એક રિપોર્ટ દ્વારા થયો સૌથી મોટો ખુલાસો, કોરોના થયા બાદ લોકોના જીવન પર પડે છે ઉંડી અસર, જાણો ખતરનાક રિપોર્ટ

હળવા કોરોના લક્ષણોનાં 8 મહિના પછી કોરોનાના દસ કેસોમાથી લગભગ એક વ્યક્તિમાં ગંભીર લક્ષણોનો જોવા મળી રહ્યાં છે. જેની સીધી અસર લોકોના સામાજિક અને વ્યક્તિગત જીવન પર પડે છે. JAMA જર્નાલમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે લાંબા ગાળાના લક્ષણોમાં થાક અને સૂંઘવાની ક્ષમતા અને સ્મેલ પર અસર થયેલી જોવા મળી રહી છે. સ્વીડનની ડેન્ડ્રિડ હોસ્પિટલ અને કેરોલિન્સ્કા સંસ્થાના સંશોધકો ગયા વર્ષથી આ માટેના અભ્યાસ પર કામ કરી રહ્યા છે. તેમનો મુખ્ય હેતું એ જાણવાનો છે કે લોકોમાં કોરોના પછી રોગપ્રતિકારક શક્તિમાં શું સુધારા વધારા જોવા મળે છે.

image source

ડેન્ડ્રિડ હોસ્પિટલ અને કેરોલિન્સ્કા સંસ્થામાં ક્વોનિટી અભ્યાસ કરનારી મુખ્ય સંશોધનકર્તા ચાર્લોટ થાલિનએ આ અંગે જણાવ્યુ હતું કે અમે યુવાન અને સ્વસ્થ વ્યક્તિઓમાં લાંબા ગાળાના સુધી કોરોના લક્ષણોની તપાસ કરી રહ્યાં છીએ. આ દરમિયાન અમે જોયું છે કે તેમનામાં ગંધ, સ્વાદની ક્ષમતામાં મહત્વપૂર્ણ ઘટાડો જોવામાં આવી રહ્યો છે. આ સિવાય આ અભ્યાસનો ભાગ રહેલા લોકોમાં થાક અને શ્વાસ લેવાની સમસ્યા પણ હતી.

image source

આ લોકોનો પહેલા તો સામાન્ય આભ્યાસ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ અભ્યાસના પ્રથમ તબક્કામાં ડેન્ડ્રિડ હોસ્પિટલમાં 2,149 કર્મચારીઓ પાસેથી લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી 19 ટકા લોકોમાં કોરોના એન્ટિબોડીઝ હતી. આ સંશોધન માટે દર ચાર મહિને નમૂના લેવામાં આવી રહ્યાં છે અને લાંબા સમય સુધી તેમની જીવનશૈલી વિશે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

image source

મળતી માહિતી મુજબ આ વર્ષે જાન્યુઆરીમાં ત્રીજા ફોલોઅપમાં આ ટીમે ઓછામાં ઓછા આઠ મહિના પહેલાનાં કોવિડ 19 દર્દીઓના લાંબા ગાળાના લક્ષણો અને તેમની જીવનશૈલી પરના પ્રભાવની તપાસ કરી છે. આમાંથી 323 હેલ્થ વર્કરો છે જેમાં 83 ટકા મહિલાઓ હતી. આ બધાની ઉમર લગભગ 43 વર્ષની જાણવા મળી હતી. તેમની તુલના 1072 હેલ્થકેર કર્મચારીઓ સાથે કરવામાં આવી હતી કે જેમાંથી 86 ટકા મહિલાઓ હતી અને લગભગ 47 વર્ષની આસપાસ હતી અને તેમને કોરોનાનું કોઈ સંક્રમણ થયું ન હતું.

image source

આ આખા અભ્યાસનાં મુજબ પરિણામો દર્શાવે છે કે તેમાં કોરોના સંક્રમણ હતું તેમાંથી લગભગ 26 ટકામાં મધ્યમ અને લાંબા ગાળાના ગંભીર લક્ષણો હતા અને જે 2 મહિનાથી વધુ સમય સુધી જોવા મળ્યાં હતાં. સૌથી સામાન્ય લાંબા ગાળાના લક્ષણોમાં સુગંધ અને સ્વાદ, થાક અને શ્વસન સમસ્યાઓ હતી. જો કે સંશોધન કરનાર દ્વારા જણાવામાં આવ્યું હતું કે મગજ, શારીરિક અવ્યવસ્થા, માંસપેશીઓ અને સાંધાનો દુખાવો, હૃદય રોગ સંબંધિત લક્ષણો જોવા મળ્યા ન હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!