શું તમે ક્યારે સાંભળ્યુ છે વિશ્વના અનોખા મ્યુઝિયમ વિશે?

મ્યુઝિયમ ઓફ લંડનના ભોંયરામાં અજબ ગજબ પ્રકારનો ખજાનો રાખવામાં આવેલ છે જેના વિષે આ મ્યુઝિયમની મુલાકાત લેનારાઓને પણ કદાચ જ ખબર હશે. મ્યુઝિયમમાં ભલે રોમન કાળથી લઈને વિક્ટોરિયા યુગ સુધીના અવશેષો હોય પણ તેના ભોંયરામાં પ્રથમ વખત જનાર તો ચોક્કસ નવાઈ પામી જશે.

image source

આ ભોંયરામાં હજારો બોક્સ છે જે દેખાવમાં એમ જ લાગે કે તેમાં કોઈ સામાન પેક કરીને રાખવામાં આવ્યો હશે પણ તેના લેબલ જોશો તો તમારા હોંશ ઉડી જશે કારણ કે તે બોક્સ પરના લેબલ પર લખેલું હોય છે ” માનવ કંકાલ ”

image source

વર્ષો પહેલા પુરા થઇ ગયેલા જીવનના અવશેષો લંડન અને તેના આસપાસના વિસ્તારોમાંથી ખોદકામ દરમિયાન મળી આવ્યા હતા. અહીં ઘણા માનવ કંકાલ એક સદી જુના છે તો વળી, અમુક તો હાજર વર્ષ જુના છે. લંડન મ્યુઝિયમમાં રાખવામાં આવેલા આ માનવ કંકાલ કદાચ માણસોના અવશેષોનો સૌથી મોટો ખજાનો છે.

image source

આ માનવ કંકાલોની દેખરેખનું કામ સંભાળનાર યેલેના બેક્કાલાકના કહેવા મુજબ અહીં રહેલા માનવ કંકાલો રોમનકાળથી લઈને ઓગણીસમી સદીના છે.

આ માનવ કંકાલોની તપાસ પછી અનેક વાર ઇતિહાસકારોએ લંડનના ઇતિહાસમાં ફેરફાર પણ કરવો પડ્યો છે. દાખલા તરીકે લંડની બદનામ ” બ્લેક ડેથ ” એટલે કે પ્લેગના કારણે થયેલા મૃત્યુ અને તે સંબંધિત બાબતોને આ કંકાલોની તપાસ બાદ નવેસરથી સમજવામાં આવી. કહેવાય છે કે બ્લેક ડેથ દરમિયાન લંડન શહેર સંપૂર્ણ રીતે બરબાદ થઇ ગયું હતું પરંતુ આ કંકાલોને જોઈને એ બહાર આવ્યું કે પ્લેગથી મરનારાઓની કબરો વ્યવસ્થિત રીતે ખોદવામાં આવી હતી એટલે તે સમયે અહીં કોઈ ભાગદોડનો માહોલ નહોતો.

image source

એવું પણ માનવામાં આવે છે કે મધ્ય યુગમાં માણસ દાંતોની સફાઈ કરવા પ્રત્યે બેદરકાર હતો, દાંતોની સફાઈ કરવાનું ચલણ આધુનિક યુગની દેન હતી. પરંતુ લંડનમાં મળેલા માનવ કંકાલો પરથી એવું સાબિત થાય છે કે મધ્ય યુગમાં લોકોના દાંત સાફ રહેતા કદાચ તેનો સંબંધ ખાંડ ખાવાથી પણ છે કારણ કે ખાંડ આપણા દાંતોને સૌથી વધુ નુકશાન પહોંચાડે છે. આ જ રીતે કંકાલોના અધ્યયનથી એ પણ સાબિત થાય છે કે ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિની અસર લોકોના સ્વાસ્થ્ય પર પણ પડી હતી. જો કે આ બાબતે અધ્યયન હજુ સ્પષ્ટ નથી.

image source

લંડનમાં છેલ્લી ઘણી સદીઓમાં લાખો લોકોને દફન કરવામાં આવ્યા છે અને શહેરના વિકાસ માટેના કામ દરમિયાન ખોદકામ કરવાથી આ કંકાલો બહાર નીકળી રહ્યા છે. જાણકારોના મતે પહેલાના સમયમાં ચર્ચ જ કબ્રસ્તાનોની દેખરેખ રાખતા અને ક્યારેક ચર્ચ પોતાની સ્કૂલોના વિસ્તાર વધારવા માટે જુના થયેલા કબ્રસ્તાનો વેંચી દેતા અને એ કબ્રસ્તાનોના ખોદકામ દરમિયાન જ આવા કંકાલો નીકળે છે. જેમ કે 2011 માં ચર્ચ ઓફ ઇંગ્લેન્ડની પ્રાયમરી સ્કૂલના રમતના મેદાનના ખોદકામ દરમિયાન 959 માનવ કંકાલ નીકળ્યા હતા.

image source

અનેક વખત જુના કંકાલોને ફરીથી દફન કરી દેવામાં આવે છે અને આવું વિકાસની પ્રક્રિયા દરમિયાન નીકળેલા કંકાલો સાથે કરવામાં આવતું. અથવા અમુક એવા કંકાલ પણ મળી આવતા જેના વિષે વિષે વધુ માહિતી હોવાની આશા નહોતી છતાં આવા કંકાલો મોટી સંખ્યામાં મળતા હોવાથી અને તેમાંથી લંડનના ઇતિહાસ સંબંધી માહિતી મળી શકે તેમ હોય તો તેને મ્યુઝિયમ ઓફ લંડનની દેખરેખમાં આપી દેવામાં આવે છે.

image source

ઘણી વખત સારી રીતે ઓળેલા વાળ અને વ્યવસ્થિત કાપેલા નખ પણ મળી આવે છે જે મોટેભાગે મધ્ય યુગના હોય છે. હવે આવા કંકાલોને બે ભાગમાં વહેંચી તેની તપાસ કરવામાં આવે છે. અહીં લગભગ 1500 માનવ કંકાલો લંડનના છે જ્યારે 1000 જેટલા માનવ કંકાલો લંડનની બહારના છે. એ જ રીતે અમુક કંકાલો ઔદ્યોગિક ક્રાંતિ પહેલાના છે તો અમુક ઔદ્યોગિક ક્રાંતિ પછીના. આ કંકાલોની સરખામણી કરી બે અલગ અલગ સમયના ફેરફારને સમજવા અધ્યયન કરવામાં આવે છે.

image source

કંકાલોના અધ્યયનમાં આધુનિક સુવિધાઓ પણ ઘણી ઉપયોગી થઇ રહી છે. જેમ કે રેડિયોગ્રાફી અને સીટી સ્કેન. તેના કારણે જે તે સમયના વ્યક્તિના સ્વાસ્થ્ય વિષે ઘણીખરી માહિતી મળી રહી છે. દાખલા તરીકે ઔદ્યોગિક ક્રાંતિથી ઇંગ્લેન્ડના લોકોની રહેણી-કહેણી ઘણી સુધરી હતી પરંતુ તેઓમાં મોટાપા અને ડાયાબિટીઝ જેવી બીમારીઓનો પ્રસાર થયો હતો. મ્યુઝિયમમાં રાખવામાં આવેલા કંકાલોથી આ વાત સાબિત થઇ કે મોટાભાગની બીમારીઓની અસર હાડકામાં જોવા મળતી અને તેના ગહન અધ્યયન બાદ માહિતી મળે છે.

image source

પહેલા ઇતિહાસકારો જે તે સમયના દસ્તાવેજોથી અંદાજો લગાવતા કે જે તે સમયના લોકોને કેવા પ્રકારની બીમારીઓ થઇ હતી પરંતુ મુશ્કેલી એ છે કે અલગ અલગ સમયમાં ડોક્ટર બીમારીને પણ અલગ અલગ સમજતા અને લખતા હતા જેથી આ કંકાલોના અધ્યયન બાદ એ બાબતે આપણી માહિતી સુધરી છે.

image source

વળી, કંકાલોમાં કોઈક ધાતુની અસર પણ દેખાય છે. જેમ કે એક ટંકશાળની નજીકના કબ્રસ્તાનમાંથી મળેલા કંકાલોમાં લીલા નિશાન જોવા મળ્યા હતા જેનાથી એ સાબિત થાય કે નજીકમાં જ કોઈ ટંકશાળ હતી જ્યાંથી નીકળેલા કેમિકલના કારણે કબ્રસ્તાનમાં દફન માનવ કંકાલો પર પણ અસર થઇ. કંકાલોના DNA ટેસ્ટમાં અનેક વાતો સામે આવે છે જેના અધ્યયનમાં વૈજ્ઞાનિકો મથી રહ્યા છે. આશા છે કે લંડનના મ્યુઝિયમના આ ખજાનામાં ઇંગ્લેન્ડના ઇતિહાસ સાથે જોડાયેલા નવા કિસ્સાઓ સામે આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત