લુડોકિંગ: લોકડાઉનમાં 36 કરોડ નવા યુઝર્સ ઉભા કરનાર ગેમની પડદા પાછળની કહાની!

સમગ્ર વિશ્વમાં ફેલાયેલી કોરોના મહામારીની અસર ભારત પર પણ હજું યથાવત છે. હાલ, અનલોક ફેઝમાં પહોચેલું દેશવ્યાપી લોકડાઉન શરૂઆતના તબક્કાઓમાં લોકો માટે નવરાશની પળો સમાન હતું. આપણી રોજિંદી વ્યસ્તતાનું સ્થાન મોબાઈલ અને ટીવી એ લઇ લીધું હતું. ઉપરાંત, મોટી સંખ્યામાં લોકોએ તેમના મનપસંદ શો અથવા મૂવી અથવા ઇનડોર રમતોનો આશરો લીધો હતો. અને બિલકુલ આવા જ સમયે, લુડો કિંગ – એક ઓનલાઇન ગેમ – દરેકના ઘરનો એક મહત્વનો ભાગ બની ગઈ. લુડોકિંગને કોવિડ-19 ને કારણે વૈશ્વિક લોકડાઉનના ગાળામાં ખૂબ જ લોકપ્રિયતા મળી. પરિવારના દરેક સભ્યો મોબાઈલ પર આ પારંપરિક ગેમ ડિજિટલ સ્વરૂપે રમીને પોતાનો સમય પસાર કરવા લાગ્યાં. અને જોતજોતામાં ગુગલ પ્લેસ્ટોર પર ટોપ ફ્રી ગેમ્સમાં લુડોકીંગ છવાઈ ને ટોપનું સ્થાન હાંસલ કરવામાં સફળ બની. આમ, વૈશ્વિક મહામારીએ અણધાર્યે લુડો કિંગની સફળતાની વાર્તા લખી.

image source

કેવી છે ઓનલાઇન લુડો ગેમ!

લુડો કિંગ એ બોર્ડ ગેમ લુડો જેવો જ ખ્યાલ ધરાવે છે. આધુનિક નિયમાવલી સાથે આ ગેમનું ડિજિટલ સંસ્કરણ નાના બાળકોથી લઇ યુવાનો તેમજ મોટી ઉંમરના વ્યક્તિઓ માટે સમય પસાર કરવાનો અને મનોરંજનનો ઉત્તમ વિકલ્પ બની ગયો. બાળપણ દરમિયાન બધા બાળકો માટે સૌથી લોકપ્રિય ઇન્ડોર રમત લુડો જ છે. ચાર વ્યક્તિઓ એક સાથે દુનિયાના કોઈપણ ખૂણેથી આ રમત ઓનલાઇન રમી શકે છે. ફેસિનેટિંગ લુક, AIની કમાલ આ રમતને અનપ્રેડિક્ટેબલ બનાવે છે, જે એનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ છે.

image source

ગત સપ્તાહે સેન્સર ટાવરે જાહેર કરેલા આંકડા મુજબ, 2016 માં શરૂ કરાયેલ લુડોકિંગ એપ્રિલમાં વિશ્વભરની ટોચની પાંચ મોબાઈલ ગેમ્સ પૈકી એક બની ગઈ છે. પરંપરાગત લુડોની અનુભૂતિ કરવા ઉપરાંત, લુડો કિંગ પાસે મલ્ટિપ્લેયર સપોર્ટ અને યુવા પ્રેક્ષકોને આકર્ષિત કરવા માટે વિવિધ થીમ્સ સહિત સુવિધાઓ છે.

image source

લુડોકિંગની કહાની રચનાર વાર્તાકાર!

બિહારના પટનામાં જન્મેલા વિકાસ જયસ્વાલ. 5 વર્ષની ઉંમરે થી જ ડિજિટલ ગેમ્સમાં રસ ધરાવતા વિકાસને પોતાના છઠ્ઠા જન્મદિવસે વિડીયોગેમ સેટની ગિફ્ટ મળતા રાજીના રેડ થઇ જાય છે. ભણવામાં અત્યંત હોંશિયાર વિકાસ અલગ અલગ વીડિયોગેમ્સની અલગ અલગ લાક્ષણિકતાઓ શોધવામાં માહેર હતાં. ઘર ઉપરાંત વીડિયોગેમ સ્ટેશન પરની તમામ ગેમ્સ એમના મગજમાં એક પછી એક ગોઠવાતી જતી હતી.

image source

આ જ કારણે તેઓએ ઉચ્ચ અભ્યાસ માટે MIT, ઓરિસ્સામાં કમ્પ્યુટર સાઇન્સ એન્જીનીયરીંગમાં સ્નાતકની મેળવવાની ઈચ્છા દર્શાવી. તે દરમિયાન તેમણે તેમના બેચલર ડિગ્રી પ્રોગ્રામ દરમિયાન થીસીસના ભાગ રૂપે ‘એગિ બોય’ નામની વિડિઓ ગેમ બનાવી. રમત પ્રારંભિક સમયગાળામાં તેનું નામ બનાવવામાં અદભુત રીતે સક્ષમ રહી હતી અને તેના પરિણામે પ્રખ્યાત પીસીક્વેસ્ટ મેગેઝિનમાં ‘ગેમ ઓફ ધ મંથ’ તરીકેનું સન્માન મેળવવામાં સફળ રહી. એમઆઈટીમાંથી સ્નાતક થયા પછી, વિકાસ મુંબઇ ગયા અને ઇન્ડિયાગેમ્સ લિમિટેડ માટે ટેકનોલોજી હેડ તરીકે કામ કરવાનું શરૂ કર્યું.

image source

નોકરીના 4 વર્ષ પછી, તેમણે 2008 માં નોકરી છોડી દીધી અને તેમના ડ્રીમ પ્રોજેક્ટ- એક સફળ ગેમ ડેવલપમેન્ટ કંપનીની સ્થાપના – પર કામ કરવાનું શરૂ કર્યું. 2.5 લાખના રોકાણ સાથે ગેમેશન નામની પોતાની ગેમિંગ કંપની શરૂ કરી. તેમની પાસે સાત લોકોની ટીમ હતી. શરૂઆતમાં અમુક ઓફલાઈન ગેમ્સ બનાવી, સરળ બ્રાઉઝર રમતો બનાવી, પણ જોઈએ એટલી સફળ ના થતાં, વિકાસે કંઈક અલગ અને લોકોને આકર્ષે એવી ગેમ બનાવવાનું વિચાર્યું. લાંબા ગાળા પછી એટલે કે ઓક્ટોબર 2015 ની આસપાસ લુડો કિંગના માલિક વિકાસ જયસ્વાલને લુડો બનાવવાનો વિચાર આવ્યો.

image source

આ રમત પાછળનો મૂળ વિચાર એ હતો કે રમતી વખતે બાળપણની યાદોને ફરીથી સ્મરી શકાય છે. લુડોકીંગના ડેવલોપમેન્ટ પર કામ શરુ થયું. મહેનતું ડેવલોપર્સ, કુશળ ગ્રાફિક ડિઝાઇનર્સ અને યોગ્ય લીડરશીપના કારણે એક સરળ પણ મનોરંજક ગેમ લુડોકિંગનું ડેવલોપમેન્ટ પૂરું થયું. 20 ફેબ્રુઆરી, 2016 ના રોજ એપલ એપ સ્ટોર પર આઇઓએસ પ્લેટફોર્મ માટે રજૂ કરવામાં આવી હતી, અને તેની લોકપ્રિયતા જોયા પછી, રમતને અન્ય પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવી હતી. શરૂઆત થી જ લોકોએ આ રમતને ખૂબ પસંદ કરી અને તેમના સંબંધીઓ અને મિત્રો સાથે રમવાનું શરૂ કર્યું.

image source

ટ્રેન્ડસેટર લાભ

જયસ્વાલે એવા સમયે લુડો કિંગનો વિકાસ કર્યો જ્યારે સ્માર્ટફોન માટે ખૂબ ઓછી પરંપરાગત ભારતીય બોર્ડ ગેમ્સ ઉપલબ્ધ હતી. તેમનું માનવું છે કે ટ્રેન્ડસેટરનો ફાયદો છે કે જેણે તેના લોન્ચના માત્ર એક મહિનામાં સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરી. જો કે, આનો અર્થ એ નથી કે તેણે કોઈ પ્રયત્નો કરવાની જરૂર નહોતી રહી. તેણે લુડો કિંગના લોન્ચિંગના છ મહિનામાં મલ્ટિપ્લેયર મોડ લાવ્યો અને ગેમપ્લેને વધારવા પારંપરિક નિયમોને હળવા બનાવ્યા. અનેક અપડેટ અને ગેમપ્લેની સરળતાને કારણે પ્લેસ્ટોર ચાર્ટ્સમાં લુડોકીંગ છવાઈ ગઈ. પ્રારંભિક 2017માં 12 કરોડ વપરાશકર્તાઓ સાથે લુડોકીંગ ભારતની સાથી વધુ રમાતી ઓનલાઇન ગેમ્સ માંની એક બની ગઈ.

image source

કોવિડ-19 દરમિયાન પ્રોત્સાહન મળ્યું

લુડોકીંગ લોકડાઉનના શરૂઆતી સમયગાળામાં સૌથી સફળ ડિજિટલ બોર્ડ ગેમ બની ગઈ, જ્યાં આ રમત સમય પસાર કરવા અને મિત્રો અને સંબંધીઓ સાથે ચિટ-ચેટિંગ કરવાનો શ્રેષ્ઠ સ્રોત બની રહી. જ્યારે ઘણી કંપનીઓ કોવિડ-19 ફાટી નીકળવાની વિપરીત અસરોનો સામનો કરી રહી છે, લુડો કિંગ એવા કેટલાક નામો માંનું એક છે જે આપણે ટેકનોલોજી જગતમાંથી લઈ શકીએ છીએ જેણે રોગચાળા દરમિયાન સકારાત્મકતા જોઇ છે.

image source

વિકાસ જયસ્વાલે લોકડાઉન દરમિયાન કહ્યું હતું કે, આ વૈશ્વિક મહામારી દરમિયાન જયારે સરકાર તમામ દેશવાસીઓને ઘરે જ રહેવાનું સૂચન કરી રહી હતી, ત્યારે અમારી ટીમે પોતાના ઘરે જ સતત રાતદિવસ જાગી લોકોને લોકડાઉન દરમિયાન મનોરંજન પૂરું પાડવા લુડોકીંગની કાર્યક્ષમતા વધારવાના હેતુ પર કામ કર્યું હતું. લોકડાઉનના પ્રથમ તબક્કામાં જ એકવાર અમારું સર્વર ક્રેશ થઇ ચૂક્યું હતું, જે અઢળક યુઝર્સનો વપરાશ દર્શાવતો હતો, જે અમારા માટે પ્રેરક પ્રોત્સાહન હતું, ત્યારબાદ રેગ્યુલર અપડેટ સાથે અમે ગેમને સક્રિય બનાવી રાખી વપરાશકર્તાને એક મનોરંજક અનુભવ બની રહે તેવા તમામ પ્રયત્નો કરતાં રહ્યાં!

image source

આ પ્રયત્નોએ જ લુડોકીંગને પ્લેસ્ટોરમાં ટોપ પર પહોંચાડવામાં સિંહફાળો આપ્યો. અને એપ્રિલની શરૂઆતમાં માસિક વપરાશકર્તાઓમાં 73 ટકા જેટલો જંગી વધારો લુડોકીંગને સફળતાઓની સીડી પર છેક શીર્ષ સુધી લઇ ગયો.

લુડોકીંગ ગેમ નસીબદાર છે!

લોકડાઉન અગાઉ લુડોકીંગ, તીનપતિ રમી જેવી રમતોના ડેવલોપર્સ વચ્ચે હરણફાળ તો ચાલતી જ હતી, પરંતુ લોકડાઉન દરમિયાન લુડોકિંગના યુઝર્સમાં નાટકીય વધારો અને મેળવેલી સફળતા અન્ય ગેમ્સ મેળવી શકી ના હતી. આ બાબતે વિકાસ કહે છે કે, ‘ખરેખર, લુડોકીંગ ગેમ પોતે અને અમારી આખી ટિમ માટે નસીબદાર છે, લુડોકીંગના ડેવલોપમેન્ટ વખતે અમે જે જે ધારણાઓ કરી હતી એ બધા ઉપર એ ખરી ઉતરી છે!’

image source

યોજાઈ હતી લુડોકીંગની ટુર્નામેન્ટ!

ડેવલોપર્સ દ્વારા એપ્રિલમાં એક ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લખો રૂપિયાની ઈનામી રકમે વધુ યુઝર્સને આકર્ષિત કર્યા હતાં. લોકડાઉનના શરૂઆતી તબક્કાઓમાં ફેમિલી ગ્રુપ્સમાં પણ લાખો લુડોકીંગ ટુર્નામેન્ટ યોજાતી હતી. વ્હોટ્સએપ ગ્રુપ્સમાં આખું ટાઈમટેબલ બનાવીને એક ઊંચી કક્ષાની ટુર્નામેન્ટનું આયોજન થતું, એવા રીવ્યુ લુડોકીંગને પ્લેસ્ટોર એપ પરથી મળ્યા હતાં. લાઈવ ચેટિંગ અને સ્ટીકર્સ ગેમપ્લેય દરમિયાન લોકોનું મનોરંજન પૂરું પાડતાં હતાં.

લુડોકીંગ અને અન્ય પારંપરિક ડિજિટલ ગેમ્સનું ભવિષ્ય!

આ અણધારી વૃદ્ધિ એ એક ઝલક હતી કે ભવિષ્યમાં ભારતીય બોર્ડની રમત કેટલી મોટી થઈ શકે છે. જયસ્વાલે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તાજેતરના આંકડા મુજબ રમત પહેલાથી જ માસિક સક્રિય વપરાશકર્તાઓ ૧ કરોડને ઓળંગી ગઈ છે. એપ્લિકેશનને પર 36 કરોડ ડાઉનલોડ્સ અને iOS પર 1.92 કરોડ ડાઉનલોડ્સ પણ પ્રાપ્ત થયા છે.

image source

જયસ્વાલે કહ્યું કે નવી મુંબઇ સ્થિત ગેમશન ટેક્નોલોજીસના તેમની ઇજનેરો અને ડિઝાઇનર્સની ટીમ હાલના અનુભવમાં પરિવર્તન લાવવા માટે વપરાશકર્તાનો ફીડબેક પણ સક્રિયપણે જુએ છે. નવી સુવિધાઓ ઉમેરવાનું મહત્વપૂર્ણ બન્યું છે કારણ કે આજકાલ લુડો કિંગના ઘણા હરીફો છે. ઉપરાંત, અમારી કેરમ કિંગ અને સુડોકુ કિંગ પણ માર્કેટમાં છે જ, તેના નવા સ્વરૂપ અને અન્ય ગેમ્સ સાથે અમારા ઘણા ભવિષ્યના પ્લાન છે જેના પર અમે અત્યારે કામ કરી રહ્યા છીએ.

image source

લોકડાઉનના પ્રારંભિક તબક્કા દરમિયાન થયેલી વૃદ્ધિએ કેટલાક દિવસો માટે લુડો કિંગને ગૂગલ પ્લે પર ટોપ ફ્રી રમતોના ટોચનાં ચાર્ટમાં પ્રથમ ક્રમાંક સુધી પહોંચવામાં મદદ કરી. ફક્ત ભારત જ નહીં પરંતુ બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા અને પાકિસ્તાન સહિતના અન્ય ટોચના પાંચ બજારોમાં પણ મોટો વધારો જોવા મળ્યો હતો, જ્યાં સ્થાનિક સરકારોએ પણ કોરોનાવાયરસ રોગચાળાને કારણે સમાન નિયંત્રણો લાદ્યા હતાં. તદુપરાંત, લુડો કિંગ પર વિતાવેલો સરેરાશ સમય પણ એપ્રિલ 18 અને મે 18 ની વચ્ચે લગભગ 48 મિનિટ સુધી વધ્યો હતો.

જયસ્વાલે કહ્યું હતું કે, “મેં ક્યારેય આટલો ટ્રાફિક અથવા નંબર વન રેન્કિંગની અપેક્ષા કરી નથી, પરંતુ હા, રમત બનાવતી વખતે, મેં મારી ટીમના સભ્યોને ખાતરી આપી હતી કે જ્યારે આપણે આ રમતને લોન્ચ કરીશું, ત્યારે તે ભવિષ્યમાં ચોક્કસ થી ભારતની બોર્ડ ગેમ્સ કેટેગરીની ટોચની 10 રેન્કિંગમાં આવશે.”

image source

જયસ્વાલ અને તેની ટીમ લુડો કિંગમાં નવી સુવિધાઓ લાવવામાં વ્યસ્ત છે. 3D અનુભવ, ટૂર્નામેન્ટ મોડ અને ઓડિયો ચેટ આગામી મોટા ફેરફારોમાં સમાવેશ થાય છે. નવી સુવિધાઓ આગામી મહિનાના મધ્યમાં લાવવાની યોજના છે. જયસ્વાલ લુડો કિંગની સફળતાનો ઉપયોગ કરીને તેની ગેમેશન ટેક્નોલોજીસને વિસ્તૃત કરવાની અને નવી રમતો લાવીને સાઉદી અરેબિયા અને યુ.એસ. અને યુરોપના ડિજિટલ માર્કેટને લક્ષ્ય બનાવવાની પણ યોજના ધરાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત