શું તમે જાણો છો નાકની બનાવટ પરથી જાણી શકાય છે વ્યક્તિનુ આવનાર ભાગ્ય…? વાંચો આ લેખ અને જાણો…

નાકની રચના વ્યક્તિના દેખાવ, વ્યક્તિત્વ અને તેના ગુણધર્મો વિશે ઘણું બધું કહે છે. સમુદ્રશાસ્ત્રમાં સીધા અને લાંબા નાક ને શ્રેષ્ઠ માનવામાં આવે છે. આવા લોકોને તેમના જીવનમાં બધી ખુશીઓ મળે છે. જેમ જ્યોતિષ શાસ્ત્રમા વ્યક્તિના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય વિશે કહેવામાં આવ્યું છે.

image soucre

તેવી જ રીતે સમુદ્રશાસ્ત્ર પણ શરીરના વિવિધ ભાગો ની રચના, તલ, ડાઘ વગેરે દ્વારા વ્યક્તિ વિશે ઘણું બધું કહે છે. તો ચાલો આજે આપણે જાણીએ છીએ કે સમુદ્ર શાસ્ત્ર અનુસાર સંબંધિત વ્યક્તિ વિશે વિવિધ પ્રકારના નાક કયા રહસ્યો જાહેર કરે છે.

નાક વ્યક્તિત્વના ઘણા રહસ્યો કરે છે જાહેર :

image soucre

જે લોકો નું નાક સીધું હોય છે તેઓ જે કહે છે તે સરળતાથી કોઈને કહેતા નથી. આ લોકો ધીરજપૂર્વક સમસ્યાઓનું સમાધાન જાતે કરે છે. આ લોકો પ્રેમમાં ભાગ્યે જ સફળ થાય છે. જે લોકો ના નાક ની વચ્ચે સહેજ લિફ્ટ હોય છે, તેમની પાસે ધીરજ નો અભાવ હોય છે. આ લોકોમાં સારું નેતૃત્વ ગુણવત્તા અને વ્યવસ્થાપનમાં પણ સારું હોય છે. આ લોકો વધુ ગુસ્સે થાય છે.

image soucre

જે લોકોનું નાક આગળથી નમેલું હોય અથવા તેને પોપટ જેવું નાક પણ કહી શકાય તે તીક્ષ્ણ અને ખૂબ મહેનતુ હોય છે. આ લોકો તેમના કામ અને સફળતા ને લઈને ખૂબ જ ગંભીર હોય છે. સપાટ નાક વાળા લોકો નું વ્યક્તિત્વ ખૂબ સારું હોય છે, પરંતુ ટૂંકા સમયમાં તેમનો મૂડ બદલાઈ જાય છે. તેઓ સમજદાર નિર્ણયો લે છે. તે લોકો સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં વધુ રસ લે છે.

image soucre

નાના નાક વાળા લોકો તેમના જીવનમાં વ્યસ્ત હોય છે, અને ભાગ્યે જ સામાજિક બનવાનું પસંદ કરે છે. સીધા અને લાંબા નાકવાળા લોકો અત્યંત આકર્ષક અને ખૂબ નસીબદાર હોય છે. જીવનમાં બધી ખુશીઓ તેમને સરળતાથી મળી શકે છે. તેમને ફરવું, આનંદમાં જીવન જીવવું ગમે છે.

ભરાવદાર નાક વાળા ખૂબ જ ઓછા લોકો જોવા મળે છે. પરંતુ જે લોકોનું નાક એવું હોય છે તે ખૂબ ફન લવિંગ અને ઉત્સાબી સ્વભાવના હોય છે. આવા નાક વાળા લોકો ની સાથે મિત્રતા જરૂરથી રાખવી જોઇએ. માનવામાં આવે છે કે જે લોકોના નાકનો આગળનો ભાદ ટેઢો એટલે કે વાંકો હોય છે તે લોકોને ક્યારેય પૈસાની સમસ્યા થતી નથી. જીવનમાં તેમની દરેક ઇચ્છાઓ ખૂબ સહેલાઇથી પૂરી થાય છે.

image socure

જે વ્યક્તિનું નાક મૂળમાંથી થોડું દબાયેલું હોય તે વ્યક્તિ નકારાત્મક વિચારધારા ધરાવનારા માનવામાં આવે છે પણ નાક મૂળમાંથી ઉપસેલું હોય તે સકારાત્મક વિચારધારા વાળા માનવામાં આવે છે. જેનું નાક વચ્ચેના ભાગમાંથી મોટું હોય તે વ્યક્તિ ચિંતન અને મનન કરનારી હોય છે. તે વ્યક્તિ સારા લહિયા હોય છે. પત્ર લખવામાં તેમને મહારથ હાંસલ થયેલી હોય છે. તો જેના નાકના પોયણાં ચિપકેલા હોય તે વ્યક્તિ ડરપોક અને નબળા સ્વભાવના હોય છે. જ્યારે પહોળા અને ફૂલેલા ફોયણાં ધરાવનારા કામુક સ્વભાવના હોય છે.