મોટી સહાય: વાવાઝોડામાં નુકસાની પર મળશે આટલા રૂપિયા, જાણો તમામ માહિતી એક ક્લિકે

સરકારે જાહેર કરી તાઉ તે વાવાઝોડામાં અસરગ્રસ્તોને લઈ સહાય, જો આટલું નુકસાન થયું હશે તો મળશે આટલાં રૂપિયા

સમગ્ર ગુજરાતમાં 18 મેના રોજ આવેલા તાઉ તે વાવાઝોડાને કારણે ભારે તારાજી સર્જાઈ છે. ગીર, ભાવનગર સહિત સૌરાષ્ટ્રમાં તેમજ દક્ષિણ ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાના કારણે લોકોને ભારે નુકશાન થયું છે. તેવામાં આજે કોર કમિટીની બેઠકમાં ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ સરકાર તરફથી એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અને તાઉ તે વાવાઝોડામાં થયેલી નુકસાનીને લઈ સરકાર દ્વારા અસરગ્રસ્તો માટે સહાય જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત સીએમ વિજય રૂપાણી દ્વારા સર્વેની કામગીરી ઝડપથી પૂરી કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે.

image source

ગુજરાતમાં ત્રાટકેલા તાઉ તે વાવાઝોડાને કારણે ગુજરાત રાજ્યમાં સંપૂર્ણ નાશ પામેલા મકાનો માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 95,100ની સહાય આપવામાં આવશે. અંશત: નુકસાન પામેલા કાચા- પાકા મકાનો એટલે કે છાપરા- નળીયા ઉડી ગયા હોય, કોઇ દિવાલ ધારાશાયી થઈ ગઈ હોય તેવા મકાનો માટે રૂ. 25,000ની સહાય અપાશે.

આ ઉપરાંત તાઉ તે વાવાઝોડાને કારણે જે ઝૂંપડાઓ નાશ પામ્યા છે તે ઝૂંપડાઓ માટે રૂ. 10,000ની સહાય તેમજ પશુ રાખવાની જગ્યા ગમાણ- વાડાને થયેલા નુકસાન માટે રૂ. 5,000ની સહાય રાજ્ય સરકાર આપશે.

image source

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં આવા મકાનોના સર્વેની હાલ ચાલી રહેલી કામગીરીને પણ જેમ બને એમ ઝડપથી પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી. તાઉ તે વાવાઝોડાના પરિણામે નુકસાન થયેલા તેમજ નાશ પામેલા કાચા-પાકા મકાનો, ઝૂંપડાઓ, અંશત: નુકસાન પામેલા કાચા મકાનો વગેરે અંગેનો સર્વે અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા તંત્રો દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે.

image source

શહેરી વિકાસ તેમજ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં આવા સર્વે માટે અન્ય જિલ્લાઓમાંથી વધારાનો મેન પાવર બોલાવીને તેમની પણ સેવાઓ આ સર્વેમાં લઈ સર્વે કામગીરીને ઝડપી બનાવવામાં આવી છે.

image source

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાં સાથે ભારે વરસાદને કારણે કૃષિ ક્ષેત્રને સૌથી વધુ નુકસાન થયું છે. ગ્રામ્ય વિસ્તારમાં ઇલેક્ટ્રિકના ફિડરો અને ઉર્જા વિભાગના સાધનોને પણ નુકસાન થયું છે. જેમાં ઉર્જા સેક્ટરને 1500 કરોડ રૂપિયાનું નુકસાન થયાનો પ્રાથમિક સર્વે નોંધાયો છે. ખેડૂતોના પાક બરબાદ થતાં આ કૃષિ સેક્ટરને 2500થી 3000 કરોડ રૂપિયાનું નુકસાનની શક્યતા છે, જેમાં વાવાઝોડાંએ કેરીના પાકને સૌથી વધારે હાનિ પહોંચાડી છે, તેથી 100 કરોડથી વધુનો કેરીનો પાક સંપૂર્ણ સાફ થઈ ગયો છે. સૌરાષ્ટ્રમાં 13 હજારથી વધુ હેક્ટરમાં આંબાના વૃક્ષને વાવાઝોડાંના કારણે નુકસાન થયું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!