મુંબઇવાસીઓ પર બે દિવસ ભારે રહેશે, અનેક વિસ્તારોમાં ભરાયા ઢીંચણ સમા પાણી, જનજીવન પર અસર: PICS

મુંબઈમાં સતત ત્રણ દિવસથી ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા; ગુજરાતમાં 5 દિવસ સુધી મુશળધાર વરસાદની આગાહી!

મુંબઇમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની દસ્તક બાદથી જ સતત વરસાદનો સિલસિલો ચાલુ છે. ધોધમાર વરસાદના લીધે અંધેરી સબવેમાં પાણી ભરાઇ ગયું છે. કુર્લા, સાંતાક્રૂઝ, અંધેરી સહિત કેટલાંય વિસ્તારોમાં ભારે વરસાદના લીધે પાણી ભરાતા સ્થાનિક લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઇમાં દર વર્ષની જેમ ત ચોમાસાનો વરસાદ મુસીબત બને છે કે થોડાંક જ કલાકોમાં ચમક દમકવાળું શહેર અસ્તવ્યસ્ત થઇ જાય છે.

મુંબઇમાં થોડોક વરસાદ પડતાં જ રસ્તા પર પાણી ભરાવાની સાથે ઘરોમાં પાણી ભરાવા લાગે છે. દરેક મોનસુનમાં મુંબઇવાળા આ મુસીબત સામે લડે છે. આપને જણાવી દઇએ કે મુંબઇમાં ગયા બુધવારે ચોમાસાએ દસ્તક દીધી. ત્યારબાદથી વરસાદ પડી રહ્યો છે. આ બધાની વચ્ચે હવામાન વિભાગે 13-14 જૂનના રોજ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું.

image source

હવામાન વિભાગે જાહેર કર્યું ધોધમાર વરસાદનું એલર્ટ

મુંબઇ અને આસપાસના વિસ્તારોમાં હવામાન વિભાગે ધોધમાર વરસાદનું એલર્ટ જાહેર કર્યું. હવામાન વિભાગે મહારાષ્ટ્રના રત્નાગિરિ અને રાયગઢ જિલ્લામાં 13 જૂન માટે ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ રજૂ કર્યું છે. IMDએ કહ્યું કે મુંબઇ અને પાડોશી થાણેની કેટલીક જગ્યાઓમાં શનિવારના રોજ પણ ભારે વરસાદ પડી શકે છે.

IMDના મતે મુંબઇ, થાણે, રાયગઢ, અને રત્નાગિરિ જિલ્લામાં રવિવારના રોજ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે રાયગઢ અને રત્નાગિરિ જિલ્લામાં આજે એટલે કે શનિવાર માટે પણ આ જ પ્રકારનું એલર્ટ અપાયું છે. હવામાન વિભાગના મતે 24 કલાકની અંદર 204.55 મિમીથી વધુ વરસાદને અત્યંત ભારે વરસાદ મનાય છે.

image source

BMCએ દરિયાથી દૂર રહેવાનું કહ્યું

13-14 જૂનના રોજ બે દિવસ મુંબઇ શહેર અને ઉપનગરોના કેટલાંક વિસ્તારમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. એવામાં BMCએ લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાનું કહ્યું છે.

આ રાજ્યમાં મોન્સૂન અલર્ટ

ઓડિશા, પશ્ચિમ બંગાળ, કોંકણ અને ગોવા, છત્તીસગઢ, તેલંગાણા, દક્ષિણ પૂર્વ મધ્યપ્રદેશ, સિક્કિમ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ, કોસ્ટલ કર્ણાટક, કેરળ, મરાઠાવાડા અને વિદર્ભ, તામિલનાડુ, રાયલસીમા, લક્ષદ્વીપ, આંતરિક કર્ણાટક, દક્ષિણ ગુજરાત વરસાદને કારણે મુંબઈની પરિસ્થિતિ વણસી

image source

મુંબઈમાં શુક્રવારના રોજ ફરીથી મુશળધાર વરસાદ નોંધાયો છે. IMDએ આખો દિવસ ભારે વરસાદ નોંધાઈ શકે છે, એવી આગાહી કરી છે. શુક્રવારે તડકો તથા વરસાદ બંને હોવાથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના શરૂ થઈ ગયા હતા.

મુંબઈના આ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ

મુંબઈના કોલાબા, અંધેરી, સાયન, માહિમ, કિંગ્સ સર્કલ, હિંદમાતા, દાદર અને પરેલના ઘણા વિસ્તારોમાં માર્ગો અને અંડરપાસમાં પણ પાણી ભરાઈ ગયા છે. જોકે, ધીમી ધારે વરસાદ વરસતા પાણીનું ડ્રેનેજ પણ થઈ રહ્યું છે. ભારે વરસાદની આશંકાના પરિણામ મરીન ડ્રાઈવમાં સવારે 9 વાગ્યા પછી સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લાદ્યો છે. મુંબઈની જેમ નવી મુંબઈ અને થાણેમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 107.4 મિમી વરસાદ

હવામાનનું પુર્વાનુમાન આપતી સંસ્થા ‘સ્કાઈમેટ’ના જણાવ્યા પ્રમાણે, 24 કલાકમાં 3 અંકોના બમણા વરસાદની પરિસ્થિતિમાં આ એક સારી શરૂઆત છે. જૂનના પહેલા 10 દિવસોમાં, મુંબઈમાં 426.9 મિમી વરસાદ નોંધાયો છે. જે નોર્મલ 89 મિમીથી 338 મિમી વધુ છે. મુંબઈમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોલોબામાં 23.4 મિલીમીટર અને સાંતાક્રૂઝમાં 107.4 મિલીમીટર વરસાદ નોંધાયો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!