માસ્ક પહેરવાનું બંધ કરી દીધુ હોય તો ફરી શરૂ કરી દેજો, નહિં તો થશે આટલો દંડ, જાણો શું આપ્યા સરકારે આદેશ

ગુજરાતમાં કોરોનાએ ફરી માથુ ઉચક્યું છે. એક તરફ રસીકરણનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે તો બીજી તરફ કોરોનાના કેસમાં વધારો થતા તંત્ર હરકતમાં આવ્યું છે. નોંધનિય છે કે રાજ્યમાં થોડા સમય પહેલા યોજાયેલી સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણીમાં પણ રાજકીય પાર્ટીઓ મોટી સંખ્યામાં ભીડ એકઠી કરી રહી હતી અને આ ઉપરાંત હાલમાં પરિસ્થિતિ ખરાબ હોવા છતા અમદાવાદમાં મેચ જોવા માટે હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ ઉપરાંત ખાણી પીણી બજાર અને લગ્નમાં પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોવાની ફરિયાદ સામે આવી હતી. જેથી તંત્ર હવે કોરોનાના નાથવા માટે આકરા પગલા લઈ રહ્યુ છે.

image source

ગુજરાત સરકારે ફરી રાત્રિ કર્ફ્યૂ લગુ કરવાનો નિર્ણય લીધો છે. જે મુજબ 10 વાગ્યાથી નાઈટ કર્ફ્યૂ અમલમાં આવશે. આ ઉપરાંત લોકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું પડશે જો તેનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તંત્ર દ્વારા દંડનિય કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે સરકારની કોર કમિટીએ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ 10 વાગ્યાથી કર્યો છે

image source

સાથે શહેરોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન કરતા લોકોને સામે કાર્યવાહી કરવા પણ સરકારે કવાયત હાથ ધરી છે. તમને જણાવી દઈએ કે, હવે માસ્કનો 1000 રૂપિયા દંડ વસૂલવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરાવવા માટે ફરી એકવાર ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવાની દિશામાં આગળ વધી રહી છે.

image source

તો બીજી તરફ રાજ્યમાં કોરોનાની ગંભીર સ્થિતિ જોતા ફરીવાર ચાર મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં નાઈટ કર્ફ્યૂ લાગુ કરવાનો તંત્રએ નિર્ણય કર્યો છે. તમને જણાવી દઈએ કે, આજે કોર કમિટીની બેઠકમાં કોરોનાની સ્થિતિના આધારે રાત્રિ કર્ફ્યુનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આવતી કાલથી હવે રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાદુ રહેશે.

image source

આ નાઈટ કરફ્યુની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે. તો બીજી તરફ રાજ્ય સરકારે આ ચારેય મહાનગરોમાં મંગળવાર 16 માર્ચ સુધી રાત્રિ કરફ્યુના સમયની અગાઉની વ્યવસ્થા એટલે કે રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવી દઈએ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ રાજ્યમાં કોરોનાએ ફરી માથુ ઉચક્યું છે જેથી રાજ્ય સરકારે ફરી આકરા પગલા લેવા કમર કસી છે.

image source

તમને જણાવી દઈએ કે, રાજ્યના અમદાવાદ શહેરમાં પણ કોરોનાએ ફરી માથુ ઉચક્યું છે. જેના કારણે અમદાવાદ શહેરના 8 વિસ્તારમાં રાતે 10 વાગ્યા પછી હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ટી સ્ટોલ બંધ રાખવાનો સરકારે આદેશ કર્યો છે. તંત્રએ જે વિસ્તાર પર કાર્યવાહી કરી છે તેમા જોધપુર, સાઉથ બોપલ, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં રાતના 10 વાગ્યા પછી હોટલ-રેસ્ટોરન્ટ બંધ રાખવામાં આવશે.

આ ઉપરાંત અમદાવાદના જાણીતા ખાણીપીણી બજાર માણેકચોક અને રાયપુર ખાતે પણ 10 વાગ્યા બાદ તમામ ખાણી પીણી દુકાનો હોટેલ અને લારીઓને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!