જાણો આ અભિનેત્રીઓ વિશે, જેમણે કર્યા છે પોતાની માતાની ઇચ્છા વિરુદ્ધ લગ્ન

આ અભિનેત્રીઓએ કર્યા હતા પોતાની માતાની ઇચ્છા વિરુદ્ધ લગ્ન – એક તો ખૂબ જ નાની ઉંમરે મૃત્યુ પામી

એવું નથી કે પોતાનો પ્રેમ પામવા માટે સામાન્ય લોકોએ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પણ નામી હસ્તીઓને પણ પ્રેમ પામવા માટે ઘણા બલીદાન આપવા પડે છે. અને પોતાના કુટુંબીજનોની વિરુદ્ધ પણ જવું પડે છે.

image source

તેને સામાન્ય ભાષામાં કહીએ તો ભાગીને લગ્ન કરવા પડે છે. બોલીવૂડમાં પણ એવા કેટલાક કલાકાર છે જેમણે પોતાના કુટુંબીજનોની વિરુદ્ધમાં જઈને લગ્ન કર્યા હતા. આજે અમે તમને કેટલીક એવી અભિનેત્રીઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે પોતાની માતાઓ વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા. તેમાંના કેટલાક સફળ લગ્નજીવન ભોગવી રહ્યા છે તો કેટલાક છુટ્ટા થઈ ગયા છે. અને કેટલાકે તો બીજા જીવનસાથીને પસંદ કરીને ફરીથી ઘર પણ વસાવી લીધું છે.

પદ્મીની કોલ્હાપુરી

image source

80ના દાયકાની જાણીતી અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરીએ 1986માં પોતાના માતાપિતાની મરજી વિરુદ્ધ પ્રહોડ્યુસર દીપક સાથ લગ્ન કરી લીધા હતા તે પણ પોતાના એક મિત્રના ઘરે. માતાપિતાનો વિરોધ અલગ સમાજને લઈને હતો. પણ પદ્મીની પ્રેમમાં હતી અને તેણે પોતાના પ્રેમને પામવા માટે ઘર છોડી દીધું હતું. તમને જણાવી દઈએ કે પદ્મીની કોલ્હાપુરી આજની જાણીતી અભિનેત્રી શ્રદ્ધા કપૂરની માસી પણ છે.

દિવ્યા ભારતી

image source

દિવ્યા ભારતીએ બોલીવૂડમાં પ્રવેશ્યા પહેલાં સાઉથ ઇન્ડિયન ફિલ્મોથી અભિનયની શરૂઆત કરી હતી અને 1992માં આવેલી ફિલ્મ વિશ્વાત્માથી તેણી સની દેઓલ સાથે બોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો. દિવ્યા ભારતીએ ઋષિ કપૂર અને શાહરુખ ખાન અભિનિત ફિલ્મ દિવાનાથી ખરી સફળતા મળી હતી. તે સમયે તેણી માત્ર 18 જ વર્ષની હતી. તેણીએ બોલીવૂડમાં પ્રવેશ્યાને હજું તો વર્ષ પણ નહોતું થયું અને તેણીએ પ્રોડ્યુસર સાજીદ નડિયાદવાલા સાથે લગ્ન કરી લીધા.

image source

અને તેના માત્ર એક જ વર્ષની અંદર 1993માં દિવ્યા ભારતીનું એક અકસ્માતમાં મૃત્યુ થયું હતું. દિવ્યા ભારતીએ ખૂબ જ નાની ઉંમરમાં નામ કમાવ્યું હતું. માત્ર થોડી જ ફિલ્મો કરીને તેણે આ દુનિયામાંથી વિદાઈ લઈ લીધી હતી. તેની માતાએ એક ઇન્ટર્વ્યૂમાં ખુલાસો કર્યો હતો કે તેણી દિવ્યાના સાજીદ સાથેના લગ્નની વિરુદ્ધમાં હતી, તેમ છતાં દિવ્યાએ તેની સાથે લગ્ન કર્યા અને તેનું પરિણામ આજે અમે બધા ભોગવી રહ્યા છીએ.

અમૃતા સિંહ

image source

સૈફ અલી ખાને હજુ તો બોલીવૂડમાં પ્રવેશ જ કર્યો હતો અને તે પોતાનાથી 12 વર્ષ મોટી બોલીવૂડ અભિનેત્રી અમૃતા સિંહને પોતાનું દીલ દઈ બેઠો હતો. તે સમયે અમૃતા સિંહ બોલીવૂડની એક અનુભવી અભિનેત્રી હતી તો સૈફ હજુ બોલીવૂડમાં પાપા પગલી જ ભરી રહ્યો હતો. અમૃતા 33 વર્ષની હતી તો સૈફ 21 વર્ષનો હતો. તેમને એકબીજાનો સંગાથ ખૂબ ગમતો હતો અને છેવટે તેણે પોતાના સંબંધને આગળ વધારવા માટે લગ્ન કરવાનો પણ નિર્ણય લઈ લીધો.

image source

જોકે તેમના માતાપિતા તેમના આ લગ્નની વિરુદ્ધમાં હતા તેમ છતાં તેમણે લગ્ન કરી લીધા. તેમણે 1991માં લગ્ન કર્યા હતા અને 2004માં તેઓ છુટ્ટા થઈ ગયા હતા. આમ તેમનું લગ્નજીવન માત્ર બાર જ વર્ષ ચાલી શક્યું હતું. આજે અમૃતા પોતાના બાળકો સાથે સમય પસાર કરી રહી છે અને બધા જાણે છે તેમ સૈફે કરીના કપૂર સાથે ઘર વસાવી લીધું છે.

હેમા માલિની

image source

બોલીવૂડની ડ્રીમ ગર્લનો ખીતાબ જેને મળ્યો છે તેવી પ્રભાવશાળી અભિનેત્રી હેમા માલિનીએ પણ માતાની મરજી વિરુદ્ધ ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા હતા. આજે પણ માતાપિતા પોતાની દીકરી કોઈ પરણેલા પુરુષ સાથે લગ્ન કરે તે ન ઇચ્છે તેવું જ તે સમયે પણ થયું હતું. ધર્મેન્દ્ર હેમા માલિની કરતા 15 વર્ષ મોટા હતા અને તેઓના લગ્ન પણ થયેલા હતા અને તેમને ચાર બાળકો પણ હતા અને માટે જ તેણીની માતા આ લગ્ન ન થાય તેવું ઇચ્છતી હતી. તેમ છતાં હેમા માલિનીએ ધર્મેન્દ્ર સાથે 1979માં લગ્ન કરી લીધા અને આજે તેમને બે દીકરીઓ છે.

શ્રીદેવી

image source

શ્રીદેવીએ ખૂબ જ નાની ઉંમરમાં ફિલ્મોમાં પદાર્પણ કર્યું હતું. એમ કહો કે તેનું સંપૂર્ણ જીવન ફિલ્મોમાં જ પસાર થયું છે. તેણે સાઉથ ઇન્ડિયન ફિલ્મોથી પોતાની અભિનય કારકીર્દીની શરૂઆત કરી હતી. બોલીવૂડમાં તેને ભારે સફળતા મળી હતી. શ્રીદેવી જોકે આજે આપણી વચ્ચે નથી પણ આજે પણ તેની વાતો તો ચાલતી જ રહે છે. 1996માં શ્રીદેવીએ પોતાની માતા વિરુદ્ધ જઈને પ્રોડ્યુસર બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા. આ બાબતે શ્રીદેવીએ જ એક ઇન્ટર્વ્યૂમાં ખુલાસો કર્યો હતો. તેમના માતાને શ્રીદેવીના આ સંબંધ પસંદ નહોતો કારણ કે બોની કપૂર પહેલેથી જ પરણેલા હતા અને તેમના બે બાળકો પણ હતા. બીજીબાજુ શ્રીદેવી લગ્ન પહેલાં જ પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી. માટે તેમણે લગ્ન કરી લેવા જ યોગ્ય સમજ્યું

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત