મોડુ કર્યા વગર આજથી જ અપનાવો આ ઉપાયો, બચી જશો ગ્રહોની ખરાબ નજરથી અને જીવનમાં નહિં આવે કોઇ તકલીફ

કોઈ પણ મનુષ્ય જીવનમાં હેરાન થવા ઈચ્છતો નથી. જો તમે પણ આ દિવાળીએ સુખી થવા ઈચ્છો છો તો તમારે કેટલાક ઉપાયો કરવા જરૂરી બને છે. આ ઉપાયો ખાસ કરીને તમને નવગ્રહોની ખરાબ અસરથી બચાવશે. ગ્રહોના ફેરફાર અને સાથે જ તેની રાશિ પર થતી અસરના કારણે તમારા જીવનમાં ઉતાર ચઢાવ આવતા રહે છે. તો જાણી લો આ દિવાળીએ શું કરવાથી તમને સુ અને સમૃદ્ધિ મળી શકે છે.

image source

સૂર્યને તમામ ગ્રહોનો અધિપતિ માનવામાં આવે છે. જો તમે આ ગ્રહને પ્રસન્ન કરવા ઈચ્છો છો તો તમે આ દિવસે આદિત્ય હ્રદય સ્ત્રોતનો પાઠ કરો તે ઈચ્છનીય છે.

image source

જો તમે મંગળ ગ્રહને પ્રસન્ન કરવા ઈચ્છો છો તો તમે દિવાળીના દિવસે કોઈ પણ હનુમાન મંદિરમાં જઈને શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરો. મહાબલિ હનુમાનની પ્રતિમા પર ચમેલીનું તેલ, સિંગૂર, શુદ્ધ દેશી ઘી અને ચોલા ચઢાવો.

બુધના પ્રભાવથી બચવા ઈચ્છો છો તો તમારે દિવાળીના દિવસે દનની દેવી માતા લક્ષ્મીની પૂજા કરો અને લીલી મગને પલાળીને પક્ષીઓને ખવડાવી દો.

image source

જો તમે ચંદ્રની ખરાબ અસરથી જીવન પર પ્રભાવ નથી ઈચ્છતા તો તમે દિવાળીના દિવસે ભગવાન શિવના નામના મંત્ર ઓમ નમઃશિવાય મંત્રનો 108 વાર જાપ કરવો. તેનાથી ચંદ્રમા પ્રસન્ન થાય છે.

તમે ગુરુ ગ્રહને પ્રસન્ન કરવા ઈચ્છો છો કો દિવાળીના દિવસે ચણાની દાળ અને કેસરને કોઈ મંદિરમાં દાન કરો. માથા પર કેસરનું તિલક લગાવો અને સાથે જ તમારા પરથી ગ્રહની નકારાત્મક અસર હટી જશે.

image source

શનિ દેવની ખરાબ નજરથી બચવા માટે દિવાળીના દિવસે પીપળાના ઝાડની નીચે દિવો કરો. આ સાથે કાળ ભૈરવની પણ પૂજા કરો. આ ઉપાય તમને લાભ અપાવશે.

શુક્રને ખુશ કરવા માટે દિવાળીના દિવસે ગૌશાળામાં ગોળ, લીલું ઘાંસ, ચણાની દાળને ગાયને ખવડાવો. કનકધારા માં લક્ષ્મીનો પાઠ કરો. તેનાથી શુક્રની નકારાત્મક અસર ઘટે છે.

કેતુને પ્રસન્ન કરવા માટે તમે દિવાળીના દિવસે ભગવાન ગણેશની ખાસ પૂજા અર્ચના કરો. આ પછી કાળા શ્વાનને તેલમાં ચોપડેલી રોટલી ખવડાવો. આ સાથે કોઈ મંદિરમાં જઈને સતરંગી ઝંડો અર્પણ કરો તે યોગ્ય છે.

image source

રાહુની નકારાત્મક અસરથી બચવા માટે દિવાળીના દિવસે તમે ઘરે બનાવેલું ભોજન કરો તે ઈચ્છનીય છે. જો તમે દિવાળીના દિવસે ઘરે બનેલું શાકાહારી ભોજન કરો છો તો તેનાથી રાહુ ગ્રહ પ્રસન્ન થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત