મોદીના આ મંત્રીએ 30 દિવસમાં બનાવી નાખ્યા 2 રેકોર્ડ, સોશિયલ મીડિયાએ આપી સલામી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના મોદી 2.0 માં સામેલ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી આ દિવસોમાં ફરી એકવાર ચર્ચામાં છે. તેનું કારણ 30 દિવસની અંદર તેણે બે નવા રેકોર્ડ બનાવ્યા છે. નીતિન ગડકરી જે મોદી સરકારના શ્રેષ્ઠ પર્ફોરમરમાંના એક પ્રધાન છે, તેઓ પોતાના નિર્ણયોથી લોકોને આશ્ચર્યચકિત કરી દે છે.

image source

પછી ભલે તે 2019માં લાવવામાં આવેલો ઐતિહાસિક મોચર વાહન સંશોધન એક્ટ હોય અથવા રેકોર્ડ સમયગાળામાં રસ્તાઓનું નિર્માણ. આજે અમે તમને નીતિન ગડકરીની આવી જ કેટલીક કામગીરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

લિમ્કા બુકમાં રેકોર્ડમાં નોંધવામાં આવશે નામ

image source

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઈ) એ તાજેતરમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. ખરેખર એનએચએઆઈએ 18 કલાકના રેકોર્ડ સમયમાં NH 52 પર વિજયપુર-સોલાપુર વચ્ચે ફોર-લેન 25.54 કિલોમીટર સિંગલ લેન બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ સમાચારની માહિતી આપી હતી. NHAI ની આ સિદ્ધીને હવે લિમ્કા બૂક ઓફ રેકોર્ડમાં જલદીથી સ્થાન મળી જશે.

ભારતનું પહેલું સી.એન.જી. ટ્રેક્ટર

image source

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં દેશના પ્રથમ સીએનજી ટ્રેક્ટરનું લોકાર્પણ કર્યું હતું. આ ટ્રેક્ટરને રાવમેટ ટેક્નો સોલ્યુશન્સ અને ટોમાસેટો એશીલ ઈન્ડિયાની ભાગીદારી દ્વારા બનાવવામાં આવ્યું છે. આ રેટ્રોફીટેડ સીએનજી ટ્રેક્ટર ડીઝલ એન્જિન ટ્રેક્ટરમાંથી બનાવવામાં આવ્યું છે.

image source

સરકારનો દાવો છે કે આ ટ્રેક્ટર દ્વારા એક સામાન્ય ખેડૂત એક વર્ષમાં દોઢ લાખ રૂપિયાની બચત કરી શકે છે. આ ઉપરાંત આ સીએનજી ટ્રેક્ટર ડીઝલની તુલનામાં 50 ટકા કરતા ઓછા કાર્બનનું ઉત્સર્જન કરશે. એટલે કે, ડીઝલ ટ્રેક્ટર કરતા પર્યાવરણ માટે તે વધુ સારું છે.

ઇલેક્ટ્રિક ટ્રેક્ટરની મળશે ભેટ

image source

નીતિન ગડકરીએ તાજેતરમાં કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં એક નવું ઇલેક્ટ્રિક ટ્રેક્ટર લોન્ચ કરશે. જો કે ક્યાં દિવસે આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર લોન્ચ થશે તે અંગે તેમણે કોઈ માહિતી આપી નથી.

image source

આ સિવાય તેણે ટ્રેક્ટર સંબંધિત કોઈ માહિતી જાહેર કરી નથી. તમને જણાવી દઈએ કે સોનાલિકાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં ભારતનું પહેલું ઇલેક્ટ્રિક ટ્રેક્ટર લોન્ચ કર્યું હતું.

image source

ટાઇગર ઇલેક્ટ્રિક નામથી લોંચ કરાયેલા આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટરની પ્રારંભિક કિંમત રૂપિયા 5.99 લાખ છે. નોંધનિય છે કે હાલમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે રીતે વધારો થઈ રહ્યો છે તેને કારણે આવનારા સમયમાં ડીઝલ ટ્રેક્ટર અને ઈલેક્ટ્રીક ટ્રેક્ટર ખેડૂતો માટે એક સારો વિકલ્પ ની શકે છે.