વડોદરાના પોશ વિસ્તારમાંથી ઝડપાયું કુટણખાનું, 7 મહિલા સાથે 3 ગ્રાહક રંગરેલીયા મનાવતા ઝડપાયા

સંસ્કાર નગરી ગણાતા વડોદરા શહેરમાં પણ દેહ વ્યાપારનું દૂષણ વધી રહ્યું છે. આ વાત એટલા માટે કહેવી પડે છે કે વડોદરા શહેરના હાર્દ સમા વિસ્તારમાંથી એક કુટણખાનું ઝડપાયું છે. પોલીસે જાણીતા કોમ્પલેક્ષમાં દરોડા કર્યા તો જે દ્રશ્યો પોલીસને જોવા મળ્યા તેને જોઈ પોલીસ અધિકારીઓ પણ શરમથી પાણી પાણી થઈ ગયા હતા. ધોળા દિવસે ચાલતા દેહવ્યાપારના ધંધા પર પોલીસે તવાઈ બોલાવી હતી.

પોલીસને બાતમી મળી હતી કે વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલા સનરાઈઝ કોમ્પલેક્ષમાં દેહ વ્યાપારનો ગોરખધંધો ચાલે છે. આ બાતમીના આધારે પોલીસે અહીં દરોડા કર્યા હતા. દરોડા દરમિયાન પોલીસને મળતી બાતમી સાચી સાબિત થઈ અને પોલીસે ઘટનાસ્થળેથી 7 મહિલાઓ અને તેની સાથે રંગરેલીયા મનાવતા 3 ગ્રાહકોને ઝડપી લીધા હતા.

મહત્વનું છે કે રાજ્યના મેટ્રો સીટી ગણાતા શહેરોમાં મસાજ પાર્લર અને સ્પાના નામે આવા ગોરખધંધા ચલાવવાનું રેકેટ શરુ કરવામાં આવ્યું છે. આવા લોકોને પકડી પાડવા અને દેહવ્યાપારના દૂષણને નાથવા માટે પોલીસે પણ કમરકસી છે. અગાઉ પણ અનેક સ્થળે મસાજ પાર્લર અને સ્પા સેન્ટરની આડમાં ચાલતા કુટણખાના ઝડપાઈ ચુક્યા છે જેમાં વધુ એકવાર વધારો વડોદરા શહેરથી થયો છે.

મહત્વનું છે કે મેટ્રો સીટીમાં સૌંદર્યની જાળવણી માટે સ્પા સેન્ટર શરુ કરવામાં આવે છે. પરંતુ મોટાભાગના આવા સેન્ટરોમાં પાછળથી દેહ વ્યાપાર પણ થવા લાગે છે. સ્પા સંચાલકો પોતાના ગ્રાહકને દરેક રીતે રાજી રાખા માટે વિદેશી યુવતીઓને કામે રાખે છે અને પછી સ્પાના નામે શરુ થાય છે દેહ વ્યાપારનું દૂષણ. જો કે આવા સેન્ટર શહેરના પોશ વિસ્તારોમાં ધમધમતા હોવાથી લોકો માટે પણ તે સમસ્યા બની જાય છે.

આવી જ રીતે વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા સનરાઈઝ કોમ્પલેક્ષમાંથી કુટણખાનું ઝડપાયું છે. આ કુટણખાનું રીટા નામની મહિલા ચલાવતી હોવાનું પણ સામે આવ્યું છે. જાણવા એમ પણ મળ્યું છે કે રીટા તેના ગ્રાહકોની પસંદગી ઓનલાઈન કરતી હતી. ઓનલાઈન ગ્રાહકોને યુવતીઓના ફોટો બતાવવામાં આવતા અને સોદો નક્કી થતો હતો. આ મામલે પોલીસે રીટાની પણ ધરપકડ કરી છે અને આંકરી પુછપરછ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે પોલીસને બાતમી મળી હતી કે એક મહિલા દેહવ્યાપાર ચલાવી રહી છે જેની પોલીસે પહેલા રેકી કરી હતી અને જ્યારે પોલીસને પણ રેકી દરમિયાન પુષ્ટિ મળી કે ખરેખર કોમ્પ્લેક્ષમાં કુટણખાનું ચલાવવામાં આવે છે તો તેમણે દરોડા કર્યા અને ઘટનાસ્થળેથી 7 મહિલાઓ સાથે 3 ગ્રાહકોને રંગેહાથ ઝડપી લીધા હતા.