આનાથી વધારે બદતર હાલત કેવી હોય, માત્ર 3 દિવસમાં આ મહિલાએ પતિ, સસરા અને દિયરની અંતિમવિધી કરી

છેલ્લાં એક વર્ષથી કોરોનાએ આખા વિશ્વમાં મહામારી ફેલાવી છે. આ મહામારીમાં વૃદ્ધો, યુવાનોથી લઈને બાળકો સુધીનાં તમામ વયનાં લોકો જપેટમાં આવી ગયાં છે. ઘણી જગ્યાએ કોરોના એવો આતંક મચાવ્યો છે કે પરિવારોના તમામ સભ્યો એક સાથે ભોગ બન્યાં છે. આવાં જ એક કિસ્સાની અહીં વાત થઈ રહી છે. કોરોનાનાં આ સમયમાં ભોપાલનું એક કુટુંબ હચમચી ગયું છે કારણ કે અહી બન્યું છે એવું કે માત્ર ત્રણ દિવસમાં એક જ પરિવારનાં ત્રણ સભ્યો આ વાયરસના ચેપથી મૃત્યુ પામ્યાં છે.

image source

કોરોનાની આ બીજી લહેર પહેલી લહેર કરતાં પણ વધારે ઘાતકી છે. છેલ્લાં થોડાં દિવસોમાં તો નવા કેસોનો આંકડો આકાશ આંબી રહ્યો છે. આ સાથે ચિંતાનો વિષય એ છે કે નવા સ્ટ્રેન સાથે કોરોનાએ પોતાનાં લક્ષણો બદલી નાખ્યાં છે. આ વખતની લહેરમાં વાયરસ એટલો બધો ઘાતકી બની ગયો છે કે લક્ષણો પરથી અંદાજો લગાવવામાં આવે તે પહેલાં ચેપ ઘણો વધારે લાગી ગયો હોય છે.

ભોપાલમાં એક પરિવાર પર કોરોના એ એવો હુમલો કર્યો છે કે એક મહિલાએ ત્રણ દિવસમાં તેના પતિ, સસરા અને ભાભીને ગુમાવી દીધા છે. મળતી માહિતી મુજબ હવે મહિલાના પરિવારમાં કોઈ પુરુષ બચ્યો નથી. આ પછી આ મહિલાએ એકલા હાથે જ મૃત્યુ પામેલા આ ત્રણેયના અંતિમ સંસ્કાર કર્યા હતાં. જાણવા મળ્યું હતું કે શનિવારે ભદભદા વિશ્રામઘાટમાંથી કોરોનાના થકી મૃત્યુ પામેલાં 34 મૃતદેહો, સુભાષ વિશ્રામઘાટમાં 17 શબ અને ઝદા કબ્રસ્તાનમાં છ મૃતદેહો આવ્યો હતાં.

image source

આ તમામ મૃતદેહોનો અંતિમ સંસ્કાર કોરોના ગાઈડલાઈન હેઠળ કરવામાં આવ્યો હતાં. મળતી માહિતી મુજબ આવું પહેલીવાર થયું હતું કે જ્યારે ભોપાલ જેવા શહેરમાં એક સાથે 57 મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હોય. કોરોનાનાં કેસોની સાથે મૃત્યુ પામતાં લોકોની સંખ્યા પણ વધી રહી છે. આથી હાલમાં ભદભદા વિશ્રામઘાટમાં જમીનને સપાટ કરીને 30 ચિતા માટે નવી જગ્યાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

image source

આ સાથે ઝદા કબ્રસ્તાનના પ્રમુખે સાથે થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે મૃતદેહને દફનાવવા માટે વધારાના ખાડા બનાવવામાં આવી રહ્યા છે. તે વિસ્તારનાં રહેવાસી સાથે થયેલી વાતચીતમાં સામે આવ્યું હતું કે હાલમાં ભદભદા વિશ્રામઘાટમાં પરિવારજનોએ તેમના પરિવારના જે લોકોનાં આ મહમારીથી મૃત્યુ થયાં છે તેમનાં મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટે રાતોરાત રાહ જોવી પડી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!