500 રૂપિયા ન આપ્યા તો ASIએ યુવકને માર્યો ઢોર માર

મધ્યપ્રદેશની આર્થિક રાજધાની ઈન્દોરમાં પોલીસ દ્વારા એક યુવકને માર માર્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જાણવા મળતી માહિતી અનુસાર એક યુવકે ASIને 500 રૂપિયા ન આપ્યા તો તેણે યુવકને ઘુસા-લાત અને થપ્પડ મારવાનું શરૂ કરી દીધું હતું. આ ઘટના બની ત્યારે ત્યાં હાજર કેટલાક લોકોએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.

ઘટનાની મળતી વિગતો અનુસાર ઈન્દોરના ASI દ્વારા એક યુવકને મારવાની આ ઘટના ઈન્દોરના સેન્ટ્રલ કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારની છે. રવિવારે અહીંના મહારાણી રોડ પર હોસ્પિટલ જઈ રહેલા યુવકનું પોલીસકર્મીએ પહેલા ચલણ કાપ્યું અને પછી તેને માર મારવાનું શરૂ કરી દીધું. આ સાથે જ યુવકની સાથે જે હતા તેમણે આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. પીડિત યુવકનો આરોપ છે કે ASIએ તેની પાસેથી 500 રૂપિયાની માંગણી કરી હતી અને જ્યારે તેણે કહ્યું કે તેની પાસે 500 રૂપિયા નથી અને રૂપિયા આપવાનો ઇનકાર કર્યો તો ASIએ તેને માર મારવાનું શરુ કરી દીધું અને ગળું દબાવવાનો પ્રયાસ કર્યો.

પીડિત યુવકનું કહેવું છે કે તે બાઈક પર તેના અન્ય બે મિત્રો સાથે જઈ રહ્યો હતો. બાઇક પર ત્રણ લોકોને બેઠેલા જોઈને એએસઆઈ એચ.જી. પાંડેએ તેમને રોક્યા અને તેને રોકીને જરૂરી કાગળ બતાવવા કહ્યું. આ બાબતે ચર્ચા ઉગ્ર થતા. જે બાદ ASIએ તેને માર માર્યો હતો. બાદમાં ડાયલ-100ની ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી. જે બાદ પોલીસ તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જો કે બાદમાં બાઈક ચાલકના પિતાએ પોલીસની માફી માંગી હતી. આ પછી પોલીસે યુવક સામે ચલણની કાર્યવાહી કરી અને તેને પોલીસ સ્ટેશનમાંથી જવા દીધો.

જો કે લોકોનું કહેવું એમ પણ છે કે આ ઘટનામાં એએસઆઈએ મેમો ફટકારવાની કામગીરી કરવી જોઈએ. યુવકને માર મારવો યોગ્ય નથી. આ રીતનો દુર્વ્યવહાર કરવો ખોટી વાત છે. સોશિયલ મીડિયા પર લોકો એએસઆઈ પર ફિટકાર વરસાવી રહ્યા છે.

જેને માર પડ્યો તે યુવકના પિતાનું કહેવું છે કે તેનો દીકરા રેલ્વે સ્ટેશન તેના પિતા માટે ટિકિટ બુક કરાવવા જઈ રહ્યો હતો તે સમયે પાંડે સાહેબે તેનો રોક્યો અને બાઈકની ચાવી કાઢી 500 રૂપિયાની માંગણી કરી. પૈસા ન આપ્યા કારણ કે યુવક પાસે પૈસા ન હતા તો એએસઆઈએ તેને માર મારવાનું શરુ કરી દીધું હતું