ઓફિસના નાના મોટા કામ અને વિદ્યાર્થીઓ માટે કામના છે આ લેપટોપ, જાણો કિંમત અને ખાસિયત

બજેટ લેપટોપના વિકલ્પો સ્ટુડન્ટ અને ફ્રેશર માટે સારા અને કામના હોય છે. સાથે જ એ લોકો માટે જેઓ ઓફિસના નાના મોટા કામ માટે લેપટોપ કરવા ઇચ્છતા હોય તેમના માટે પણ સારા અને વ્યાજબી ભાવના લેપટોપ એક સારી ડિલ છે. ઓફિસમાં અને આવા અન્ય સ્થાનોએ જે લેપટોપ વાપરવામાં આવતા હોય છે તે લેપટોપ વધારે પાવરફુલ તો નથી હોતા પરંતુ તેનાથી નાના કામકાજ સરળતાથી પુરા કરી શકાય છે. એટલું જ નહીં આવા લેપટોપ ડેસ્કટોપની સરખામણીએ પોર્ટેબલ પણ હોય છે અને જો પાવર કટ થઈ જાય તો પણ આ લેપટોપની બેટરી ચાર્જ હોય તો ત્યારે પણ લેપટોપ દ્વારા કામ કરી શકાય છે. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે આપને આવા જ અમુક સસ્તા અને કામના લેપટોપ વિશે માહિતી આપવાના છીએ. જે ઉપર વાત કરી તેમ સ્ટુડન્ટ, ફ્રેશર અને ઓફિસમાં નાનું મોટું કામ કરવા ઉપયોગી થશે.

HP Chromebook 11A (કિંમત 22,990 રૂપિયા)

image source

HP Chromebook 11A લેપટોપમાં 4 GB રેમ, અને 64 GB સ્ટોરેજ આપવામાં આવે છે. સાથે જ આ લેપટોપમાં MediaTek MT8183 પ્રોસેસર મળે છે. લેપટોપની સ્ક્રીનની વાત કરીએ તો આ લેપટોપની સ્ક્રીન 11.6 ઇંચ HD ડિસ્પ્લે આવે છે. સાથે જ લેપટોપમાં એક USB ટાઈપ C પોર્ટ અને એક USB ટાઈપ A પોર્ટ મળે છે. અન્ય ફિચર્સની વાત કરવામાં આવે તો તેમાં બીલ્ટ ઇન ડ્યુઅલ સ્પીકર્સ, ડ્યુઅલ એરે માઇક્રોફોન અને ગૂગલ આસીસ્ટન્ટની સુવિધા આપવામાં આવી છે.

Asus Chromebook Celeron Dual Core (કિંમત 22,499 રૂપિયા)

image source

Asus Chromebook Celeron Dual Core લેપટોપ 4 GB રેમ અને 64 GB સ્ટોરેજ વિકલ્પ સાથે 14 ઇંચની HD ડિસ્પ્લે સાથે આવે છે. આ સાથે જ લેપટોપમાં 720 HD વેબકેમ અને એક backlit કી બોર્ડ પણ આપવામાં આવે છે.

Acer Chromebook 311 (કિંમત 22,890 રૂપિયા)

image source

Acer Chromebook 311 લેપટોપમાં 11.6 ઇંચ 1366 x 768 પીક્સેલની ડિસ્પ્લે, 4 GB રેમ, 32 GB સ્ટોરેજ અને Intel UHD ગ્રાફિક્સ 600 આપવામાં આવ્યું છે. આ ડિવાઇસ ઇન્ટેલ Celeron પ્રોસેસર સાથે આવે છે.

Asus Chromebook C223 (કિંમત 18,999 રૂપિયા)

image source

સસ્તા લેપટોપના આ લિસ્ટમાં Asus Chromebook C223 એકમાત્ર લેપટોપ છે જેની કિંમત 20 હજાર કરતા ઓછી છે. Asus Chromebook C223 માં 18,999 રૂપિયા એટલે કે 19 હજાર રૂપિયામાં 11.6 ઇંચ HD ડિસ્પ્લે, એક 720p વેબકેમ, ઇન્ટેલ celeron N3350 પ્રોસેસર, 4 GB રેમ અને 32 GB સ્ટોરેજ મળે છે.

Asus VivoBook 15 2020 (કિંમત 28,689 રૂપિયા)

image source

Asus VivoBook 15 2020 ના બેસ મોડલના પ્રોસેસરની વાત કરીએ તો તે Intel Celeron N4020 પ્રોસેસર પર ચાલે છે. Asus VivoBook 15 2020 મક 15.6 ઇંચની HD ડિસ્પ્લે, ઇન્ટેલ UHD ગ્રાફિક્સ 600, 256 GB SSD સ્ટોરેજ અને 4 GB રેમ સાથે આવે છે. સાથે જ આ લેપટોપ વિન્ડોઝ હેલો સપોર્ટ કરે છે અને તેમાં ફિંગર પ્રિન્ટ સ્કેનર પણ મળે છે. ફેસ્ટિવ સેલ્સમાં Asus VivoBook 15 2020 તમને વધુ સસ્તા ભાવે પણ મળી શકે છે.