પોતાની નોકરી છોડીને ગોંડલના 25 યુવાનોએ શરૂ કરી સેવા, રોજના 25 હજારના ખર્ચે 450 લોકોને બે ટાઈમ જમાડે છે

સેવા કરનારા લોકો ભારતમાં છે એટલા કદાચ ક્યાંય બીજે નથી એવું કહીએ તો એમાં જરાય ખોટું નથી, એમાં પણ ગુજરાત તો પહેલાંથી જ તેમની દાતારી માટે ઓળખાતું આવ્યું છે. આપણે કોરોના આવ્યો ત્યારથી આવા ઘણા કિસ્સાઓ જોયા છે અને શેર કર્યા છે. ત્યારે હવે વધારે એક સેવાનું કામ બહાર આવ્યું છે અને લોકો 3 યુવાનાનો કામને વખાણી રહ્યાં છે.

image source

કારણ કે કોરોનાના કપરા કાળમાં ભલભલાને ભુખ્યા રહેવાની નોબત આવી જાય એ આપણે આપણી આંખે જોયું છે. ત્યારે હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને બે સમયનું પૌષ્ટિક ભોજન મળી રહે તે માટે ગોંડલમાં અનોખો સેવાયજ્ઞ શરૂ થયો છે અને દેશ વિદેશ સુધી તેના પડઘા પડ્યા છે. કારણ કે ટિફિન આપતી વેળાએ દર્દી ક્ષોભ કે નાનપ ન અનુભવે તે માટે ફોટોગ્રાફ્સ પણ લેવામાં આવતો નથી.

જો આ સેવાયજ્ઞની વાત કરવામાં આવે તો છેલ્લા એક મહિનાથી માત્ર જમવાનું જ નહીં પણ ગોંડલના અક્ષય ભારતી મિત્ર મંડળ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. ગ્રુપના 25 જેટલા યુવાનોએ પોતાના ખિસ્સામાંથી રોજ 25 હજારથી વધુ રૂપિયા ખર્ચી દર્દીની સેવામાં જોડાયા છે. હાલના આંકડા પ્રમાણે રોજ 450 જેટલા પૌષ્ટિક આહાર સાથેના ટિફિન તૈયાર કરી બપોર અને સાંજે હોસ્પિટલમાં દર્દીઓને ફ્રીમાં આપે છે અને એમની ભૂખ ઠારી રહ્યા છે.

image source

અક્ષય ભારતી મિત્ર મંડળના અનિલભાઇ ગજેરાએ પોતાના આ કામ વિશે જણાવ્યું હતું કે, શરૂઆતમાં અમે ત્રણ મિત્રો હું રોહિત ચુડાસમા અને શ્રુમિલભાઈ રાદડીયાએ મળીને જ આ સેવા શરૂ કરી હતી. ત્યારે અમે રોજ પોતાના 15 હજારના ખર્ચે 200 જેટલા ટિફિન બનાવતા અને દર્દીઓને ફ્રીમાં હોસ્પિટલે જઈને આપી આવતા.

અનિલ ભાઈએ પછીની પરિસ્થિતિ વિશે વાત કરી કે ધીમે ધીમે આ કામમાં લોકોનો પણ સહકાર મળતો ગયો અને આજે 25 જેટલા યુવાનો આ કામમાં જોડાયા છે. આજની તારીખમાં 25 હજાર જેટલો ખર્ચ રોજનો આવી રહ્યો છે અને એક પણ રૂપિયો માગ્યા વગર લોકો સામેથી આ સેવાકાર્યમાં જોડાતા જાય છે.

image source

હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓ તેમજ હોમ આઇસોલેટ થયેલા દર્દીઓને એ રીતે બે ટાઈમ બપોરે અને રાત્રે નિઃશુલ્ક ટિફિન અમે બિલકુલ ફ્રીમાં આપી રહ્યાં છીએ. જો જમવા વિશે વાત કરીએ તો આ ટિફિનમાં બપોરે બે શાક, દાળ-ભાત, સલાડ, છાશ અને રોટલી આપીએ છીએ. એ જ રીતે રાત્રિના ભોજનમાં કઢી, ખીચડી, એક શાક તેમજ સલાડ પિરસવામાં આવી રહ્યું છે.

પોતનાના વધારાના પ્લાન વિશે પણ વાત કરી કે આગામી દિવસોમાં મેડિકલ સ્ટાફ માટે પણ ટિફિન સેવા શરૂ કરવા આયોજન કરવામાં આવનાર છે, ટિફિન મેળવવા ઇચ્છુક દર્દીઓએ મોબાઇલ નંબર 98795 26592 ઉપર સંપર્ક કરવાનો રહેશે. સેવામાં પણ અમે કોઈ નિયમોનું બાંધછોડ નથી કરતાં. કોરોનાનું સંક્રમણ વધે નહીં તે મુજબ અમે સરકારની ગાઇડ લાઇન ફોલો કરીને આ સેવા કરી રહ્યાં છીએ.

image source

આથી અમારી ટીમનો એક પણ સભ્ય આજદિન સુધી કોરોનાગ્રસ્ત બન્યો નથી. કઈ રીતે ટિફિન પેક થાય એ અંગે વાત કરી કે એક ટિફિન પેક કરવામાં 8થી 10 રૂપિયા જેટલો ખર્ચ થઇ જાય છે. જેમાં ડિસ્પોઝેબલ ડિશ, ગ્લાસ અને છાશ ભરવા માટે પ્લાસ્ટિકની બોટલનો સમાવેશ થાય છે. તેમજ એક ટિફિન દિઠ અમારે 70-80 રૂપિયાનો ખર્ચ થઇ રહ્યો છે.

પરંતુ એક જોરદાર વાત કરતાં અનિલ ભાઈએ કહ્યું કે, હાલ 25 જેટલા યુવાનો જોડાયા છે તે તમામ પોતાના કામ-ધંધા કે નોકરીમાં રજા મૂકીને આ સેવામાં લાગ્યા છે. સવારે નવ વાગ્યે અને રસોઇ બનાવવાનું શરૂ કરીએ એટલે ક્યારેક રાત્રે 10 પણ વાગી જાય છે. લોકોને અમે ફ્રેશ ટિફિન બનાવીને જ જમાડીએ છીએ. અક્ષય ભારતી મિત્ર મંડળ છેલ્લા 25 વર્ષથી અમે ચલાવીએ છીએ.

image source

કચ્છના ભૂકંપ વખતે અમે મોરબી અને માળિયામિંયાણા પંથકમાં સેવા આપી હતી અને લોકોને જમાડ્યા હતા. આ ઉપરાંત અમે મોરબીના મચ્છુ હોનારતમાં પણ સેવા આપી હતી. હાલ કોરોના કાળમાં કોઇ કોરોના સંક્રમિત થાય તો તેનો પરિવાર ચિંતા ન અનુભવે તે માટે અમે ટિફિન સેવા શરૂ કરી છે. ત્યારે હવે આ સેવા અંગે આખા ગામમાં વાતો કરવામાં આવી રહી છે અને પ્રશંસા પણ થઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!