ઓછા ખર્ચમાં રીપેર કરી લો કારના ગોબાને, ઘરેલૂ ઉપાયો કરશે તમારી મદદ અને ચપટીમાં થશે કામ

મિકેનિક પાસે ડેન્ટ ઠીક કરાવવા માટે તમારે 1000 થી 1500 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડી શકે છે. ડેન્ટ જેટલો મોટો હશે તેનો ખર્ચ પણ એટલો વધુ હશે. આ માટે ડેન્ટને ઘરે બેઠા ઠીક કરવો એ એક સારો અને સસ્તો વિકલ્પ છે.

image soucre

Car dents : કારની બોડી પર ઘણા બધા પ્રયાસો બાદ પણ ડેન્ટ લાગી જતા હોય છે. આ એક એવી સમસ્યા છે કે જે લગભગ દરેક કાર ચલાવનાર અને કાર માલિકને નડી હોય. કારની બોડી મેટલ શિટ્સ દ્વારા બનેલી હોય છે અને તેના પર દબાણ પડવાથી કે ઘા લાગવાથી તેમાં ડેન્ટ પડી જાય છે. જેમ ઉપર વાત કરી તેમ મિકેનિક પાસે ડેન્ટ ઠીક કરાવવા માટે તમારે 1000 થી 1500 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડી શકે છે. ડેન્ટ જેટલો મોટો હશે તેનો ખર્ચ પણ એટલો વધુ હશે. આ માટે ડેન્ટને ઘરે બેઠા ઠીક કરવો એ એક સારો અને સસ્તો વિકલ્પ છે. જો કે તેના માટે અમે અહીં સામાન્ય ટિપ્સ સૂચવી રહ્યા છીએ તેના દ્વારા તમે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરી સમસ્યા હલ કરી શકશો.

1. ગ્લુ સ્ટીક

image soucre

ગ્લુ સ્ટીકની મદદથી તમે કાર ડેન્ટ ઠીક કરી શકો છો. આ માટે 8 થી 10 ગ્લુ સ્ટીક એક સાથે પકડો અને તેના આગલા ભાગને ધીમે ધીમે આગ પર રાખી ગરમ કરો. આમ કરવાથી ગ્લુ સ્ટીક ધીમે ધીમે પીગળવા લાગશે. હવે આ ગ્લુ સ્ટીકને કારમાં જ્યાં ડેન્ટ પડ્યા હોય ત્યાં લગાવવાની છે. ગ્લુ સ્ટીક યોગ્ય જગ્યાએ બરાબર ચોંટી જાય એ માટે તેને પાછળની બાજુએ ઝટકો આપીને ખેંચો. આમ કરવાથી ડેન્ટ ઠીક થઈ જશે. વધેલી ગ્લુ સ્ટીકને કારની બોડી પરથી વાઈપ કરીને હટાવી શકાય છે.

2. માસ્કિંગ ટેપ

image soucre

માસ્કિંગ ટેપ દ્વારા પણ તમે કારના ડેન્ટને ઠીક કરી શકો છો. માસ્કિંગ ટેપને જે સરફેસ પર ચોંટાડવામાં આવે ક્ષહે ત્યાં તે મજબુત રીતે ચોંટી જાય છે. તમારે માસ્કિંગ ટેપની અનેક સ્ટ્રીપ કાઢવાની રહેશે અને ત્યારબાદ તેને કારના ડેન્ટ પર ચોંટાડવાની રહેશે. આ સ્ટ્રીપ ડેન્ટને સારી રીતે પકડી લે ત્યારબાદ તમે તેને ઝટકો આપીને પાછળની બાજુએ ખેંચી શકો છો. આમ કરવાથી ડેન્ટ ઠીક થઈ જશે. જો કે આ પ્રયોગ કરતા પહેલા જે જગ્યાએ ડેન્ટ હોય તે જગ્યાને સારી રીતે સાફ કરી લેવી જેથી ટેપ વ્યવસ્થિત રીતે ચોંટી શકે.

3. ગરમ પાણી

image soucre

કારના ડેન્ટને ગરમ પાણી વડે પણ ઠીક કરી શકાય છે. આ માટે તમારે અંદાજે 1 લીટર પાણીને ઉકાળીને ગરમ કરવું પડશે. ત્યારબાદ તમારે આ ગરમ પાણીને ડેન્ટ વાળી જગ્યાએ નાખીને એક મિનિટ સુધી એમને એમ.રાખો. ત્યારબાદ તમે ડેન્ટની પાછળથી આગળની બાજુએ દબાણ કરશો તો ધીમે ધીમે ડેન્ટ ઠીક થઈ જશે.