શુંં તમે જોઇ ટેલિવૂડની કુસુમની આ તસવીરો?

ટેલિવિઝન જગતમાં એકતા કપૂરનું એક આગવું નામ છે. એની સિરિયલોના લોકો દીવાના છે. એકતા કપૂરની આવી એક લોકપ્રિય ટીવી સિરિયલ હતી ‘કુસુમ’. જેમાં અભિનેત્રી નૌશીને મુખ્ય રોલ ભજવ્યો હતો અને એના થકી એ ઘણી ફેમસ ઓન થઈ ગઈ હતી. વર્ષ 2001થી લઈને વર્ષ 2005ની વચ્ચે નૌશીને કુસુમનો રોલ ભજવ્યો હતો. નૌશીને જ્યારે ટીવી ઇન્ડસ્ટ્રીમાં પગલું માંડ્યું ત્યારે એની ઉંમર ફક્ત 18 વર્ષની હતી. જોકે હવે એને ઓળખી શકવું ખૂબ જ મુશ્કેલ છે.

Image Source

સીધી સાદી છોકરી કુસુમના રોલમાં દર્શકોએ નૌશીનને ખૂબ જ પસંદ કરી હતી. જોકે એ પછી એ ઘણા સમય સુધી લાઈમલાઈટથી દૂર થઈ ગઈ હતી. અને જ્યારે નૌશીન પરત ફરી ત્યારે એના દેખાવને કારણે એ ખૂબ જ ચર્ચામાં રહી હતી.વર્ષ 2001થી અત્યાર સુધી વીતેલા ઘણા વર્ષોમાં નૌશીનનો ચહેરો ઘણો જ બદલાઈ ચુક્યો છે અને એને જોઈને એવું લાગી રહ્યું છે જાણે એને કોઈ સર્જરી કરાવી છે. પણ પોતાના બદલાયેલા દેખાવ અંગે નૌશીને કહ્યું છે કે વર્ષ 2003માં એમનું એક્સિડન્ટ થયું હતું અને એ એક્સિડન્ટમાં એમની ખોપરી અને હાંસડીમાં ફેક્ચર થયું હતું. સાથે સાથે એમના નાક પર પણ ઇજા પહોંચી હતી. એ પછી એને સર્જરી કરાવી અને આ જ કારણ છે જેના લીધે એના દેખાવમાં બદલાવ આવ્યો.

Image Source

જોકે જ્યારે નૌશીનના ટ્રાન્સફોર્મેશનના ફોટા સામે આવ્યા તો લોકો એ એમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. અને એ કારણે નૌશીને પોતાના બધા જ ફોટા ડીલીટ કરી દીધા હતા. નૌશીનનું કહેવું હતું કે એમને લોકો એમના ચહેરા અને વાળ વિસજે વાત કરી રહ્યા હતા એનાથી તકલીફ થઈ રહી હતી. એટલા માટે એને ફોટા ડીલીટ કરી દીધા.

Image Source

નૌશીન અલી સરદારે થોડા સમય પહેલા એ પણ જણાવ્યું હતું કે એને કુસુમથી મળેલી લોકપ્રિયતાને કારણે પણ તકલીફ સહન કરવી પડી હતી. એને કહ્યું હતું કે લોકો વિચારે છે કે હું કુસુમ જેવી જ દેખાઉં પણ એ સાચું નથી. હું જ્યારે કુસુમનો રોલ કરતી હતી ત્યારે મારી ઉંમર ઓછી હતી. અને સૌથી મોટી વાત એ છે કે ત્યારે મારે પોતાના રંગને ઘઉવર્ણ બતાવવા માટે મેકઅપ કરવો પડતો હતો. મારા વાળનો કલર બ્રાઉન છે. એ દરમિયાન હું બ્લેક કલરના વાળ વાળી વિગ પહેરતી હતી.

Image Source

જ્યાં એક બાજુ નૌશીનને એના દેખાવના કારણે લોકો ટ્રોલ કરી રહ્યા છે તો એક સમય એવો પણ હતો જ્યારે પ્રોડ્યુસરે એને કામ આપવાની ના પાડી દીધી હતી.નૌશીને જણાવ્યું હતું કે એમને દેવીનો રોલ ફક્ત એટલે જ ન આપવામા આવ્યો કારણ કે એ મુસ્લિમ છે.એમના કહેવા પ્રમાણે આવું એકવાર નહિ ત્રણ વાર થયું હતું. એ સમયે નૌશીનને આ વાતે ઘણું આશ્ચર્ય થયું હતું, જે પછી એને પ્રોડ્યુસરના વિચારો પર નારાજગી પણ વ્યકત કરી હતી.

Image Source

તમને જણાવી દઈએ કે નૌશિન અલી સરદારે કુસુમ સિવાય કાલચક્ર, ગંગા, બિંદ બનુંગા ઘોડી ચડુંગા, અલાદીન વગેરે જેવી સીરિયલમાં કામ કર્યું છે. એ સિવાય એ ફિયર ફેક્ટર ઇન્ડિયા, મિસ્ટર એન્ડ મિસ ટીવી વગેરે જેવા રિયાલિટી શોમાં પણ દેખાઈ ચુકી છે. નૌશીને ફિલ્મોમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું હતું પણ કમનસીબે એમને એમાં સફળતા ન મળી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત