરંતુ પછી તેને ખબર પડે છે કે તે રણબીરના પ્રેમમાં છે અને પછી તે પોતાના લગ્નથી ભાગીને રણબીર કપૂર સાથે લગ્ન કરે છે.