મખાણા પેટીસ – ઉપવાસમાં સાબુદાણા અને બટેકાની પેટીસ તો ખાતા જ હશો હવે એકવાર આ જરૂર બનાવજો

કેમ છો ફ્રેંડસ:-

આજે હું લાવી છું ફરાડી પેટીસ…પેટીસ તો આપણે બટેટા ની સાબુદાણાની, શક્કરિયા ની બનાવતા જ હોય છે પણ આજે મખાણા ની પેટીસ બનાવાની છે… ટેસ્ટી તો છે જ સાથે હેલ્થી પણ છે..બનાવવા માં પણ એકદમ સહેલી છે..તો રોજ ના ફરાળ માં આજે એક નવી ડીશ ઉમેરી દો અને બનાવો મખાણા પેટીસ…અને સાથે સીંગદાણા ની ચટણી😋

તે માટે જોઈ લો સામગ્રી અને સાથે મખાણા ના ફાયદા પણ જોઈએ…

” મખાણા પેટીસ “

સામગ્રી :-

  • 1 મોટી વાટકી – મખાણા
  • 1 મોટો – બટેટો
  • 3 ચમચી – સીંગોળા નો લોટ
  • 1 ચમચી – શેકેલા જીરાનું પાવડર
  • 1 ચમચી છીણેલું – આદુ
  • 4 લીલા – મરચા
  • ટેસ્ટ પ્રમાણે – સિંધવ મીઠું
  • 1 ચમચી – ખાંડ
  • 3 ચમચી સમારેલા – લીલા ધાણા
  • 4 ચમચી – ઘી

રીત :-

સૌપ્રથમ પેન માં 2 ચમચી ઘી લઇ મખાણા ને ધીમી ગેસપર શેકી લેવા.

મખાણા શેકતા 5 થી 7 મિનિટ લાગશે. આ પ્રોસેસ કરવી જરૂરી છે કેમ કે બાર ના મખાણા એકદમ સોફ્ટ હોય છે…

હવે ઠંડા પડે એટલે મિક્સર માં ક્રશ કરી લેવા. મરચા પણ પીસી લેવા.

હવે એક મોટા બાઉલ માં બટેટા સ્મેશ કરી તેમાં મરચા , મખાણા પાવડર, સીંગોળા નો લોટ , કોથમરી ,મીઠું ,ખાંડ ,જીરા નો પાવડર, આદુ ,બધું ઉમેરી મિક્સ કરી લેવું.

સરખું મિક્સ કરી હાથને થોડું ઘી લગાવી પેટીસ વાળી લેવી.

હવે પેટીસ ને તમેં સેલો ફ્રાય પણ કરી શકો છો.તળી પણ શકો છો..મેં ઐયા બેવ રીતે બતાવી છે.

આ પેટીસ સીંગદાણા ના ચટણી સાથે ખુપ સરસ લાગે છે ..

સીંગદાણા ની ચટણી:-

એક બાઉલ માં 2 ચમચી સીંગદાણા નો ભૂકો, 2 ચમચી દહીં ,મીઠું ,1 ચમચી ખાંડ ,મરી પાવડર નાખી મિક્સ કરી આ ચટણી તૈયાર કરી છે.

ઉપવાસ માં આ પેટીસ જરૂર થી બનાવ જો..

મખાણા આપના શરીર માટે ખુપ ફાયદાકારક છે …

1- તેમાં કોલેસ્ટાલ ,ફાયબર અને સોડિયમ ઓછું છે તે માટે high BP લોકો માટે પૌષ્ટિક છે..

2- ડાયાબિટીઝ વારા માટે મખાણા ખુપ ફાયદેમંદ છે..

3- મખાણા માં anti ageing ઘટક હોવાથી મખાના ખાવા જ જોઈએ…

4- કિડની ની તકલીફ હોય તે માટે મખાના ખુપ સારા પ્રમાણમાં અસરકારક થાય છે.

5- મખાણા માં વધારે પ્રોટીન અને કાબ્રોહાઇડ્રેટ, ઓછું છે એટલે વજન ઓછું કરવા આ ઉત્તમ છે …

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.