1 જુલાઈથી બદલાઈ જશે રસોઈ ગેસ, બેન્ક સહિત આ 5 મોટા નિયમો, આજે જ જાણી લો આ નવા નિયમોથી તમારા પર શું અસર થશે

દર મહિને આપણા જીવનમાં કઇંક ને કઇંક બદલાવ લાવે છે. ત્યારે અઠવાડિયામાં જ વર્ષનો સાતમો મહિનો જુલાઈ શરૂ થવાનો છે અને આ મહિને પણ સામાન્ય માણસ સાથે જોડાયેલા અમુક નિયમોમાં ફેરફાર થવાનો છે. જેની અસર તમારા ખિસ્સા અને ઘરના બજેટ પર પડશે. નોંધનીય છે કે આગલા મહિનાની પહેલી તારીખથી LPG ગેસ સિલિન્ડરના ભાવો બદલી રહ્યા છે. SBI બેંકના ATM માથી પૈસા કાઢવા અને ચેક સંબંધી નિયમોમાં બદલાવ આવી રહ્યો છે. અને એ સિવાય પણ અમુક ફેરફારો થઈ રહ્યા છે ત્યારે એક નજર તેના પર ફેરવી લઈએ.

1. રસોઈ ગેસની કિંમત

પહેલી જુલાઈથી LPG ગેસ સિલિન્ડર એટલે કે રસોઈ ગેસની નવી કિંમતો જાહેર થશે. દર મહિને પહેલી તારીખે ઓઇલ કંપનીઓ LPG ગેસની કિંમતો નક્કી કરે છે. જુલાઈમાં એ જોવાનું રહેશે કે ઓઇલ કંપનીઓ કોમર્શીયલ તેમજ રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરે છે કે કેમ.

2. SBI બદલશે નિયમ

દેશની સૌથી મોટી પબ્લિક સેકટર બેંક SBI તેના ATM માંથી પૈસા કાઢવા પર, બેંક બ્રાન્ચમાંથી પૈસા કાઢવા પર અને ચેક બુકને લઈને નવા નિયમો લાવશે જે આગામી 1 જુલાઈથી લાગુ કરવામાં આવશે. SBI બેઝિક સેવિંગ બેંક ડિપોઝીટ અકાઉન્ટ એટલે કે BSBD ખાતાધારકો માટે દર મહિને ચાર રોકડ કેશ ટ્રાન્ઝેક્શન ઉપલબ્ધ હશે જેમાં ATM અને બેંક શાખાઓ શામેલ છે. બેંક ફ્રી લિમિટ બાદ પ્રતિ ટ્રાન્ઝેક્શન પર 15 રૂપિયા પ્લસ GST ચાર્જ વસુલ કરશે. રોકડ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ હોમ બ્રાન્ચ અને ATM તથા SBI સિવાયના ATM પર લાગુ થશે.

3. ચેક બુક ચાર્જ

  • – SBI BSBD અકાઉન્ટ હોલ્ડર્સને એક ફાઇનાન્શિયર યરમાં 10 ચેકની કોપી મળે છે. હવે 10 ચેક વાળી ચેક બુક પર ચાર્જ દેવો પડશે. 10 ચેક ના પાના વાળી બુક માટે બેંક 40 રૂપિયા પ્લસ GST વસુલ કરશે.
  • – 25 ચેક લિવ માટે બેંક 75 રૂપિયા અને GST ચાર્જ વસુલ કરશે.
  • -ઇમરજન્સી ચેક બુક પર 10 પાના માટે 50 રૂપિયા અને GST લાગશે.
  • – વરિષ્ઠ નાગરિકોને ચેક બુક પર નવા સેવા શુલ્કની છૂટ આપવામાં આવશે.
  • – બેંક BBSD ખાતાધારકો દ્વારા ઘર અને પોતાની અથવા અન્ય બેંક બ્રાન્ચમાંથી પૈસા કાઢવા પર કોઈ શુલ્ક નહીં લગાવવામાં આવે.

4. ઇન્કમ ટેક્સ

જો તમે હજુ સુધી ઇન્કમ ટેક્સ રીટર્ન ન ભરી શક્યા હોય તો જલ્દી ભરી લેજો. કારણ કે ઇન્કમ ટેક્સના નિયમો અનુસાર જો તમે 30 જૂન સુધીમાં ઇન્કમ ટેક્સ રીટર્ન નહિ ભરો તો તમારે ડબલ TDS ચૂકવવું પડશે. આ જ કારણ છે કે આ નિયમને લઈને ITR ફાઇલ કરવા માટે બીજી વખત તક આપી છે. ITR ફાઇલ કરવા માટેની છેલ્લી તારીખ 31 જુલાઈ હોય છે જે આ વખતે 30 સપ્ટેમ્બર સુધી વધારી દેવામાં આવી છે.

કેનરા બેંકનો IFSC કોડ

કેનરા બેંક 1 જુલાઈ 2021 થી સિન્ડિકેટ બેંકનો IFSC કોડ બદલાવી રહી છે. સિન્ડિકેટ બેંકના બધા ગ્રાહકોને પોતાની બ્રાન્ચમાંથી અપડેટેડ IFSC કોડ સંબંધી માહિતી જાણી લેવા જણાવ્યું છે. કેનરા બેંક તરફથી કહેવામાં આવ્યું છે કે સિન્ડિકેટ બેંકના વિલય બાદ બધી બ્રાન્ચના IFSC કોડમાં બદલાવ કરવામાં આવ્યો છે. બેંકે ગ્રાહકોને જણાવ્યું છે કે તેઓ IFSC કોડ અપડેટ કરી લે નહિતર 1 જુલાઈથી NEFT, RTGS જેવી સુવિધાઓનો લાભ નહિ લઈ શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!