નવસારીમાં દેખાયા ત્રીજી લહેરના સંકેત, શાળાના બે બાળકોને કોરોના પોઝિટિવ આવતા વાલી અને તંત્ર લાગ્યા ધંધે

હાલ છેલ્લા બે વર્ષથી કોરોનાના ભયના કારણે નિરંતર શાળાઓ બંધ રહી ત્યારે હાલ સરકાર દ્વારા સપ્ટેમ્બર મહિનાથી જ શાળાના ઓફલાઇન વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ ત્રીજી લહેરનો ભય સતત બાળકો, વાલીઓ અને શાળાના સ્ટાફ પર મંડરાતો દેખાઈ રહ્યો છે. ત્યારે હાલ શાળામાં કોરોના નિયમનું પાલન કરાવવું ખુબ જ કપરુ બન્યુ છે. હાલ કોરોના ફેલાવવાનો ભય પણ ખુબ જ વધ્યો છે ત્યારે નવસારી સત્યસાંઇ શાળામા બે વિદ્યાર્થીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા જ તંત્ર સહિત શાળા સ્ટાફ અને વાલીઓના શ્વાસ અધ્ધર ચડી ગયા છે.

10 દિવસ માટે શાળા બંધ કરવાનો લેવાયો નિર્ણય :

image socure

છેલ્લા એક મહિનાથી ચાલુ શાળાઓમાં કોઈ જગ્યાએ બાળકો તો કોઈ જગ્યાએ શિક્ષકો અને કોઈ જગ્યાએ શાળાનો અન્ય સ્ટાફ કોરોનાનો શિકાર બની રહ્યા છે. હાલ નવસારીમાં કોરોનાના 2 કેસ પોઝિટિવ જોવા મળ્યા છે. આ બંને કેસ સત્યસાંઇ શાળાના વિદ્યાર્થીઓના છે. આ શાળાના બાળકો કોરોનાના શિકંજામાં સંકડાઈ જતા હાલ આખું તંત્ર દોડતું થઇ ગયુ છે. આ શાળાના વિદ્યાર્થીઓનો કોરોના પોઝિટિવ આવતા જ શાળાને એક નોટિસ પણ આપવામાં આવી છે.

image soucre

હાલ આ સ્થિતિને જોઈને શાળાને 10 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શાળા સંચાલકોએ સ્વૈચ્છાએ 14 દિવસ માટે હોસ્ટલ પણ બંધ કરી દીધી છે. આ ઘટના બન્યા બાદ આરોગ્ય ટિમ આ શાળાએ દોડી આવી અને શાળાના અન્ય વિદ્યાર્થીઓ કે જેને શરદી-ઉધરસ હોય તેમની પણ તત્કાલ તપાસ શરૂ કરી છે. જો કે સદનસીબે હાલ આ બે વિદ્યાર્થી સિવાય શાળામાંથી કોઈપણ કોરોના પોઝિટિવ આવ્યું નથી પણ જો અન્ય બાળકોમાં પણ લક્ષણ દેખાય તો આ સ્થિતિ તંત્ર અને વાલીઓ બંને માટે અઘરી સાબિત થશે.

વલસાડમાં પણ કરાયા વર્ગો બંધ :

image socure

હાલ ચાર-પાંચ દિવસ પહેલા જ વલસાડ શહેરની ખુબ જ પ્રખ્યાત કોન્વેન્ટ સ્કૂલની એક શિક્ષિકાને પણ કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમણે ખાનગી હોસ્પિટલમાં તપાસ કરાવી અને શિક્ષિકાને કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યુ. શાળા દ્વારા ધોરણ 6 થી 8 ના વર્ગો બંધ કરી દેવામાં આવ્યા હતા. આ શાળાએ ખુબ જ ગંભીર બેદરકારી દાખવી અને શિક્ષિકાનો કોરોના પોઝિટિવ હોવાની વાત જિલ્લા આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગથી પણ છુપાવીને ફક્ત ધોરણ 6 થી 8ના વર્ગો બંધ કર્યા ત્યારે એક સમયે કોરોના મુક્ત થયેલ વલસાડ ફરી કોરોનાગ્રસ્ત બની જાય તો કોઈ નવાઈ નહિ.