ગુજરાતને પ્રથમ વખત રણજી ટ્રોફીમાં જીત અપાવનાર પાર્થિવ પટેલે લીધી તમામ ફોર્મેટમાંથી નિવૃતિ

ગુજરાતના ક્રિકેટર પાર્થિવ પટેલે ક્રિકેટના તમામ ફોર્મેટ્સમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. 35 વર્ષીય વિકેટકીપર બેટ્સમેને બુધવારે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. તેની ક્રિકેટ કારકીર્દિ 18 વર્ષની હતી.પાર્થિવ પેટલે 25 ટેસ્ટ, 38 વનડે અને 2 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે છેલ્લી ટેસ્ટ જાન્યુઆરી 2018 માં જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. 17 વર્ષમાં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર પાર્થિવ પટેલે તેની કારકિર્દીમાં 31.13 ની સરેરાશથી 934 રન બનાવ્યા, જેમાં 6 અર્ધસદીનો સમાવેશ થતો હતો. તેમણે 62 કેચ પણ ઝડપ્યા હતા અને 10 સ્ટમ્પિંગ પણ કર્યા હતા.

image source

આઈપીએલમાં એક પણ મેચ રમવાનો મોકો ન મળ્યો

પાર્થિવે તેની વનડે કારકિર્દીમાં 23.74 ની સરેરાશ સાથે 4 અર્ધસદીની મદદથી 736 રન બનાવ્યા હતા. તેમા તેંમણે 30 કેચ પણ પકડ્યા હતા અને 9 સ્ટમ્પિંગ કર્યા હતા. આઈપીએલ -2020 માં તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી એક પણ મેચ રમવાની તક મળી ન હતી.

શું કહ્યું ટ્વીટમાં

image source

પાર્થિવ પટેલે ટ્વીટ કરીને નિવૃત્તિ અંગેની જાહેરાત કરી હતી. તેણે કહ્યુ કે, હું આજે તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી રહ્યો છું. BCCIએ 17 વર્ષના યુવા ખેલાડી પર ભરોસો દાખવતા હું ડેબ્યુ કરી શક્યો હતો. તેમના સપોર્ટ બદલ હું બોર્ડનો આભાર માનું છું. હું જે બધા કપ્તાનો હેઠળ રમ્યો તેમનો પણ આભાર માનું છું, ખાસ કરીને મારા પહેલા કેપ્ટન – દાદા- સૌરવ ગાંગુલી. હું તમામ કોચ અને ફિઝિયોનો પણ આભાર માનું છું, જેમણે મને ફિટનેસ જાળવવામાં મદદ કરી. હું મારી હોમ ટીમ અને ગુજરાત સ્ટેટ એસોશિયેસનનો આભાર માનું છું. તેમણે મને તમામ ફોર્મેટમાં કપ્તાની સોંપી અને અમે બધા ટાઇટલ જીતી શક્યા, એ હંમેશા મને સારી રીતે યાદ રહેશે. હું કેટલો નસીબદાર છું, કારણકે મારા માટે આ ગુડબાય કહેવું અઘરું પડી રહ્યું છે.

2002માં કરી હતી કેરિયરની શરૂઆત

image source

ભારતે 2002માં 17 વર્ષ અને 153 દિવસની વયે ડેબ્યુ કર્યું હતું. તે સમયે પટેલ ટેસ્ટમાં રમનાર સૌથી યુવા વિકેટકીપર બન્યો હતો. 2004માં દિનેશ કાર્તિક અને મહેન્દ્રસિંહ ધોનીના લીધે પાર્થિવે ભારતીય ટીમમાંથી સ્થાન ગુમાવ્યું હતું. પાર્થિવ પટેલે ઈ. સ.1996માં પોતાની શાળા તરફથી ક્રિકેટની રમત રમવાની શરૂઆત કરી હતી. પાર્થિવે પોતાની રમતશૈલી ઇયાન હૈલે અને એડમ ગિલક્રિસ્ટની શૈલી અપનાવી પોતાની રમત નિખારતા રહેતા હતા. ઈ. સ. 1998માં એમની પસંદગી ગુજરાત અન્ડર- ૧૪ની ટીમ માટે કરવામાં આવી.

પત્રકારોની નજર પાર્થિવ પર ડિસેમ્બર 2૦૦૦માં પડી

પહેલી વાર ક્રિકેટ જગતના પત્રકારોની નજર પાર્થિવ પર ડિસેમ્બર 2૦૦૦માં પડી, જ્યારે એણે મહારાષ્ટ્રની ટીમ સામે ગુજરાતની ટીમ તરફથી પશ્ચિમી ઝોન લીગ અન્ડર- 16માં ખેલી રહ્યા હતા. જેમા બન્ને દાવમાં એક-એક સદી બનાવી હતી, ત્યારબાદ 15 વર્ષની ઉમરમાં એને પશ્ચિમી ઝોન અન્ડર-19 ના સુકાની તરીકે પસંદગી કરવામાં આવ્યા હતી. અને પાર્થિવે ઇંગ્લૈંડ અંડર-19 ની સામે એક મેચ મા તેમનુ નેતૃત્વ કર્યુ હતું. ત્યાર બાદ ભારતીય U- 19 માટે પણ તેમની પસંદગી થઈ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત