માઉસ વિશે આ ખાસ વાતો નહિ જાણતા હોવ તમે, જાણી લો કેવી રીતે પડ્યું આ નામ

બહારની દુનિયામાં વસ્તુઓને ઉઠાવવા કે ક્યાંક લઈ જવા માટે હાથનો ઉપયોગ કરવામાં આવવા છે તો આ કાર્ય તમારે કોમ્પ્યુટર પર કરવા માટે માઉસની જરૂર પડે છે. સ્ક્રીન પર કોઈ ફાઇલને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કે પછી આઈકન પર ક્લિક કરવા માટે આપણે માઉસનો ઉપયોગ કરીએ છીએ પણ શું તમારા મનમાં ક્યારેય એ સવાલ આવ્યો છે કે કોમ્પ્યુટરના મહત્વપૂર્ણ દિવાઇસનું નામ એક નાનકડા જાનવર ઉંદર પરથી કેમ રાખવામાં આવ્યું. તો ચાલો આજે જાણી લઈએ આ નામ માઉસ કેમ પડ્યું અને કોમ્પ્યુટરના આ મહત્વપૂર્ણ ડિવાઇસ વિશે અમુક રોચક તથ્યો.

માઉસનો આવિષ્કાર ક્યારે થયો

image socure

સૌથી પહેલા જાણી લઈએ કે માઉસનો આવિષ્કાર ક્યારે થયો અને કોને કર્યો. માઉસનો આવિષ્કાર ડગલસ કાર્લ એન્જેલબર્ટે વર્ષ 1960માં કર્યો હતો. જ્યારે માઉસનો આવિષ્કાર થયો તો એ સમયે એનું નામ પોઇન્ટર ડિવાઇસ રાખવામાં આવ્યું હતું. સૌથી મોટી નવાઇ પમાડે તેવી વાત એ છે કે ડગલસ કાર્લ એન્જેલબર્ટે દુનિયાનું સૌથી પહેલું માઉસ લાકડાનું બનાવ્યું હતું. સાથે જ એમાં ધાતુના 2 પૈડાં લગાવેલા હતા.

આવી રીતે રાખવામાં આવ્યું માઉસ નામ

image soucre

જ્યારે માઉસનો આવિષ્કાર થયો તો એ પછી એના નામકરણની વાત આવી. પણ ડિઝાઇનિંગના આધાર પર જોવામાં આવ્યું કે માઉસ એક નાનકડું ડિવાઇસ છે જેને જોઈને એવું લાગે છે કે એક ઉંદર લપાઈને બેઠું હોય. સાથે જ એની પાછળથી નીકળતો વાયર એકદમ ઉંદરની પૂંછડી જેવો હતો. ફક્ત એ જ નહીં જેમ ઉંદર સ્ફૂર્તિથી કામ કરે છે એ જ રીતે માઉસ બધા કામ કરતું હતું. આ બધું જોયા પછી આ ડિવાઇસનું નામ માઉસ રાખવામાં આવ્યું..

image source

માઉસ વિશે અન્ય એક ખાસ વાત તમને ખબર છે? જો નહિ તો અમે તમને જણાવી દઈએ કે એનું નામ માઉસ અને પોઇન્ટર ડિવાઇસ સિવાય ટર્ટલ પણ રાખવામાં આવી ચૂક્યું છે. એવું એટલા માટે કારણ કે કોમ્પ્યુટરના આ ડિવાઇસનો શેલ પણ કાચબાની જેમ જ હાર્ડ હોય છે અને શેપ પણ થોડો મળતો આવે છે પણ કાચબાની સ્પીડ ખૂબ જ ઓછી હોય છે એટલે એનું નામ માઉસ જ રાખવામાં આવ્યું.

image soucre

સમયની સાથે સાથે ટેકનોલોજીમાં પણ ઘણો ફેરફાર થયો છે. દરેક જૂની વસ્તુઓમાં કઈ ને કઈ ફેરફાર થયો છે, જેના કારણે આપણું કામ પહેલા કરતા વધુ સરળ થઈ ગયું છે. માર્કેટમાં હવે વાયરલેસ માઉસ આવી ગયા છે જ બ્લુટુથથી લેપટોપ કે પછી કોમ્પ્યુટર સાથે કનેક્ટ થાય છે.