ચાલુ લગ્નમાં ડખો થઈ ગયો, ફોટોગ્રાફર કન્યાને સ્પર્શ કરીને ફોટો લેતો હતો, વરરાજાએ ભરી સભામાં લાફાવાળી કરી

લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે વરરાજા અને કન્યાના આવા રમૂજી વીડિયો વાયરલ થાય છે, જેને જોઈને તમે હસવું રોકી શકો નહીં. આજકાલ આ જ પ્રકારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં લગ્ન સમયે કન્યાના ફોટોગ્રાફ્સ લેતા કેમેરામેનને વરરાજાએ જોરદાર થપ્પડ મારી દીધી છે.

image source

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ફોટોગ્રાફર કન્યાની નજીક આવ્યો અને તેનો ચહેરો પકડીને પોઝ કરવાનું શરૂ કર્યું, ત્યારબાદ તેની બાજુમાં ઉભેલા વરરાજાએ ફોટોગ્રાફર પર ગુસ્સો કાઢ્યો અને તેણે ફોટોગ્રાફરને જોરથી થપ્પડ આપી. તો દુલ્હન જોરજોરથી હસવા લાગી અને હસતા-હસતા તે સ્ટેજ પર પડી ગઈ. પછી પણ તે હસતી રહી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જોવા મળી રહ્યો છે. જો કે, આ વીડિયો ક્યારનો અને ક્યાનો છે તે વિશે કોઈ માહિતી નથી.

image source

હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકોનું દિલ જીતી રહ્યો છે. કેટલાક લોકો વીડિયો જોયા પછી વરરાજાના વર્તનને ખરાબ ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો આ વીડિયોને ટીખળ પણ કહી રહ્યા છે. આ વિડિઓને અત્યાર સુધીમાં 4 લાખથી વધુ વખત જોવામાં આવી છે અને લોકો આ વીડિયો પર મજેદાર ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે. રાજસ્થાનના આ યુવક-યુવતીનાં લગ્ન કોરોના પણ રોકી શક્યો નહીં.

હાલમાં તો કોરોના નબળો પડી ગયો છે. પણ જ્યારે કોરોના હતો ત્યારે પણ ઘણા વીડિયો વાયરલ થતાં રહેતા હતા અને ત્યારની જ એક ઘટના ખુબ વાયરલ થઈ હતી કે રાજસ્થાનના બાંરા જિલ્લામાં અનોખાં લગ્નની ઘટના બની હતી. જેમાં કન્યાનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા છતાં કોવિડ સેન્ટરમાં લગ્ન થયાંની ઘટના નોંધાઈ હતી. લગ્ન બાદ દુલ્હનને કોવિડ સેન્ટરમાં જ સારવાર હેઠળ રાખવામાં આવ્યાં હતાં. વર-વધૂ સહિત લગ્નમાં સામેલ થયેલ તમામ લોકો PPE કિટ પહેરેલાં દેખાયાં હતાં. લગ્નના દિવસે જ વધૂ અને તેમનાં માતાના કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવવાને કારણે આ પ્રકારે લગ્ન કરવાની ફરજ પડી હતી.

image source

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના કારણે 2020માંર્ષે ઘણા ઓછા લગ્ન થયા હતા. ઘણા લોકોને આ મહામારીના કારણે પોત-પોતાના લગ્નની તારીખ આગળ વધારી દીધી છે. સામાન્ય આ વર્ષે જેમના પણ લગ્ન થયા છે, તેમાંથી ખૂબ જ ઓછા મેહમાન નજર આવ્યા છે. કારણ કે, કોરોનાના કારણે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઈડલાઈના હિસાબથી દરેક રાજ્યમાં સીમિતલોકોને લગ્નમાં હાજર થવાની મંજૂરી આપવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત