આ વર્ષ કુંભ મેળામાં માત્ર 5 જ કનેક્ટિંગ બ્રિજ હશે, જાણો કઈ તારીખે યોજાશે પ્રથમ શાહી સ્નાન

સમગ્ર વિશ્વ અત્યારે કોરોના મહામારી સામે ઝઝુમી રહ્યું છે. અમેરિકા અને બ્રિટેનમાં વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી છે. નોંધનિય છે કે ભારતમાં વેક્સિનેશનની તૈયારી પૂર્ણતાના આરે છે. ભારતમાં કોરોનાના કેસ એક કરોડને પાર કરી ગયા છે. એવામાં આ વર્ષે મોટાભાગના તહેવારની ઉજવણી પર રોક લગાવવામાં આવી હતી. આ વર્ષે કોરોનાએ કુંભને પણ ગ્રહણ લગાવ્યું છે. મહામારીના લીધે મેળામાં સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે લાખો લોકોને સ્નાન કરાવવામાં આવશે. તપાસ માટે મેળા ક્ષેત્રમાં જ 3 મોટા કોવિડ સેન્ટર ઉભા કરાશે. પ્રથમ વખત સામાન્ય ઘાટની સાથે આર્ટિફિશિયલ ઘાટનો પણ પ્રયોગ થશે.

સુરક્ષા માટે ડીપ વોટર બેરિકેડિંગ થશે

image source

બીજી તરફ અસ્થાયી રૂપે પ્લાસ્ટિકથી બનેલા આ ઘાટ પર સુરક્ષા માટે ડીપ વોટર બેરિકેડિંગ થશે. પ્રત્યેક બેરિકેડિંગ ચાર મીટરના દાયરામાં રહેશે. જેમાં પાણીનુ સ્તર મહત્તમ ચાર ફૂટનુ રહેશે. જેથી શ્રદ્ધાળુઓ સુરક્ષિતપણે સરળતાથી સ્નાન કરી શકે. મેળા ક્ષેત્રને જોડવા માટે આ વખતે 3 સ્થળો પર માત્ર 5 અસ્થાયી લિંક પુલ બનાવવામાં આવશે. ગત કુંભ મેળામાં 18 સ્થળો પર 32 પુલ બનાવવામાં આવ્યા હતા. આ પુલ મેળા ક્ષેત્રમાં મુખ્ય પાર્કિંગને પ્રમુખ સ્થળો સાથે જોડવા માટે બનાવવામાં આવે છે. હવે 2 મોટર પુલ વૈરાગી કેમ્પથી ગૌરી શંકરને જોડવા માટે બનાવાશે. અને બે પુલ નીલધારાથી ચંડીઘાટ જોડવા માટે બનાવાશે.

ગૌરી શંકર જોડવા માટે પગપાળા પુલ બનાવવામાં આવશે

image source

જ્યારે ચંડી દેવી રોપ વે પાસેથી ગૌરી શંકર જોડવા માટે પગપાળા પુલ બનાવવામાં આવશે. તમામ પુલ જાન્યુઆરી સુધી તૈયાર થશે. તદુપરાંત મેળામાં 3 મોટા કોવિડ કેર સેન્ટર પણ બનાવવામાં આવશે. નીલધારા અને વૈરાગી કેમ્પમાં મેળો ભરાશે. મેળા ક્ષેત્રમાં માર્ગ, પાણી, વીજના કામ શરૂ થયા છે. કુંભ મેળામાં પુલ બનાવવામાં આવી રહ્યા છે. જ્યાં તેના નિર્માણ જરૂરી છે. કોરોના સંક્રમિતો માટે પાર્કિંગ ક્ષેત્રમાં સીસીસી પણ બનાવવાની તૈયારી છે આમ મેળા સમિતિના આઈજીએ જણાવ્યું હતું.

શાહી સ્નાન

image source

પ્રથમ – 11 માર્ચ,2021ના મહાશિવરાત્રી

બીજુ – 12 એપ્રિલના સોમવતી અમાસ

ત્રીજુ – 14 એપ્રિલના સંક્રાતિ અને વૈશાખી

ચોથુ – 27 એપ્રિલના ચૈત્ર પૂનમ

વોટર એમ્બ્યુલન્સ સ્થાપિત કરવાની યોજના

image source

કુંભનુ મુખ્ય આકર્ષણ સેકડો વર્ગમીટરમાં લગાવેલા તંબુઓના શિબિરોમાં રહે છે. જેમાં પ્રશાસન, પોલિસ, યાત્રી, વીઆઈપી, હોસ્પિટલ અને અખાડાના લોકો રહે છે. પરંતુ આ વખતે કોરોનાને લીધે તંબુ મર્યાદિત સંખ્યામાં જ બાંધવામાં આવશે. જો કે, સરકારે જણાવ્યુ હતુ કે, અખાડાના તંબુઓ પર મેળા ક્ષેત્રમાં કોઈપણ પ્રકારનો પ્રતિબંધ રહેશે નહીં. ઘાટ પર પ્લાસ્ટિકથી બનેલા પાણી પર તરતા રેસ્ક્યુ સ્ટેશન બનાવાશે. જેના પર પોલિસ, મરજીવા, લાઈફ બોટ, વગેરેની વ્યવસ્થા રહેશે. વોટર એમ્બ્યુલન્સ પણ સ્થાપિત કરવાની યોજના પર કામ જારી છે.

ભીડવાળી જગ્યાએ કોવિડ કેર સેન્ટર ન બનાવવામાં આવે

image source

પ્રશાસને પણ નિર્દેશ આપ્યો કે ભીડવાળી જગ્યાએ કોવિડ કેર સેન્ટર ન બનાવવામાં આવે. જિલ્લા કલેક્ટર સી રવિશંકરે સેક્રેટરીને જણાવ્યું હતું કે મેળા દરમિયાન સ્વયંસેવકોને જેકેટ, આઈડી કાર્ડ આપવામાં આવશે. સ્વયંસેવકને યોગ્ય તાલીમ આપવામાં આવશે. જેના દ્વારા કુંભમાં આવતા ભક્તો સ્વયંસેવકોને કોરોના સંક્રમણ અંગે જાગૃત કરી શકશે. જિલ્લાન બોર્ડર પ્રવેશ સ્થળ પર થર્મલ સ્ક્રિનિંગ ટીમો અને એન્ટિજેન પરીક્ષણ ટીમોની નિમણૂક કરવામાં આવશે. આ ટીમો શિફ્ટ મુજબ 24 કલાક કામ કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત