આ દેશમાં પત્નીનો જન્મદિવસ ભૂલવો એ કાયદાકીય અપરાધ, થઈ શકે છે જેલની સજા

દુનિયામાં ઘણા એવા દેશો છે જ્યાં સાવ નજીવી હરકત માટે તમારે ગંભીર કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. પછી ભલે ને એનાથી કોઈને નુકશાન પણ ન થતું હોય. એમાં એવા એવા નિયમો સામેલ છે જેને સાંભળીને કદાચ તમને એ વાતો પર વિશ્વાસ પણ નહિ થાય. દાખલા તરીકે પોતાની પત્નીનો જન્મદિવસ ભૂલી જવો. પ્રશાંત મહાસાગરના પોલીનેશિયન વિસ્તારમાં સમોઆમાં પોતાની પત્ની કે પતિનો જન્મદિવસ ભૂલી જાય તો ત્યાંના રહેવાસીઓને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.

image soucre

એટલું જ નહીં એ માટે એમને જેલમાં પણ જવું પડી શકે છે. આ ખબર પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ છે. સમોઆ એક સુંદર ઓશીનીયા દેશ છે જે હાલમાં જ એક ચોંકાવનારી ખબરને કારણે ચર્ચામાં આવી ગયો હતો. ઘણી વાર આવી ખબર આવી ચૂકી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે સમોઆમાં એક અજીબોગરીબ કાયદો છે જે પોતાના જીવનસાથીનો જન્મદિવસ ભૂલી જનાર પુરુષોને જેલમાં નાખી દે છે.

કાયદાને લઈને કરેલા દાવામાં કેટલી હકીકત?

image soucre

જર્મન ભાષાના એક ફેસબુક પેજ faktastischએ પણ પોતાના વાંચકોને ચોંકાવી દીધા જ્યારે એને દાવો કર્યો કે પોતાની પત્નીઓનો જન્મદિવસ ભૂલી જાય તો સમોન પુરુષોને જેલમાં જવાનું જોખમ ઉઠાવવું પડે છે. પણ સમોઆના એમ સમાચાર પત્ર સમોઆ ઓબ્ઝર્વરએ કથિત રીતે એક વકીલ ફિયોના આઈ સાથે વાત કરી. એમને આવા કોઈ કાયદા સમોઆમાં હોવાનો ઇનકાર કર્યો છે. સમાચાર પત્રએ કહ્યું કે વકીલોની એક મેગેઝીન લોયર્સ મંથલીએ પણ વર્ષ 2019માં કથિત રીતે સક્રિય સમોન કાયદા સાથે સંબંધિત એક ખબર પ્રકાશિત કરી હતી

અજીબોગરીબ કાયદા વાળા ઘણા દેશ

image soucre

ફિયોનાએ કહ્યું કે કથિત કાયદાને લઈને ખબર એ વાતનું સૌથી મોટું ઉદાહરણ છે કે તમારે ઈન્ટરનેટ પર વાંચેલી દરેક વાતનો વિશ્વાસ કેમ ન કરવો જોઈએ. પછી ભલે ને એ લોયર્સ મંથલીમાં પ્રકાશિત થઈ હોય. અજીબોગરીબ કાયદા વાળા દેશમાં ઉત્તર કોરિયા પણ સામેલ છે, ઉત્તર કોરિયામાં ભૂરું જીન્સ પહેરીને તમેં ઘરની બહાર નીકળો તો એ ગેરકાયદેસર માનવામાં આવે છે તમે પૂર્વ આફ્રિકામાં જોગિંગ કરવા માટે નથી જઈ શકતા કારણ કે એ દેશમાં પ્રતિબંધિત છે. સિંગાપુરમાં ચ્યુઇંગમ પર પ્રતિબંધ છે કારણ કે એ ગંદગીનું કારણ બને છે જ્યારે ઓકલાહોમામાં જો તમે કૂતરાને જોઈએને મોઢું બગડો છો તો તમને કેદ કરવામાં આવશે