મિર્ઝાપુરની ડિમ્પી થઈ બોલ્ડ, નવી તસવીરો જોઈને ફેન્સ હક્કા-બક્કા રહી ગયા, હર્ષિતાએ વટાવી તમામ હદ

અમુક અભિનેત્રીઓ રૂપેરી પડદે એકદમ સાદી અને સીધી દેખાતી હોય. હંમેશા સાડીમાં જ જોવા મળતી હોય છે પણ તે રિયલ લાઈફમાં ખુબ જ બોલ્ડ અને ગ્લેમરસ દેખાતી હોય છે. આનો પુરાવો તેમના સોશિયલ મીડિયામાં મળતો હોય છે. ત્યારે આજે એવી જ એક અભિનેત્રીની વાત કરવી છે. કેટલાક દિવસ પહેલાં એમેઝોન પ્રાઈમની વેબ સિરીઝ મિર્ઝાપુરની બીજી સીઝન રિલીઝ થઈ હતી. ત્યારબાદ તેની બધી જગ્યાએ ચર્ચા પણ થઈ હતી.

image source

મિર્ઝાપુર 2એ દરેક જગ્યાએ જોરદાર પ્રશંસા બટોરી હતી. આ વેબ સિરીઝના ડાયલોગ અને એક્ટર બંનેને પ્રેક્ષકોએ વધાવી લીધા હતા. બધા કલાકારો પ્રેક્ષકોના દિલ પર પોતાની છાપ છોડવામાં સફળ થયા છે. ત્યારે મિર્ઝાપુરની બંને સીરિઝમાં આવું જ એક પાત્રનું નામ ગુડ્ડુ ભૈયાની બહેન ડિમ્પી છે.

image source

એક્ટ્રેસ હર્ષિતા ગૌરે આ સિરીઝમાં ડિમ્પીનો રોલ ભજવ્યો હતો. હવે હર્ષિતાએ અત્યાર સુધીના સૌથી બોલ્ડ ફોટો શેર કર્યા છે અને સોશિયલ મીડિયા પર તેની હાલમાં ભારે ચર્ચા કરવામાં આવી રહી છે. આમા તે એકદમ ખુબ જ બોલ્ડ જોવા મળી રહી છે.

image source

‘મિર્ઝાપુર’માં ડિમ્પીનું પાત્ર ભજવનાર હર્ષિતા ગૌર આ વેબ સીરિઝમાં સલવાર સૂટ અને દુપટ્ટામાં ખૂબ જ સામાન્ય દેખાય છે પણ રિયલ લાઇફમાં ખૂબ જ ગ્લેમરસ છે. હર્ષિતા ગૌરનો જન્મ 12 ઑક્ટોબર 1992ના રોજ થયો. અભિનેત્રીનો જન્મ દિલ્હીમાં થયો અને તેણે સ્ટડી નોએડાની એમેટી યૂનિવર્સિટીમાંથી કરી છે. ખૂબ જ ઓછા લોકો જાણે છે કે અભિનેત્રી એક સારી ક્લાસિકલ ડાન્સર પણ છે. હર્ષિતા ગૌરે કથક ડાન્સની પણ ટ્રેનિંગ લીધી છે.

image source

હર્ષિતાને બાળપણથી જ ડ્રામામાં રસ હતો. સ્કૂલ અને કૉલેજના દિવસોમાં તેણે ડ્રામામાં ભાગ પણ લીધા કરતી હતી. એક્ટિંગ જગતમાં આવતા પહેલા હર્ષિતાએ મૉડલિંગ પણ કરી છે. હર્ષિતાએ ઇન્ડસ્ટ્રીમાં ‘સાડ્ડા હક’ નામની ટીવી સીરિયલ દ્વારા શરૂઆત કરી હતી. હર્ષિતાએ ડાબર વાટિકા હૅર ઑઇલ, ગાર્નિયર લાઇટ ક્રિમ અને સનસિલ્ક સહિત અનેક જાહેરાતોમાં પણ કામ કર્યું છે. મિર્ઝાપુરમાં હર્ષિતાએ કરેલી એક્ટિંગના પણ લોકો ખૂબ જ વખાણ કરી રહ્યા છે. હર્ષિતા ગૌર મિર્ઝાપુર સિવાય અનેક વેબ સીરિઝનો ભાગ રહી ચૂકી છે. જેમાં ‘બ્લેક કૉફી’ અને ‘અમન’ જેવા પણ નામ સામેલ છે. અભિનેત્રીને 2018માં આવેલી મિર્ઝાપુર દ્વારા એક આગવી ઓળખ મળી.

image source

જ્યારે શુટિંગ ચાલતુ હતુ ત્યારે પણ હર્ષિતા ચર્ચામાં આવી હતી. તેણે જણાવ્યું કે, ‘મિર્ઝાપુર 2નું શૂટિંગ ક્રેઝી લેવલ પર ચાલી રહ્યું છે, મારા માટે તો ખરું જ. મને સેટ પર શૂટિંગ દરમ્યાન ગોઠણમાં ઇજા થઇ છે. હું કામ માટે બહાર ટ્રાવેલિંગ કરી રહી છું અને ત્યારબાદ સીધી મુંબઈમાં મિર્ઝાપુર 2ના સેટ પર શૂટિંગ માટે પહોંચું છું.’ હર્ષિતા ગૌરની તેલુગુ ફિલ્મ ‘ફલકનુમા દાસ’ હાલ રિલીઝ થઇ ચૂકી છે. આ ફિલ્મ તેની પહેલી ફિલ્મ છે જે તેને ઓફર કરવામાં આવી હતી. આ ફિલ્મ મલયાલમ ફિલ્મની રિમેક છે. હર્ષિતા ગૌર ‘નેટફ્લિક્સ’ પરની ઓરિજિનલ વેબ સિરીઝ ‘સેક્રેડ ગેમ્સ’ના બીજા ભાગમાં પણ જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત