કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકો માટે સરકારની મોટી જાહેરાત

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીએ રાજ્યના એવા બાળકોને લઈને મહત્વનો નિર્ણય લીધો છે જેમને કોરોના કાળમાં સૌથી મોટો ફટકો લાગ્યો છે. આજે રાજ્યના અનાથ અને નિરાધાર થયેલા બાળકો માટે મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય સરકારે કર્યો છે.

આજે મળેલી કોર કમિટિમાં લેવાયેલા આ સંવેદનશીલ નિર્ણય અનુસાર કોરોના વાયરસના સંક્રમણથી પોતાના માતા-પિતા ગુમાવનારા અને અનાથ, નિરાધાર થયેલા બાળકની જવાબદારી રાજ્ય સરકાર લેશે. આવા બાળકોને રાજ્ય સરકાર માસિક રૂપિયા ૪૦૦૦ની સહાય આપશે.

image source

બાળકોને સહાય આપવાના નિર્ણયની વિગતો અનુસાર રાજ્ય સરકાર તરફથી મળતી આ રૂપિયા ૪૦૦૦ની સહાય તે બાળક ૧૮ વર્ષનું થાય ત્યાં સુધી આપવામાં આવશે. એટલે કે આ સહાય યોજના ૧૮ વર્ષથી નાના બાળકો માટે જાહેર કરાઈ છે.

રાજ્ય સરકાર દ્વારા આજે મળેલી કોર કમિટિમાં બાળકો અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાયો છે. આજે ધોરણ દસના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની જાહેરાત પણ કરવામાં આવી હતી જ્યારે આ સાથે બાળકોને સહાય પણ જાહેર કરવામાં આવી છે.

image source

કોરોનાની આ બીજી લહેરમાં અનેક પરિવારનો માળો વિખાયો છે. અનેક લોકો આ સમયમાં મોતને ભેટ્યા છે. તેવામાં આ સમયમાં જે બાળકોએ માતાપિતાની છત્રછાયા ગુમાવી છે તેને લઈ સરકારે આ નિર્ણય લીધો છે.

જણાવી દઈએ કે આ પહેલા મધ્યપ્રદેશ સરકારે માતાપિતા કોરોનાને કારણે ગુમાવનાર બાળકો માટે આર્થિક સહાય જાહેર કરી હતી. ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા આ યોજના જાહેર કરવામાં આવી છે. મધ્યપ્રદેશ સરકારે માસિક રૂપિયા 5000ની સહાયની જાહેરાત કરી હતી. સાથે જ બાળકોના અભ્યાસની જવાબદારી પણ સરકાર લેશે.

image source

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે જાહેરાત કરતાં એમ પણ ઉમેર્યું હતું કે આવા પરિવારને ફ્રીમાં રાશન પણ આપવામાં આવશે. મધ્યપ્રદેશ સરકારે આ નિર્ણયમાં એવી સ્ત્રીઓને પણ મદદ માટે જાહેરાત કરી હતી જેમના પતિનું કોરોનામાં અવસાન થયું હોય તો તેમની પત્નીને જો કોઈ કામ શરુ કરવું હોય તો તેવી સ્થિતિમાં મહિલાને ગેરંટી વિના અને વ્યાજ વિના લોન આપવામાં આવશે જેથી તે પગભર થાય અને સ્વતંત્ર ધંધો કરી પોતાનું ઘર ચલાવી શકે.

જો કે આજે રાજ્ય સરકારે જે નિર્ણય જાહેર કર્યો તેમાં માત્ર 4000ની માસિક આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે. કોરોનાની બીજી લહેરમાં અનેક બાળકો એવા છે જેમના પરીવારમાંથી એક પછી એક એમ વડિલોનું અવસાન થયું છે. આ લહેર 30 કે તેનાથી વધુની વયના લોકો માટે ઘાતક સાબિત થઈ હતી. તેવામાં અનેક બાળકોએ સમજણ આવે તે પહેલા જ માતાપિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. તેવા બાળકોની મદદ રાજ્ય સરકાર આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!