CM રૂપાણી એવું એક વાક્ય બોલ્યાને ટ્વિટરમાં ટ્રેન્ડ થવા લાગ્યું, સોશિયલ મીડિયામાં ધુમ મચી ગઈ

એક તરફ આખાય વિશ્વમાં કોરોના સંક્રમણના આંકડાઓ ઝડપથી વધી રહ્યા છે. સુરતમાં કોરોનાના નવા કેસ હવે અમદાવાદ કરતા પણ વધુ ઝડપથી વધી રહ્યા છે. આવા સમયે સુરતના કોરોના કેસના વધતા આંકડાઓના પગલે પત્રકારે CMને પ્રશ્ન પૂછ્યો હતો, ત્યારે એ પ્રશ્નના જવાબમાં CM વિજય રૂપાણીએ કહ્યું હતું કે, મને ખબર નથી. આ પછીથી સતત હવે મુખ્યમંત્રીના આ જવાબને લઈને આજે પણ આખાય દિવસ દરમિયાન ટ્વિટર પર #મને_ખબર_નથી વાક્ય ટ્રેન્ડિગમાં ચાલી રહ્યું છે.

Image Source

પત્રકારને જવાબમાં કહ્યું – ‘મને ખબર નથી’

આપને જણાવી દઈએ કે હાલમાં સુરતમાં જે ગતિએ કોરોના સંક્રમણના નવા કેસ આવી રહ્યા છે એ પગલે સરકાર પર અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. આવા સમયે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાલમાં જ સુરત ખાતે પત્રકાર પરિષદમાં હાજરી આપી હતી. આ પત્રકાર પરીસદમાં એમને જ્યારે સવાલ કરવામાં આવ્યો હતો કે સુરત મહાનગર પાલિકા અને આરોગ્ય વિભાગના આંકડાઓમાં કેમ ફરક આવી રહ્યો છે. ત્યારે પત્રકારના આ પ્રશ્નના જવાબમાં રૂપાણીએ એમને કહ્યું હતુ કે મને ખબર નથી. બસ આ વાક્યને લઈને અત્યારે સોશિયલ મીડિયામાં ખુબ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

Image Source

CMના જાહેર જવાબને લઈને કોંગ્રેસે આઠ પશ્નો કર્યા

આ ટ્રેન્ડનો લાભ લઈ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે પણ ગુજરાત સરકારને નિશાના પર લેતા ટ્વીટ દ્વારા મુખ્યમંત્રીને બીજા 8 સવાલ પણ કર્યા હતા. આપને જણાવી દઈએ કે જ્યારે કોંગ્રેસ પ્રમુખે આ સવાલ કર્યા છે, ત્યારે ગુજરાત ભરમાં ‘મને ખબર નથી’ એ વાક્ય સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યું છે. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના એક જાહેર જવાબને લઈને કોંગ્રેસે આઠ પશ્નો કર્યા હતા.

કોંગ્રેસે મુખ્યમંત્રીને કરેલા આઠ પ્રશ્ન

સુરતમાં જ્યારે કોરોનાથી મૃત્યુ વિશેના સવાલ પર CM રૂપાણી બોલ્યા હતા કે મને ખબર નથી. ત્યારે હવે મુખ્યમંત્રી દ્વારા અપાયેલા એમના આ જાહેર જવાબ પર કટાક્ષમાં કોંગ્રેસે અન્ય આઠ સવાલ પણ પૂછ્યા હતા. જેના જવાબને એમણે વિજય રૂપાણીના આ જવાબ સાથે સરખાવીને કટાક્ષ કર્યો હતો. આ આઠ પ્રશ્નો નીચે પ્રમાણે છે.

તેમજ આ સવાલોના જવાબમાં એમણે જાતે જ જવાબમાં રૂપાણીના જાહેર નિવેદનને ટાંક્યું હતું. તેમજ આ પોસ્ટમાં દર્શાવેલ આઠ પ્રશ્નો લખ્યા પછી કહ્યું હતું કે જો આ બધા વિશે એમને ખબર નથી, તો ભાજપ સરકાના CM ને શું ખબર છે?

વિજય રૂપાણીનું આ વાક્ય ટ્રેન્ડમાં

તો એક ટ્વીટમાં ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે એના જવાબમાં આ વકયનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

તો બીજા એક યુવકે ગુજરાતમાં સરકારી પરીક્ષાઓ ક્યારે લેવાશે એવો પ્રશ્ન પૂછતાં પણ એ જ જવાબ મળ્યો હતો એવી ટ્વીટ કરી હતી.

ઉલ્લેખનીય છે કે હમણાં વિજય રૂપાણીનું આ વાક્ય ટ્રેન્ડમાં છે ત્યારે એના પર ત્યારે સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના મિમ બનાવી રહ્યા છે. વર્તમાન સમયે હાલ ટ્વિટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર મને ખબર નથી વાક્ય પર બનેલા મીમ્સ ટ્રેન્ડ થવા લાગ્યા છે. આ વાક્યને લઈને સરકારી નોકરી, વિકાસ સહિતનાં અનેક મુદ્દાઓને લઈને લોકોએ મીમના માધ્યમથી અનેક પ્રકારના પ્રશ્નો પુછ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત