આ કૂતરાના ઉદારહણો આખા દેશની શાળામાં આપવામાં આવે છે, તેના પર ફિલ્મ પણ બની

1924 માં ટોક્યો ઇમ્પીરીયલ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કામ કરતા હિદેસબ્યુરો યૂએનઓ હોચીકો(કૂતરો)ને પાળવામાં માટે તેમના ઘરે લાવ્યા. બંને ખૂબ ગાઢ મિત્રો બની ગયા હતા. યુનો રોજ ટોક્યોના શિબુયા રેલ્વે સ્ટેશનથી તેની યુનિવર્સિટીમાં જતો અને હાચીકો પણ તેને દરરોજ રેલ્વે સ્ટેશન સુધી મુકવા જતો અને સાંજ સુધી તેના માલિકના આવવાની રાહ જોતો અને બંને એક સાથે ઘરે જતા.

image source

પરંતુ એક દિવસ યૂએનઓનું યુનિવર્સિટીમાં મગજના હેમરેજને કારણે તેનું મોત નીપજ્યું અને તે કદી પાછો આવી શક્યો નહીં, પરંતુ આ બધાથી અજાણ હચીકોએ રેલ્વે સ્ટેશનમાં જ તેના માલિકની રાહ જોતો રહ્યો અને હચિકોની રાહ 9 વર્ષ, 9 મહિના અને 15 દિવસ સુધી ચાલુ રહી જ્યાં સુધી 8 માર્ચ, 1935 ના રોજ હચીકોનુ મૃત્યુ ન થયુ. હચીકો ટ્રેન આવે ત્યારે તેના માલિકને જોવા દરરોજ રેલ્વે સ્ટેશન જતો.

image source

યુનોના મૃત્યુ પછી પણ, હચીકો તેના માલિકની રાહ જોતો રોઝ સ્ટેશન પર જતો. પછી એક દિવસ યૂએનઓની યુનિવર્સિટીનો એક વિદ્યાર્થી હિરોકીચિ સાઈટો, જેણે અકીટા જાતિના કૂતરાં વિશે થોડું સંશોધન કર્યું હતું, તે રેલવે સ્ટેશન પર બેઠેલા હચિકોને જોવે છે અને હચીકોનો પીછો કરે છે અને યુએનઓના માળી (કુઝબોરો કોબાયાશી) ને મળે છે. ત્યારંથી હિરોકોચી, હચિકો વિશે બધી માહિતી મેળવે છે. ત્યારબાદ હિરોકીચિ અકીટા પ્રજાતિ પર એક ડોક્યુમેન્ટરી બનાવે છે, જેમાં તે સમજાવે છે કે હકીયો સહિત જાપાનમાં અકીટા જાતિના ફક્ત 30 કૂતરા બચ્યા છે.

image source

થોડા વર્ષોમાં જ હિરોકીચીએ હચીકો વિશે ઘણા લેખો પ્રકાશિત કર્યા. પરંતુ તેમના 1932 પ્રકાશિત થયેલા લેખ અસાહી શિમ્બુનને કારણે, હચીકોને સમગ્ર જાપાનમાં લોકપ્રિયતા મળી. હચીકોની નિષ્ઠા અને તેના માસ્ટર પ્રત્યેની પ્રામાણિકતાની જાપાનમાં પ્રશંસા થવા લાગી, અને લોકોએ શાળાઓમાં બાળકોને પણ હચીકોની પ્રામાણિકતાનાં ઉદાહરણો આપવાનું શરૂ કર્યું. હચીકો જાપાનમાં પ્રામાણિકતાનું પ્રતીક બની ગયો હતો. આ પછી ઘણા લોકો હચીકો માટે રેલ્વે સ્ટેશન પર જમવાનું લઈને જવા લાગ્યા જેથી તે ભૂખ્યો ન રહે. આ પછી જાપાનમાં પણ અકિટા જાતનાં કૂતરાઓને બચાવવાની ઝુંબેશ શરૂ થઈ.

image source

હચીકોનું 11 માર્ચ, 1935ના રોજ 11 વર્ષની વયે અવસાન થયું. 2011 માં એક સંશોધન પછી, જાણવા મળ્યું કે હચીકોનું મોત કેન્સર અને ફાઈલેરીયલ ઇન્ફેક્શનને કારણે થયું છે. હચિકોના અંતિમ સંસ્કાર પછી, તેની રાખ તેના માલિક યુનોની કબર નજીક દફનાવવામાં આવી. હચીકોના વાળને જાપાનના વિજ્ઞાન સંગ્રહાલયમાં મેમરી તરીકે રાખવામાં આવ્યા હતા.

1932માં હચીકોના સન્માનમાં કાંસાની પ્રતિમા બનાવવામાં આવી હતી. બીજી પ્રતિમા ઓગસ્ટ 1948 માં બનાવવામાં આવી હતી, જ્યાં હચીકો તેના માસ્ટરની રાહ જોતો હતો. શિબુયા રેલ્વે સ્ટેશન પાસે 5 પ્રવેશદ્વાર છે, જેમાંથી એકનું નામ ‘Hachiko Guchi’ રાખવામાં આવ્યું. 2004 માં, જાપાનના અકીટા ડોગ મ્યુઝિયમની બહાર હચીકોની પ્રતિમા પણ બનાવવામાં આવી હતી.

image source

2009 માં, હચીકો પર એક અમેરિકન ફિલ્મ Hachi: A Dog’s Tale પણ બનાવવામાં આવી હતી, જેના કારણે લોકોએ હચીકો વિશે વધુ શીખવાનું શરૂ કર્યું હતું. દર વર્ષે 8 માર્ચે, ટોક્યોના શિબુયા રેલ્વે સ્ટેશન પર હચીકોની પ્રામાણિકતાની ઉજવણી માટે એક સમારોહ યોજવામાં આવે છે અને તેમાં હજારો કૂતરાને પ્રેમ કરનાર લોકો ઉપસ્થિત રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!